Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભીષણ ગરમી વચ્ચે બહુચરાજીમાં અદભૂત વ્યવસ્થા:મંદિર પરિસરમાં ઠંડા પાણીનો છંટકાવ કરતા ફુવારા લગાવવામાં આવ્યા, દર્શનાર્થે આવતા ભક્તોને મોટી રાહત

    2 सप्ताह पहले

    રાજ્યભરમાં આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. આવી આકરા તાપની સ્થિતિ વચ્ચે પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીથી ભક્તો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. મા બહુચરના દર્શને આવતા શ્રદ્ધાળુઓને કાળઝાળ ગરમીથી બચાવવા માટે મંદિર વહીવટી તંત્ર દ્વારા એક અદભુત અને પ્રશંસનીય વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ઠંડા પાણીનો છંટકાવ કરતા ફુવારા લગાવવામાં આવ્યા શક્તિપીઠ બહુચરાજીમાં દરરોજ હજારો ભક્તો માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા માટે આવે છે. પરંતુ હાલમાં પડી રહેલી અસહ્ય અને ધોમધખતી ગરમીના કારણે અહીં આવતા યાત્રિકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ભક્તોની આ તકલીફ અને શારીરિક હાલાકીને સમજીને મંદિર તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું છે. મંદિર પરિસરમાં ખાસ પ્રકારની 'મિસ્ટ ફોગિંગ સિસ્ટમ' એટલે કે હવામાં ઠંડા પાણીનો છંટકાવ કરતા ફુવારા લગાવવામાં આવ્યા છે. હવે અહીં આવતા દરેક ભક્ત પર, ખાસ કરીને બપોરના સમયે, આ સિસ્ટમ દ્વારા ઠંડા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, જે અસહ્ય તડકામાં પણ ભક્તોને શીતળતાનો અહેસાસ કરાવી રહી છે. માતાજીના દર્શનની સાથે રાહત મળતા ભક્તોએ ધન્યતા અનુભવી મંદિર તંત્રની આ આગવી વ્યવસ્થાથી દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મંદિરે પહોંચેલા ભક્તોએ વહીવટી તંત્રનો આભાર માનતા જણાવ્યું હતું કે, બહાર એટલી ગરમી હતી કે ખુલ્લા પગે ચાલવું પણ મુશ્કેલ હતું, પરંતુ મંદિરમાં પ્રવેશતાની સાથે જ ઠંડા પાણીનો છંટકાવ શરૂ થતાં આખો થાક ઉતરી ગયો હતો. માતાજીના દર્શનની સાથે ગરમીથી આવી અદભુત રાહત મળતા ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. આવી આકરી ગરમીમાં જ્યારે સામાન્ય રીતે લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળતા હોય છે, ત્યારે ભક્તોની સુવિધા માટે આ ઠંડકભરી વ્યવસ્થા ખરેખર સરાહનીય સાબિત થઈ રહી છે. ગરમી ગમે તેટલી હોય, પરંતુ માના દરબારમાં પહોંચતા જ ભક્તોને હવે શીતળતા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    બુટલેગરોની લક્ઝુરિયસ સ્ટાઈલ નાકામ:સઈજ પાસેથી આઈ-20 કારમાંથી 637 લિટર દેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગર ઝડપાયા, 3.27 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    પોલીસથી બચવા મજૂર બન્યો, જૂના ઓળખીતાઓ સાથે સંપર્ક તોડી નાખ્યા:સૈયદપુરામાં લૂંટ વિથ મર્ડરનો રીઢો ગુનેગાર UPથી ઝડપાયો; વેશપલટો કરી પોલીસે 1600 કિમી દૂરથી દબોચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment