Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસથી બચવા મજૂર બન્યો, જૂના ઓળખીતાઓ સાથે સંપર્ક તોડી નાખ્યા:સૈયદપુરામાં લૂંટ વિથ મર્ડરનો રીઢો ગુનેગાર UPથી ઝડપાયો; વેશપલટો કરી પોલીસે 1600 કિમી દૂરથી દબોચ્યો

    2 सप्ताह पहले

    સુરત શહેર પોલીસે કાયદાના રક્ષક તરીકે વધુ એક વખત સીમાપાર સપાટો બોલાવ્યો છે. વર્ષ ૨૦૧૯માં સૈયદપુરા વિસ્તારમાં એક વિધવા મહિલાની ગળું કાપીને કરપીણ હત્યા કરી લૂંટ ચલાવવાના ચકચારી કેસમાં, વચગાળાના જામીન મેળવી જેલમાંથી ફરાર થઈ ગયેલો રીઢો ગુનેગાર આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે. સુરત એલ.સી.બી. ઝોન-૦૩ની ટીમે ફિલ્મી સ્ટાઈલમાં 1600 કિલોમીટર દૂર ઉત્તર પ્રદેશના સંત કબીરનગર જિલ્લામાં ધામા નાખ્યા હતા. પોલીસની નજરથી બચવા ત્યાં મજૂર તરીકે છુપાયેલા આ હત્યારાને પકડવા માટે સુરત પોલીસે પણ વેશપલટો કરી સ્થાનિક વેપારી અને મજૂર બનીને ગુપ્ત વોચ ગોઠવી હતી. આખરે વ્યૂહાત્મક કોર્ડન કરીને 31 વર્ષીય આરોપી મોહમદ અહેમદ ઉર્ફે બિસ્મીલ્લાહને તેના જ વતનની ધરતી પરથી દબોચી લેવામાં સુરત પોલીસને મોટી સફળતા મળી છે. 6 વર્ષ પહેલાં લૂંટના ઇરાદે વિધવાની કરપીણ હત્યા કરી હતી સુરત શહેરના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કાકરાશેરી, સૈયદપુરા ખાતે 2019માં એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી હતી. અહીં રહેતા 40 વર્ષીય વિધવા રેહમત ઉર્ફે રેશ્મા ક્રુષ્ણકાંત શાસ્ત્રીના ઘરમાં લૂંટ કરવાના ઇરાદે ત્રણ ઈસમો ઘૂસી ગયા હતા. આરોપીઓએ મહિલાના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કરપીણ હત્યા નીપજાવી હતી. આ મામલે લાલગેટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. લાજપોર જેલમાંથી વચગાળાના જામીન લઈ ફરાર થયો હતો આ ચકચારી હત્યા કેસમાં પોલીસે 31 વર્ષીય મુખ્ય આરોપી મોહમદ અહેમદ ઉર્ફે બિસ્મિલ્લાહ મહેબુબ આલમખાનની 16 ફેબ્રુઆરી 2019ના રોજ ધરપકડ કરી તેને લાજપોર મધ્યસ્થ જેલ ભેગો કર્યો હતો. જોકે, 2019માં તે કોર્ટમાંથી વચગાળાના જામીન મેળવી જેલની બહાર આવ્યો હતો. તેણે જેલમાં પરત હાજર થવાનું હતું, પરંતુ તે હાજર ન થઈ કાયદાની પકડમાંથી ભાગી છૂટ્યો હતો અને નાસતો-ફરતો હતો. મજૂર બનીને રહેતો, જૂના ઓળખીતાઓ સાથે સંપર્ક તોડી નાખ્યો આરોપી અત્યંત ચાલાકીપૂર્વક પોતાની ઓળખ છુપાવી રહ્યો હતો. તે પોલીસની નજરથી બચવા માટે સતત પોતાના નામ, મોબાઈલ નંબર અને રહેઠાણ બદલતો હતો. એટલું જ નહીં, ઉત્તર પ્રદેશમાં તે એક સામાન્ય મજૂર તરીકે રહેવા લાગ્યો હતો, જાહેર સ્થળોએ જવાનું ટાળતો અને પોતાના જૂના મિત્રો કે ઓળખીતાઓ સાથે સીધો સંપર્ક રાખતો નહોતો જેથી તેને ટ્રેસ કરવો પોલીસ માટે એક મોટો પડકાર બની ગયો હતો. પોલીસે વેપારી અને મજૂરનો વેશ ધારણ કરી 1600 કિમી દૂરથી ઝડપ્યો સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ ગહલૌત અને જોઈન્ટ સીપી બલરામ મિણાના માર્ગદર્શન હેઠળ ડીસીપી રાઘવ જૈનની ટીમે ડિજિટલ પ્રોફાઇલિંગ અને ટેકનિકલ સર્વેલન્સ હાથ ધર્યું હતું. આરોપી યુપીમાં હોવાની કડી મળતાં જ એલ.સી.બી. ઝોન-૦૩ના પીએસઆઈ એમ.જી. ભાદરકાની ટીમ 1600 કિલોમીટર દૂર ઉત્તર પ્રદેશના સંત કબીરનગર જિલ્લાના ખલીલાબાદ પહોંચી હતી. ત્યાં સ્થાનિક લોકોમાં ભળી જવા અને આરોપીને શંકા ન જાય તે માટે પોલીસ કર્મચારીઓએ મજૂર, સામાન્ય નાગરિક અને સ્થાનિક વેપારીનો વેશ ધારણ કર્યો હતો. આખરે યોગ્ય સમય જોઈને પોલીસે ચારેય તરફથી ઘેરીને આરોપી મોહમદ અહેમદને દબોચી લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    ભીષણ ગરમી વચ્ચે બહુચરાજીમાં અદભૂત વ્યવસ્થા:મંદિર પરિસરમાં ઠંડા પાણીનો છંટકાવ કરતા ફુવારા લગાવવામાં આવ્યા, દર્શનાર્થે આવતા ભક્તોને મોટી રાહત
    Next Article
    ભાજપ કાર્યકરની પત્નીના પ્રેમ પ્રકરણનો પુત્રએ ભાંડો ફોડ્યો:માતા અને પ્રેમીનો વીડિયો બનાવ્યો, વાતચીતનું રેકોર્ડિંગ કર્યું, માતાએ માર મારતા પોલીસ ફરિયાદ નોંધાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment