Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલા હાઈવે પરથી વીજ થાંભલા હટાવાયા:PGVCL દ્વારા NOC વિના ઉભા કરાયેલા થાંભલાઓ કોર્ટના આદેશથી દૂર કરાયા

    10 hours ago

    ચોટીલામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 47 પરથી PGVCL દ્વારા ઉભા કરાયેલા વીજ કનેક્શનના થાંભલાઓ દૂર કરવામાં આવ્યા છે. નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ થાંભલાઓ PGVCL દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટીની કોઈપણ એન.ઓ.સી. (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) લીધા વિના હાઈવે રોડ પર ઉભા કરવામાં આવ્યા હતા. આ વીજ થાંભલાઓને કારણે વારંવાર અકસ્માત થવાનો ભય રહેતો હતો અને જાહેર જનતાને અવરજવરમાં પણ અડચણરૂપ બનતા હતા. આ બાબતે ચોટીલા પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. સોલંકી દ્વારા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, ચોટીલાની કોર્ટમાં ભારતીય નાગરિક ન્યાય સંહિતાની કલમ-152 હેઠળ જાહેર ત્રાસદાયક બાબત તરીકે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટે તમામ હકીકતોને ધ્યાનમાં લીધા બાદ PGVCLને શરતી હુકમ કર્યો હતો કે જાહેર માર્ગો પર નાગરિકોને અડચણરૂપ બનતા વીજળીના થાંભલાઓ તાત્કાલિક દૂર કરવામાં આવે. આ હુકમ મુજબ, PGVCL દ્વારા આ થાંભલાઓ હટાવી લેવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    UNRC સ્ટેફન પ્રિસ્નરે પાટણની મુલાકાત લીધી:ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની વિશેષતાઓ જાણી
    Next Article
    વાપી મહાનગરપાલિકાએ 17 સંસ્થાઓ પાસેથી ₹1.80 લાખ દંડ વસૂલ્યો:પ્રોફેશનલ ટેક્સ અને ગુમાસ્તા ધારાના ઉલ્લંઘન બદલ કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment