Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફિનની ફાઈન સેન્ચૂરી, કોલકાતાને 8 વિકેટે જીતાડ્યું:ટીમની સતત ચોથી જીત, દિલ્હીના ગ્રાઉન્ડમાં દર્શક બન્યા ફિલ્ડર; KKR માટે પ્લેઓફની આશા જીવંત

    1 day ago

    કોલકાતા નાઈટ રાઈડર્સે IPLની વર્તમાન સીઝનમાં સતત ચોથી જીત હાંસલ કરી છે. ટીમે શુક્રવારે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું છે. આ હાર સાથે જ દિલ્હી હવે પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર ફેંકાઈ ગયું છે. અરુણ જેટલી સ્ટેડિયમમાં કોલકાતાએ ટૉસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. દિલ્હીએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 142 રન બનાવ્યા હતા. કોલકાતાએ 143 રનનો ટાર્ગેટ માત્ર 14.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. ઓપનર ફિન એલેને છગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી હતી. આ સાથે જ તેણે પોતાની સદી પણ પૂરી કરી હતી. એલેને માત્ર 47 બોલમાં 5 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી અણનમ 100 રન બનાવ્યા હતા. તેની સાથે કેમરોન ગ્રીન 33 રન બનાવીને અણનમ રહ્યો હતો. એલેન-ગ્રીન વચ્ચે શતકીય પાર્ટનરશીપ 143 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહેલી કોલકાતાએ એક સમયે 31 રન પર બે વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન અજિંક્ય રહાણે 13 રન અને અંગકૃષ રઘુવંશી એક રન બનાવીને આઉટ થયો હતો. આવી મુશ્કેલ સ્થિતિમાં ફિન એલેને કેમરોન ગ્રીન સાથે મળીને શતકીય (100+ રન) પાર્ટનરશીપ નોંધાવી ટીમને શાનદાર જીત અપાવી હતી. પાથુમ નિસાંકાએ ફિફ્ટી ફટકારી ઓપનર પાથુમ નિસાંકાએ શાનદાર બેટિંગ કરતા 29 બોલમાં 50 રનની ઈનિંગ રમી હતી. જ્યારે આશુતોષ શર્માએ 39 રનનું યોગદાન આપ્યું હતું અને કેએલ રાહુલે 23 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી બોલિંગમાં અનુકૂલ રોય અને કાર્તિક ત્યાગીએ 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે વૈભવ અરોરા, સુનિલ નારાયણ અને કેમરોન ગ્રીનને એક-એક સફળતા મળી. દિલ્હીનો એક બેટ્સમેન રનઆઉટ થયો હતો. બંને ટીમોની પ્લેઈંગ-XI કોલકાતા નાઈટ રાઈડર્સ: અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), કેમરોન ગ્રીન, રોવમેન પોવેલ, મનીષ પાંડે, રિંકુ સિંહ, સુનિલ નારાયણ, અનુકૂલ રોય, કાર્તિક ત્યાગી, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી. ઈમ્પેક્ટ પ્લેયર્સ: ફિન એલન દિલ્હી કેપિટલ્સ: પથુમ નિસાંકા, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ રાણા, સમીર રિઝવી, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), આશુતોષ શર્મા, વિપરાજ નિગમ, મિચેલ સ્ટાર્ક, લુન્ગી એન્ગિડી, મુકેશ કુમાર. ઈમ્પેક્ટ પ્લેયર્સ: કુલદીપ યાદવ
    Click here to Read More
    Previous Article
    DC vs KKR IPL 2026 LIVE Score: Finn Allen slams maiden IPL century as Kolkata Knight Riders thrash Delhi Capitals by 8 wickets
    Next Article
    UNRC સ્ટેફન પ્રિસ્નરે પાટણની મુલાકાત લીધી:ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની વિશેષતાઓ જાણી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment