Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં લિફ્ટમાં ફસાતા 14 વર્ષના બાળકનું મોત, પરિવારનું હૈયાફાટ રૂદન:ઘરેથી ટ્યૂશન ક્લાસમાં જતાં માથું ફસાયું, પરિવારજનો દ્વારા બિલ્ડરની બેદરકારીનો આક્ષેપ

    1 day ago

    અમદાવાદના નારોલ વિસ્તારમાં શાંતિ શુક્ર સોસાયટીમાં લિફ્ટમાં ફસાતા 14 વર્ષના અંશુ ભગેલનું મોત નીપજ્યું છે. ધો. 7માં અભ્યાસ કરતો અંશુ સ્કૂલથી ઘેર પરત ફર્યા બાદ રંગોળીનગર ટ્યૂશન ક્લાસમાં જવા નીકળ્યો હતો. આ દરમિયાન અચાનક લિફ્ટ અને દરવાજાના લોખંડના સળિયા વચ્ચે અંશુનું માથું ફસાઈ જતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું. આ કરૂણ ઘટનાના પગલે પરિવારજનોનું હૈયાફાટ રૂદન અને સોસાયટીના રહીશોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પરિવારજનો દ્વારા બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાનો ઈનકાર કરવામાં આવ્યો છે, જ્યારે બાળકના મામા શીલુંભાઈ સ્ટ્રેચરને પકડીને બેસી રહ્યા હતા. તો બીજી તરફ પોલીસ દ્વારા પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરિવાર અને સ્થાનિકો દ્વારા ઘણા સમયથી લિફ્ટ ખરાબ હોવાની રજૂઆતો કરવા છતાં બિલ્ડર દ્વારા કોઈ કાર્યવાહી ન કરતાં આ દુર્ઘટના બની હોવાનો આક્ષેપ કરાયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શાંતિ શુક્ર સોસાયટીના ફ્લેટ BU પરમિશન વિનાના હોવાનું સામે આવ્યું છે. બાળકના મોત બાદ ઘટનાસ્થળની ત્રણ તસવીરો FSL અને ટેક્નિસિયનને સાથે રાખી તપાસ કરાશે: જે.બી.અગ્રવાત નારોલ પીઆઇ જે.બી. અગ્રવાતે જણાવ્યું હતું કે, બાળકનું લિફ્ટમાં ફસાઈ જતાં મોત થયું છે. તેમજ હાલમાં બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, બિલ્ડરની બેદરકારી હતી, પરંતુ FSL અને ટેક્નિસિયનને સાથે રાખી તપાસ કરવામાં આવશે, જેની પણ બેદરકારી સામે આવશે તેમની સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે. આ લિફ્ટ દર અઠવાડિયે ખરાબ થયા છે: અંકિત ભગેલ મૃતક બાળકના કાકા અંકિત ભગેલે જણાવ્યું હતું કે, અહીં બિલ્ડરની કમી છે. અહીં લિફ્ટ ચાલુ-ખરાબ થયા છે તો કોઈની જવાબદારી નથી. મારો ભત્રીજો હતો. તેના પિતા બહાર ગયા છે જ્યાં સુધી તેના પિતા નહીં આવે ત્યાં સુધી અમે બોડીને બહાર નહીં જવા દઇએ. પોલીસવાળા કહે છે પીએમ કરાવવા માટે જવા દો. ત્યાર પછી એફઆઇર અને કેસ વગેરે કરો. બિલ્ડરની સામે જ ઓફિસ છે. આ ઘટનાની તેને ખબર પડી તો તે ઓફિસ છોડીને કેમ જતો રહ્યો છે. તેમની કોઈ જવાબદારી છે કે નહીં. વધુમાં જણાવ્યું હતું કે, આ લિફ્ટ દરરોજ, દર અઠવાડિયે ખરાબ થયા છે. તમે ઉપર જઈને જુઓ કેવી રીતે છે. મને ખબર નથી કે રમવા જતો હતો કે નહીં. હું ગાંધીનગરમાં ગાડી ચલાવતો હતો. મને મારી વાઈફનો ફોન આવ્યો તમે ફટાફટ ઘરે આવી જાઓ. તેને સ્કૂલ જવાનું હતું કે આવવાનું હતું તે ખબર નહોતી. તેનો યુનિફોર્મ નથી અત્યારે.
    Click here to Read More
    Previous Article
    દુબઈ, ઓસ્ટ્રેલિયા, UKથી આવેલા ICCના પ્રતિનિધિમંડળની કોટંબી સ્ટેડિયમની મુલાકાત લીધી:ICC મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી 2027ના આયોજન પૂર્વે સ્ટેડિયમની સુવિધાઓ અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું
    Next Article
    From Food Crisis To Finance, Jaishankar's Sharp Message For 'Policymakers'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment