Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન ટનલનો ડ્રોન VIDEO:ટનલમાંથી પસાર થતી વખતે કાન ફાડી નાખતો અવાજ નહીં થાય, દેશમાં પ્રથમ વખત જાપાનની 'ટનલ હૂડ' ટેક્નોલોજીનો ઉપયોગ

    1 week ago

    ભારતના કરોડો લોકોના સ્વપ્ન સમાન અને દેશના સૌથી મહત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વધુ એક વૈશ્વિક સ્તરની અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉમેરો થયો છે. દેશમાં પ્રથમ વખત રેલવે ટનલ્સ માટે ખાસ પ્રકારના ટનલ હૂડ્સનું ડિઝાઈનિંગ અને અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રની 7 અને ગુજરાતની 1 મળીને કુલ 8 પર્વતીય ટનલોના બંને છેડાઓ (પ્રવેશ અને નિકાસ દ્વાર) પર આ વિશેષ 'ટનલ હૂડ્સ' લગાવવાની કામગીરી અત્યારે યુદ્ધના ધોરણે તેજ ગતિએ શરૂ કરી દેવામાં આવી છે. આ ટેક્નોલોજીથી બુલેટ ટ્રેન ટનલમાંથી પસાર થશે ત્યારે કાન ફાડી નાખતો અવાજ નહીં થાય. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત આવતા પડકારજનક પર્વતીય વિસ્તારોમાં ટ્રેનની ગતિ અને સલામતી જાળવી રાખવા માટે આ ટેક્નોલોજી આશીર્વાદરૂપ સાબિત થશે. 300+ કિમીની સ્પીડે ટ્રેન ટનલમાં ઘૂસતા જ કેમ પેદા થાય છે પ્રચંડ દબાણ? વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજીએ તો જ્યારે 300 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની પ્રચંડ ઝડપે દોડતી બુલેટ ટ્રેન સાંકડી ટનલની અંદર પ્રવેશે છે, ત્યારે તે પોતાની આગળ રહેલી હવાને ભારે દબાણ સાથે આગળ ધકેલે છે. આ પ્રક્રિયા સિલિન્ડરની અંદર પિસ્ટન જેવી અસર (પિસ્ટન ઈફેક્ટ) ઊભી કરે છે. હવાના આ અચાનક સંકોચનને કારણે ટનલની અંદર પ્રચંડ પ્રેશર વેવ્સ (દબાણ તરંગો) પેદા થાય છે. જો આ દબાણને સમયસર નિયંત્રિત કરવામાં ન આવે, તો ટ્રેન જેવી ટનલની બહાર નીકળે કે તરત જ એક મોટો, કાન ફાડી નાખતો ગર્જના જેવો અવાજ (બૂમિંગ નોઈઝ) પેદા થાય છે. આ અવાજ આસપાસના સ્થાનિક સમુદાયો અને વન્યજીવો માટે ભારે વિક્ષેપકારક સાબિત થઈ શકે છે. આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ તરીકે હવે 'ટનલ હૂડ્સ' કાર્ય કરશે. વિશેષ ડિઝાઈનર બારીઓ હવાનું પ્રેશર સેકન્ડોમાં ગાયબ કરી દેશે ટનલ હૂડ્સ મૂળભૂત રીતે ખુલ્લા વાતાવરણ અને ટનલના સાંકડા અવકાશ વચ્ચે એક 'ટ્રાન્ઝિશન ઝોન’ (સંક્રમણ ક્ષેત્ર) તરીકે કામ કરે છે. તે હવાને અચાનક નહીં પરંતુ ખૂબ જ ધીમેથી અને નિયંત્રિત રીતે અંદર પ્રવેશવા અને બહાર નીકળવા દે છે. તેનાથી વાયુગતિશાસ્ત્રીય કાર્યક્ષમતામાં અભૂતોપૂર્વ સુધારો થાય છે અને મુસાફરોની સવારી વધુ શાંત, સરળ અને આરામદાયક બનશે. આ ટનલ હૂડ્સની સૌથી મોટી વિશેષતા તેમાં રાખવામાં આવેલા વિશેષ 'પ્રેશર-રિલીફ ઓપનિંગ્સ' એટલે કે હવાની અવરજવર માટેની ખાસ ડિઝાઈનર બારીઓ છે. ભારતે પણ આંતરરાષ્ટ્રીય સ્તરની શ્રેષ્ઠ ઈજનેરી પદ્ધતિઓ અપનાવી ટ્રેન અંદર પ્રવેશે ત્યારે સંકુચિત થયેલી હવાનો એક મોટો ભાગ આ બારીઓ મારફતે ધીમેથી વાતાવરણમાં મુક્ત થઈ જશે, જેથી ટનલ બૂમની તીવ્રતા નહિવત થઈ જશે. જાપાન જેવા વિકસિત દેશો જ્યાં શિંકાનસેન (બુલેટ ટ્રેન) 300 કિમીથી વધુની ઝડપે દોડે છે, ત્યાં આ ટેક્નોલોજી અનિવાર્ય ગણાય છે. હવે ભારત પણ આંતરરાષ્ટ્રીય સ્તરની શ્રેષ્ઠ ઈજનેરી પદ્ધતિઓ અપનાવીને વિશ્વસ્તરીય સલામતી તરફ મક્કમ પગલે આગળ વધી રહ્યું છે. આ હૂડ્સ માત્ર અવાજ જ નહીં ઘટાડે, પરંતુ હાઈ-સ્પીડ ટ્રેનની એરોડાયનેમિક્સ સ્થિરતા વધારીને ઈંધણ અને ઊર્જાની પણ બચત કરશે. પર્યાવરણ અને આધુનિક ટેક્નોલોજીના સમન્વય સાથે ભારત વૈશ્વિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નવો કીર્તિમાન સ્થાપવા જઈ રહ્યું છે. બુલેટ ટ્રેન કોરિડોર પર આવતી તમામ 8 પર્વતીય ટર્નલ હૂડની લંબાઈની માહિતી આ પણ વાંચો: અમદાવાદથી ધોલેરા સુધી દોડશે મીની બુલેટ ટ્રેન મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ બુલેટ ટ્રેનની આ ખાસિયત.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત આસપાસ બે વરસાદી સિસ્ટમ સક્રિય, ચોમાસું નબળું પડ્યું:આજે દ. ગુજરાતમાં વરસાદની સંભાવના, UPમાં વાવાઝોડા-વીજળી પડવાથી 5નાં મોત
    Next Article
    પાર્શ્વનાથ એટલાન્ટિસ પાર્કમાં પરિણીતા પર શારીરિક-માનસિક ત્રાસ:‘તેં AC કેમ ચાલુ કર્યું?’ કહી પતિએ પત્નીને ઢોર માર માર્યો, બળજબરીપૂર્વક સંબંધ બાંધવા મજબૂર કરતો હોવાનો પણ આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment