Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    UNRC સ્ટેફન પ્રિસ્નરે પાટણની મુલાકાત લીધી:ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની વિશેષતાઓ જાણી

    11 hours ago

    યુનાઇટેડ નેશન્સ રેસિડેન્ટ કોઓર્ડિનેટર (UNRC) સ્ટેફન પ્રિસ્નરે પાટણ જિલ્લાની મુલાકાત લીધી હતી. આ પ્રવાસ દરમિયાન તેમણે પાટણના વિશ્વવિખ્યાત સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસા વિશે માહિતી મેળવી હતી. પ્રિસ્નરે સૌપ્રથમ પાટણના પ્રખ્યાત પટોળા હાઉસની મુલાકાત લીધી હતી. તેમણે પટોળા સાડી બનાવવાની પરંપરાગત પ્રક્રિયા, કારીગરોની અનોખી કલા અને ઝીણવટભરી હસ્તકલાકૃતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે પટોળા કલાની વૈશ્વિક ઓળખ અને કારીગરોની કુશળતાની પ્રશંસા કરી હતી. ત્યારબાદ તેમણે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામેલી વિશ્વવિખ્યાત 'રાણીની વાવ'ની મુલાકાત લીધી. રાણીની વાવની અદ્ભુત શિલ્પકલા, કોતરણી અને સ્થાપત્ય કળાથી તેઓ પ્રભાવિત થયા હતા. મુલાકાત દરમિયાન તેમણે રાણીની વાવના ઐતિહાસિક મહત્વ વિશે જાણકારી મેળવી હતી. આ ઉપરાંત, તેમણે રાણીની વાવ ખાતે યોજાતો લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ નિહાળ્યો હતો. પ્રિસ્નરે પાટણના ઐતિહાસિક વારસાના જતન અને સંવર્ધન માટે કરવામાં આવી રહેલી કામગીરીની સરાહના કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ફિનની ફાઈન સેન્ચૂરી, કોલકાતાને 8 વિકેટે જીતાડ્યું:ટીમની સતત ચોથી જીત, દિલ્હીના ગ્રાઉન્ડમાં દર્શક બન્યા ફિલ્ડર; KKR માટે પ્લેઓફની આશા જીવંત
    Next Article
    ચોટીલા હાઈવે પરથી વીજ થાંભલા હટાવાયા:PGVCL દ્વારા NOC વિના ઉભા કરાયેલા થાંભલાઓ કોર્ટના આદેશથી દૂર કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment