Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વહેલી તકે આ માર્ગનું યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી માગ‎:ગીદવાની માર્ગ પર ખાડાઓનું સામ્રાજ્ય વરસાદી પાણી ભરાતાં ગંદકીમાં વધારો

    1 day ago

    ગોધરા શહેરના શહેરા ભાગોળથી ગીદવાની માર્ગ તેમજ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડને જોડતા મુખ્ય રસ્તાની હાલત અત્યંત બિસમાર બની ગઈ છે. ચોમાસાના કારણે ડામર રોડ સંપૂર્ણ ધોવાઈ જતાં ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયા છે. જેમાં વરસાદી પાણી ભરાઈ રહેતાં સમગ્ર વિસ્તારમાં ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે.ખાડાઓને કારણે સ્થાનિક વેપારીઓ તેમજ વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવાની ફરજ પડી રહી છે. જિલ્લાનું મુખ્ય વેપારી મથક હોવાથી આ માર્ગ પર આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારો લોકો રોજિંદી ખરીદી માટે આવે છે. પરંતુ, બસ, ઓટો રિક્ષા અને દ્વિચક્રી વાહનો માટે અહીંથી પસાર થવું જોખમી બન્યું છે. ખાડાઓને કારણે અવારનવાર વાહનો ખોટકાવવાના તેમજ અકસ્માત સર્જાવાના બનાવો બની રહ્યા છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ, ધંધા-રોજગાર પર માઠી અસર પહોંચવા સાથે ગંદકીના કારણે રોગચાળો ફેલાવાનો ભય ઊભો થયો છે. તંત્ર દ્વારા વહેલી તકે આ માર્ગનું યોગ્ય સમારકામ (પેચવર્ક) કરવામાં આવે તેવી સ્થાનિકો અને વાહનચાલકોમાં તીવ્ર માંગ ઊઠી છે.
    Click here to Read More
    Previous Article
    પંજાબી સબ્જી, પિત્ઝા, સેન્ડવીચના ભાવમાં તોતિંગ વધારો આવશે:એનાલોગ પનીર પર પ્રતિબંધથી રસોડાથી લઈને રેસ્ટોરન્ટને અસર, દૂધની માગમાં પણ ઉછાળો
    Next Article
    આર્ટસ કોલેજ કરતાં મેળાનું મેદાન અડધું:14 હજાર‎સ્ક્વેર ફૂટના મેદાનમાં માત્ર 13 રાઇડ્સ લાગી શકશે‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment