Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બુટલેગરોની લક્ઝુરિયસ સ્ટાઈલ નાકામ:સઈજ પાસેથી આઈ-20 કારમાંથી 637 લિટર દેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગર ઝડપાયા, 3.27 લાખનો મુદ્દામાલ જપ્ત

    2 सप्ताह पहले

    કલોલ તાલુકા પોલીસે પૂર્વ બાતમીના આધારે મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલા સઈજ ગામના અંડરબ્રીજ પાસેથી આઈ-20 સ્પોર્ટ્સ કારમાં ભરીને લઈ જવાતો 637 લિટર દેશી દારૂના જથ્થા સહિત કુલ રૂ. 3.27 લાખનો મુદ્દામાલ સાથે બે બુટલેગરોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. i-20 કારમાંથી 637 લિટર દેશી દારુ મળી આવ્યો કલોલ તાલુકા પીઆઇ જે.જે. ગઢવીની ટીમને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે એક સફેદ રંગની આઇ-20 સ્પોર્ટસ ગાડી (નંબર GJ-27C-0571) માં બે ઇસમો દેશી દારૂના કોથળા ભરીને મહેસાણા-અમદાવાદ હાઇવે પરથી પસાર થવાના છે. આ બાતમી મળતા જ પોલીસે મહેસાણા -અમદાવાદ હાઇવે પર સઈજ અંડરબ્રીજ પાસે વોચ ગોઠવી દીધી હતી.દરમિયાન બાતમી વાળી આઇ-20 કાર ત્યાંથી પસાર થતાં જ તેને અટકાવી દેવામાં આવી હતી. બાદમાં કારની તલાશી લેતાં તેમાંથી મોટા પ્લાસ્ટિકના કોથળા ભરીને રૂ.1.27 લાખથી વધુની કિંમતનો 637 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બે શખસોની સવા ત્રણ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ જેના પગલે પોલીસે અજય મોહન સાવત (ઉં.વ. ,25, હાલ રહે. અરૂણાબેનની ચાલી, છારાનગર, કુબેરનગર મૂળ રહે. મહારાષ્ટ્ર) અને હર્ષ મનોજભાઇ મકવાણા (ઉં.વ. 25, હાલ રહે. અરૂણાબેનની ચાલી, છારાનગર, કુબેરનગર, મૂળ, ભાવનગર) ની કુલ રૂ.3.27 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ એરપોર્ટથી ઝડપાઈ 150 કિલો ચાંદી:રાજ્યના પહેલા આઈટી પાર્કનું લોકાર્પણ, નીલગાયને બચાવવા જતા ત્રણ યાત્રાળુઓનાં મોત, રકાબીએ ખોલ્યો હત્યાનો ભેદ
    Next Article
    ભીષણ ગરમી વચ્ચે બહુચરાજીમાં અદભૂત વ્યવસ્થા:મંદિર પરિસરમાં ઠંડા પાણીનો છંટકાવ કરતા ફુવારા લગાવવામાં આવ્યા, દર્શનાર્થે આવતા ભક્તોને મોટી રાહત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment