Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુબઈ, ઓસ્ટ્રેલિયા, UKથી આવેલા ICCના પ્રતિનિધિમંડળની કોટંબી સ્ટેડિયમની મુલાકાત લીધી:ICC મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી 2027ના આયોજન પૂર્વે સ્ટેડિયમની સુવિધાઓ અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું

    23 hours ago

    વડોદરા ખાતે પ્રથમ વખત ICC મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી 2027ના આયોજનની તૈયારીઓના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ના વૈશ્વિક પ્રતિનિધિમંડળે બરોડા ક્રિકેટ એસોસિએશનના (BCA) કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. 14થી 28 ફેબ્રુઆરી, 2027 દરમિયાન યોજાનારી આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્પર્ધા પૂર્વે સ્ટેડિયમની માળખાકીય સુવિધાઓ, સુરક્ષા, પિચ, પ્રસારણ વ્યવસ્થા સહિતની તૈયારીઓનું પ્રતિનિધિમંડળ દ્વારા વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ICCના પ્રતિનિધિમંડળમાં Event Lead Ms. Jo Taylor, Ticketing Hospitality Manager Ms. Alannah White, Broadcast Production Manager Ms. Ruchika Rana, ACU Security Consultant Mr. Dorian Clarence, Pitch Consultant Mr. Toby Lumsden, Jiostar Consultant Mr. Paul Ghosh, ICC TV તરફથી Ms. Amy Garrett અને Ms. Joanna Lowndes Lumb, ICC TVના Director Mr. Gavin Scovell, Project Technical Manager Mr. Piyush Pankaj તથા BCCIના Mr. Ayush Mudgal સહિતના અધિકારીઓ જોડાયા હતા. BCA તરફથી માનદ ખજાનચી શીતલ મહેતા, CEO સ્નેહલ પારીખ, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને સ્ટેડિયમ ક્રિકેટિંગ ઇન્ચાર્જ તથા મુખ્ય ક્યુરેટર અતુલ બેદાડે, સ્ટેડિયમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓના પ્રભારી અમિત પારીખ સહિતની BCA ટીમે પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું હતું. મુલાકાતની શરૂઆત સ્વાગત સાથે થઈ હતી. BCAના CEO સ્નેહલ પારીખે ICCના પ્રતિનિધિઓનો BCAની ટીમ સાથે પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ BCAના પ્રમુખ પ્રણવ અમીનના નેતૃત્વ હેઠળ એસોસિએશનના વિઝન, વિકાસલક્ષી અભિગમ અને ભવિષ્યની યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત BCA સ્ટેડિયમના આધુનિક માળખાકીય વિકાસ, ઉપલબ્ધ સુવિધાઓ અને આંતરરાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ સ્પર્ધાઓના આયોજનની ક્ષમતા અંગે ઑડિયો-વિઝ્યુઅલ પ્રસ્તુતિ પણ રજૂ કરી હતી. પ્રસ્તુતિ બાદ ICCના પ્રતિનિધિમંડળે સ્ટેડિયમના વિવિધ વિભાગોની વિગતવાર મુલાકાત લીધી હતી. આ દરમિયાન ખેલાડીઓ માટેની સુવિધાઓ, પ્રસારણ વ્યવસ્થા, પિચ અને આઉટફિલ્ડની સ્થિતિ, મીડિયા સુવિધાઓ, સુરક્ષા વ્યવસ્થા, પ્રવેશ-વ્યવસ્થા તેમજ મેચના સંચાલન માટેની તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મુલાકાતનો મુખ્ય હેતુ આગામી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમની માળખાકીય અને કાર્યકારી સજ્જતાની સમીક્ષા કરવાનો હતો. ICCના Pitch Consultant Toby Lumsdenએ સ્ટેડિયમની પિચ અને આઉટફિલ્ડની પ્રશંસા કરી હતી. તેમણે પિચ અને આઉટફિલ્ડને ઉત્તમ ગણાવી સ્ટેડિયમની એકંદર સુવિધાઓને ઉચ્ચ કક્ષાની ગણાવી હતી. ગેટ નંબર-2 પર દર્શકોની સરળ અવરજવર, કેટરિંગ સુવિધાઓ અને પ્રેસ કોન્ફરન્સની વ્યવસ્થાની પણ તેમણે નોંધ લીધી હતી. ICCના Broadcast Production Manager Ruchika Ranaએ જણાવ્યું હતું કે, પ્રસારણની દૃષ્ટિએ BCA સ્ટેડિયમની ડિઝાઇન દેશના શ્રેષ્ઠ આયોજન ધરાવતા સ્ટેડિયમોમાં સ્થાન મેળવી શકે તેવી છે. ખાસ કરીને બ્રોડકાસ્ટ ટીમ માટેની વિશિષ્ટ રસોડા અને ભોજન વ્યવસ્થા તેમજ ડ્રોન અને સ્પાઇડરકેમના સંચાલન માટે કરવામાં આવેલી સુવ્યવસ્થિત જોગવાઈઓની તેમણે પ્રશંસા કરી હતી. ICC Event Lead Jo Taylorએ ખેલાડીઓના ડ્રેસિંગ રૂમની વ્યવસ્થાને સુવ્યવસ્થિત ગણાવી હતી. સાથે જ ખેલાડીઓની ગોપનીયતા વધુ જળવાઈ રહે તે માટે કાચ પર લગાવવામાં આવેલી ફિલ્મની ઊંચાઈમાં નજીવો વધારો કરવા અંગે સૂચન કર્યું હતું. સમગ્ર મુલાકાત દરમિયાન ICCના પ્રતિનિધિમંડળે BCA સ્ટેડિયમના માળખાકીય વિકાસ, આધુનિક સુવિધાઓ અને આયોજનક્ષમતાની પ્રશંસા કરી હતી. સાથે જ સ્ટેડિયમને વધુ સુસજ્જ બનાવવા માટે કેટલાક રચનાત્મક સૂચનો પણ આપવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અમેરિકાની ડબલ ગેમ, 4 દેશને રેલો:જિનપિંગને હથિયારો વેચવાની ઓફર? ભારતને વિશ્વગુરુ ન બનાવા દેવાનું ષડયંત્ર! બચવાના 3 રસ્તા, જાણો પડદા પાછળની ગેમ
    Next Article
    અમદાવાદમાં લિફ્ટમાં ફસાતા 14 વર્ષના બાળકનું મોત, પરિવારનું હૈયાફાટ રૂદન:ઘરેથી ટ્યૂશન ક્લાસમાં જતાં માથું ફસાયું, પરિવારજનો દ્વારા બિલ્ડરની બેદરકારીનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment