Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દર વર્ષે 10000 મૂર્તિના વેચાણથી 25 લાખ સુધીની આવક:થાનગઢના કારીગરોએ તૈયાર કરેલી દશામાની મૂર્તિ જિલ્લાભરમાં પૂજનમાં ઉપયોગમાં લેવાય છે‎

    1 day ago

    ઝાલાવાડમાં દશામાના વ્રત શરૂ થવાના છે. ત્યારે આગળના દિવસે શહેરની બજારોમાં દશામાની મૂર્તિઓથી સજ્જ થઇ હતી. ત્યારે થાનગઢમાં દર વર્ષે 150થી વધુ કરીગરો 5 મહિના પહેલાથી મૂર્તિ બનાવે છે. જેમાં વર્ષે 10000 જેટલી મૂર્તિ સુરેન્દ્રનગરથી લઇ રાજ્યના અન્ય જિલ્લામાં વેચાણ કરી 25 લાખ સુધીની આવક થાય છે. એક કારીગરને એક મૂર્તિ બનાવવા માટે એક કલાક જેટલો સમય લાગે છે. મૂર્તિ બનાવનારા કારીગરો મહિને 10થી 12 હજાર કમાય છે એટલે કે 5 મહિનામાં અંદાજે 50 હજાર જેટલી આવક મેળવે છે. હિન્દુ ધર્મમમાં વ્રતનો અનેરો મહિમા છે આપણી સંસ્કૃતિમાં અડધો અષાઢ માસ વીતે એટલે જુદા જુદા વ્રતની ઉજવણી શરૂ થઈ જાય છે. જેમાંના એક એટલે દશામાંના વ્રત જે અષાઢ 16 અમાસથી શરૂ થાય. તહેવાર વ્રત 10 દિવસ સુધી ચાલે છે. દશામાં વ્રત 2026નુ આગમન - તા.12 ઓગસ્ટ માસ અષાઢ માસની અમાસથી શરૂઆત થઈ રહી છે. જ્યારે પૂર્ણાહુતિ તા.21 ઓગસ્ટ 2026 થશે. આ 10 દિવસનું વ્રતમાં માંની મૂર્તિની લોકો ઘરમાં પધરામણી કરે છે. જ્યારે દસમા દિવસે રાત્રી જાગરણ બાદ અગીયારમા દિવસે ધામધુમથી માતાજીની મુર્તિનું પાણીમાં વિસર્જન કરાશે. આ વ્રત 5,11 એમ એકી સંખ્યામાં કરાય છે. અને વ્રતના ઉજવણામાં પાંચ ગોરણીને જમાડી ઉજવણી કરાય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં થાનમાં બનેલી માતાજીની મૂર્તિ પૂજનમાં વપરાતા લોકોને રોજગાર મળે છે. થાનમાં પાંચ મહિના પહેલાથી જ 8થી વધુ કારખાનામાં 150થી વધુ કારીગરો કામ કરે છે. જેમાં એક વર્ષમાં 10 હજાર જેટલી મૂર્તિઓ બનાવી 25 લાખ જેટલી આવક રળે છે. આ મૂર્તિઓની માંગ રહેતા સુરેન્દ્રનગર સહિત અન્ય જિલ્લામાં પણ વેચાણ થાય છે. એક મૂર્તિની કિંમત રૂ. 100થી 5000 વ્રતના આગળના દિવસોમાં મોટા ભાગે લોકો ખરીદી કરતા હોય છે. જેમાં માટીની વિવિધ આકારની મૂર્તિ હોય છે. જેમાં સૌથી વધુ દશામા સાંઢણી પર બિરાજમાન હોય તેની માંગ વધુ રહે છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષ ભાવ ઓછા છે. જેમાં નાની સાઇઝની 50થી 200 રૂપીયાની, મીડીયમ સાઇઝની 150થી 500 કે 1000 સુધીની તથા મોટી સાઇઝની 1100થી 5000 રૂપીયા સુધીની છે. ગત વર્ષ કરતા ભાવ આ વર્ષ સાઇઝ પ્રમાણે 10થી 20 ટકા ઓછા હોવાથી વધુ વેચાણ થવાની આશા છે. મયુરભાઇ પ્રજાપતિ મૂર્તિકાર
    Click here to Read More
    Previous Article
    આર્ટસ કોલેજ કરતાં મેળાનું મેદાન અડધું:14 હજાર‎સ્ક્વેર ફૂટના મેદાનમાં માત્ર 13 રાઇડ્સ લાગી શકશે‎
    Next Article
    મહાનગપાલિકા પોતાના ખર્ચે અને સંપૂર્ણ જવાબદારી હેઠળ હાથ ધરશે‎:નેશનલ હાઈવે -51ના 16.2 કિમીના માર્ગના વિકાસને મંજૂરી, દૂધરેજ ગામ સુધીનો રસ્તો આઈકોનિક રોડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment