Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહાનગપાલિકા પોતાના ખર્ચે અને સંપૂર્ણ જવાબદારી હેઠળ હાથ ધરશે‎:નેશનલ હાઈવે -51ના 16.2 કિમીના માર્ગના વિકાસને મંજૂરી, દૂધરેજ ગામ સુધીનો રસ્તો આઈકોનિક રોડ

    1 day ago

    સુરેન્દ્રનગર-વઢવાણ શહેરમાંથી પસાર થતા નેશનલ હાઇવે-51ના 16.2 કિમીના સિટી સ્ટ્રેચના વિકાસ, સુધારા અને જાળવણીની કામગીરી હવે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કરી શકશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા આ માટે મંજૂરી આપવામાં આવતાં શહેરના મુખ્ય માર્ગના વિકાસનો માર્ગ મોકળો બન્યો છે. આથી ગેબનશાપીર સર્કલ ટાવર થઈને દૂધરેજ ગામ સુધીનો રસ્તો આઈકોનિક રોડ તરીકે વિકસાવવા આયોજન કરશે. રાજકોટ સ્થિત નેશનલ હાઇવે વિભાગના કાર્યપાલક ઇજનેરે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને રસ્તો સોંપવા લેખિત જાણ કરી છે. નાયબ મુખ્ય દંડક જગદીશભાઇ મકવાણાના પ્રયત્નથી એનએચ-51ના કિમી 16.2 સુધીના શહેર વિસ્તારના માર્ગના વિકાસ અને જાળવણીની કામગીરી માટે સંમતિ આપી છે. આ કામગીરી મહાનગરપાલિકા પોતાના ખર્ચે અને સંપૂર્ણ જવાબદારી હેઠળ હાથ ધરશે. મંજૂરી સાથે કેટલીક શરતો પણ નક્કી કરવામાં આવી છે. માર્ગના વિકાસ દરમિયાન ભારતીય માર્ગના ધોરણો, સલામતી અને અન્ય તમામ ટેકનિકલ નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. ઉપરાંત કામગીરીની ગુણવત્તા, માર્ગની જાળવણી અને સલામતીની જવાબદારી પણ મહાનગરપાલિકાની રહેશે. ભવિષ્યમાં શહેર બહાર બની રહેલો બાયપાસ ટ્રાફિક માટે કાર્યરત થયા બાદ અને જરૂરી વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ હાલના શહેર માર્ગના હસ્તાંતરણ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ અંગે હેરમાં કયવંતસિહે જણાવ્યું કે, આ મંજૂરી માત્ર રોડના વિકાસ અને જાળવણી પૂરતી મર્યાદિત છે. એનએચ-51ની જમીન, મિલકત કે વહીવટી અધિકાર મહાનગરપાલિકાને સોંપવામાં આવ્યા નથી. શહેર બહારનો પ્રસ્તાવિત બાયપાસ પૂર્ણ થઈ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયા બાદ અને તમામ હસ્તાંતરણની પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ હાલના શહેર માર્ગને ડી-નોટિફાઈ અથવા ટ્રાન્સફર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મેઈન્ટેનન્સ બાદ જ હસ્તાંતરણ સંભવ ઘણા વર્ષોથી આ રસ્તાનું મેઈન્ટેનન્સ થયું નથી. મેઈન્ટેનન્સ બાદ જ હસ્તાંતરણ સંભવ થશે. હાલ રસ્તો રિપેર કરીને ડીવાઇડર નવા બનાવવા પડે તેમ છે અને તે માટેનો કરોડો રૂપિયાનો ખર્ચ રાજ્ય સરકાર આપશે કે મનપા કરશે તે નક્કી થયા બાદ જ રસ્તો મનપાને સોંપાશે. પહોળા રસ્તા, રોડ માર્કિંગ, એલઇડી સ્ટ્રીટલાઇટોની સુવિધા આઇકોનિક રોડ તરીકેના આ માર્ગમાં આકર્ષક લેન્ડસ્કેપિંગ, પહોળા રસ્તા, રોડ માર્કિંગ અને મોર્ડન એલઇડી સ્ટ્રીટલાઇટોથી સજ્જ કરવામાં આવશે. પદયાત્રીઓ માટે ફૂટપાથ અને અનુકૂળતા મુજબ સાયકલ ટ્રેક બનાવવામાં આવશે. પર્યાવરણ અને શહેરની સુંદરતા વધારવા માટે વૃક્ષારોપણ, ગ્રીનરી, બેસવાની વ્યવસ્થા અને બસ સ્ટોપ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાશે. અંડરગ્રાઉન્ડ વાયરિંગ અને પાર્કિંગ બનશે જેથી રસ્તા પરની દુકાનો કોમ્પલેક્ષના ભાવ વધશે.
    Click here to Read More
    Previous Article
    દર વર્ષે 10000 મૂર્તિના વેચાણથી 25 લાખ સુધીની આવક:થાનગઢના કારીગરોએ તૈયાર કરેલી દશામાની મૂર્તિ જિલ્લાભરમાં પૂજનમાં ઉપયોગમાં લેવાય છે‎
    Next Article
    53 સટોડિયાના નામ ખૂલ્યા:રૂ. 86,600 રોકડા, લેપટોપ જપ્ત, મુખ્ય આરોપી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment