Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપી મહાનગરપાલિકાએ 17 સંસ્થાઓ પાસેથી ₹1.80 લાખ દંડ વસૂલ્યો:પ્રોફેશનલ ટેક્સ અને ગુમાસ્તા ધારાના ઉલ્લંઘન બદલ કાર્યવાહી

    9 hours ago

    વાપી મહાનગરપાલિકાએ પ્રોફેશનલ ટેક્સ અને ગુમાસ્તા ધારાના નિયમોના ઉલ્લંઘન બદલ 17 સંસ્થાઓ સામે કાર્યવાહી કરી છે. છેલ્લા એક મહિનામાં મનપાએ કુલ ₹92.72 લાખનો વ્યવસાય વેરો વસૂલ્યો છે, જેમાં સ્થળ પર ₹1.80 લાખનો દંડ પણ સામેલ છે. કમિશનર યોગેશ ચૌધરીના નિર્દેશ બાદ મનપાના ટેક્સ વિભાગે આ કાર્યવાહી હાથ ધરી હતી. ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ ઠક્કર અને તેમની ટીમે શહેરના કુંતા અને વટાર જેવા ઔદ્યોગિક વિસ્તારો સહિત વિવિધ સ્થળોએ સઘન તપાસ અભિયાન ચલાવ્યું હતું. આ તપાસ અભિયાન દરમિયાન, છેલ્લા એક મહિનામાં કુલ 74 નવા કરદાતાઓની નોંધણી કરવામાં આવી હતી. લાયસન્સ વગર ધંધો કરતી 17 સંસ્થાઓ પાસેથી સ્થળ પર જ ₹1.80 લાખનો દંડ વસૂલી તેમની નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. સરકારે ગુમાસ્તા ધારાના નિયમોમાં સુધારો કર્યો છે. નવા નિયમ મુજબ, જો કોઈ સંસ્થામાં 20 કે તેથી વધુ કર્મચારીઓ હોય તો જ લાયસન્સ મેળવી ફી ભરવી ફરજિયાત છે. 20થી ઓછા કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓએ મહાનગરપાલિકાને માત્ર જાણ કરવાની રહેશે. અગાઉ આ મર્યાદા 10 કર્મચારીઓની હતી. મનપા તંત્રએ જણાવ્યું છે કે આગામી દિવસોમાં આ અભિયાન વધુ કડક બનાવવામાં આવશે. જે વેપારીઓ કે ધંધાર્થીઓની પ્રોફેશનલ ટેક્સ કે ગુમાસ્તા ધારાની નોંધણી બાકી હોય, તેમને દંડાત્મક કાર્યવાહીથી બચવા માટે તાત્કાલિક મનપાના ઘરવેરા વિભાગનો સંપર્ક કરી નોંધણી કરાવી લેવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ચોટીલા હાઈવે પરથી વીજ થાંભલા હટાવાયા:PGVCL દ્વારા NOC વિના ઉભા કરાયેલા થાંભલાઓ કોર્ટના આદેશથી દૂર કરાયા
    Next Article
    Votes, Victory and Viral Interest: Vijay, TVK Ride High On Google Trends

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment