Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ કાર્યકરની પત્નીના પ્રેમ પ્રકરણનો પુત્રએ ભાંડો ફોડ્યો:માતા અને પ્રેમીનો વીડિયો બનાવ્યો, વાતચીતનું રેકોર્ડિંગ કર્યું, માતાએ માર મારતા પોલીસ ફરિયાદ નોંધાવી

    2 सप्ताह पहले

    વડોદરા શહેરમાં ભાજપ કાર્યકરની પત્નીના કથિત પ્રેમસંબંધનો પુત્રએ ભાંડો ફોડ્યો હોવાનું સામે આવ્યું છે.. સગીર પુત્રએ માતા અને તેના કથિત પ્રેમી વચ્ચેના વાર્તાલાપ અને હિલચાલના ઓડિયો-વીડિયો રેકોર્ડ કર્યા હતા. આ વાત જાણતાં માતા અને પ્રેમીએ સગીર પર અત્યાચાર કરીને તેને ધમકીઓ આપીને રૂમમાં બંધ કરી દીધો હતો. આખરે સગીરે હિંમત કરીને હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સગીર પુત્રને માતાના આડાસંબંધની જાણ થતા પુરાવા ભેગા કર્યા શહેરની એક સોસાયટીમાં રહેતા ભાજપ સાથે સંકળાયેલા એક કાર્યકર છેલ્લા કેટલાક સમયથી વડોદરા બહાર રહેતા હોવાથી તેમની પત્ની અને નજીકમાં રહેતા એક વ્યક્તિ વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હોવાનું હોવાનું કહેવાય છે. આ વાતની જાણ તેમના 14 વર્ષીય પુત્રને થતાં તેણે માતા અને કથિત પ્રેમી વચ્ચેની વાતચીત તથા અન્ય હિલચાલના વીડિયો અને ઓડિયો પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધા હતા. પુરાવા ડીલીટ કરવાનું કહી માતા અને કથિત પ્રેમીએ માર માર્યો રેકોર્ડિંગની જાણ થતાં માતા અને તેના કથિત પ્રેમી ગભરાઈ ગયા હતા. સગીર પુત્રના આરોપ મુજબ, પુરાવા ડિલીટ કરાવવા માટે તેને માર મારવામાં આવ્યો હતો અને જો કોઈને આ વાત કરશે તો જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત તેને એક રૂમમાં બંધ કરીને અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. લાંબા સમય સુધી માતા અને પ્રેમીના ત્રાસને સહન કર્યા બાદ સગીર પુત્રે હરણી પોલીસ સ્ટેશન પહોંચીને આખી ઘટનાની વિગતે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બાળકની રજૂઆતને ગંભીરતાથી લઈને આરોપીઓ વિરુદ્ધ યોગ્ય કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પોલીસથી બચવા મજૂર બન્યો, જૂના ઓળખીતાઓ સાથે સંપર્ક તોડી નાખ્યા:સૈયદપુરામાં લૂંટ વિથ મર્ડરનો રીઢો ગુનેગાર UPથી ઝડપાયો; વેશપલટો કરી પોલીસે 1600 કિમી દૂરથી દબોચ્યો
    Next Article
    Soni Razdan Hits Back At Trolls Over Alia Bhatt's Viral Cannes Video: 'Social Media Has A Lot Of Hate'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment