Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    UKમાં વર્ક પરમિટના નામે 33 લોકોને 3 કરોડમાં નવડાવ્યા:ગાંધીનગરમાં બે કબૂતરબાઝ એજન્ટો દ્વારા વિદેશમાં નોકરીની લાલચ આપી છેતરપિંડી, એકની ધરપકડ

    4 days ago

    ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં વિદેશ જવા ઈચ્છતા યુવાનો સાથે કરોડોની ઠગાઈનો વધુ એક કિસ્સો નોંધાયો છે. બે ભેજાબાજ એજન્ટોએ યુકેમાં વર્ક પરમિટ અને નોકરી અપાવવાની લાલચ આપી 33 લોકો પાસેથી કુલ ₹3.35 કરોડથી વધુની રકમ પડાવી લીધી હતી. આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓએ યુકેમાં વર્ક પરમિટની વાત કરી હતી સરગાસણ વિસ્તારમાં 'એર ઇમીગ્રેશન' નામની વિઝા કન્સલ્ટન્સી ચલાવતા વિપુલ શ્રીમાળીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ 2022માં તેમનો પરિચય કોબાના દિનેશ ડાહ્યાભાઇ પટેલ (SSE GROUP-GUJARAT) સાથે થયો હતો. જૂન 2025માં દિનેશે તેના મિત્ર અને અમદાવાદના રહેવાસી દર્શક વિઠ્ઠલભાઇ સોજીત્રા સાથે મુલાકાત કરાવી હતી. આ બંનેએ વિપુલભાઈને વિશ્વાસ આપ્યો હતો કે તેઓ યુકેમાં વેરહાઉસ અને હેલ્થ કેર સેક્ટરમાં વર્ક પરમિટ અપાવી દેશે. કંપનીઓના નકલી 'કોશલેટર' વોટ્સએપ પર મોકલ્યા જુલાઈ 2025થી વિપુલભાઈએ પોતાના 33 ગ્રાહકોના ડોક્યુમેન્ટ્સ અને નાણાં આ એજન્ટોને આપવાનું શરૂ કર્યું. જેમાં દર્શક સોજીત્રાને ₹1.60 કરોડ અને દિનેશ પટેલને ₹1.74 કરોડ મળી કુલ ₹3.35 કરોડ ચૂકવ્યા હતા. વિઝામાં વિલંબ થતા એજન્ટોએ વિશ્વાસ જીતવા માટે યુકેની પ્રતિષ્ઠિત કેર ગ્રુપ કંપનીઓના નકલી 'કોશલેટર' (CoS letters) વોટ્સએપ પર મોકલ્યા હતા. વિપુલભાઈએ જ્યારે સંબંધિત વિદેશી કંપનીઓને ઈમેઈલ કરી પૂછપરછ કરી, ત્યારે જાણવા મળ્યું કે આ તમામ લેટર્સ નકલી હતા અને કંપનીઓએ આવા કોઈ લેટર ઈસ્યુ કર્યા નહોતા. પોલીસે આરોપી દિનેશ પટેલને ઝડપી લીધો છેતરપિંડીનો ભાંડો ફૂટ્યા બાદ દર્શક સોજીત્રાએ પૈસા પાછા આપવાની ના પાડી ધમકી આપી હતી. ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી આરોપી દિનેશ પટેલને ઝડપી લીધો છે, જ્યારે અન્ય એક આરોપીની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠામાં વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી:જાગૃતિ માટે રેલી, જૂથ મીટિંગ અને ઘરે ઘરે પ્રચાર કરાયો
    Next Article
    અકસ્માત બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ ડમ્પર ફૂંકી માર્યું:વંથલીના કણજડીમાં બેફામ ખનીજ ચોરીના આક્ષેપ; અધિકારીઓ ફરિયાદીના નામ લીઝ ધારકોને આપી દેતા હોવાની ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment