Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અકસ્માત બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ ડમ્પર ફૂંકી માર્યું:વંથલીના કણજડીમાં બેફામ ખનીજ ચોરીના આક્ષેપ; અધિકારીઓ ફરિયાદીના નામ લીઝ ધારકોને આપી દેતા હોવાની ફરિયાદ

    2 days ago

    વંથલી પંથકમાં ખાણ-ખનીજ વિભાગ અને પોલીસ તંત્રની મિલીભગતથી બેફામ ખનીજ ચોરીનો કાળો કારોબાર ધમધમી રહ્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. આ વિસ્તારના ગ્રામ્ય માર્ગો પર દિવસ-રાત પૂરપાટ ઝડપે અને ક્ષમતા કરતા બમણા ઓવરલોડ વજન સાથે દોડતા ડમ્પરો હવે નિર્દોષ લોકો માટે કાળ સાબિત થઈ રહ્યા છે. આજે (25 એપ્રિલ) વંથલીના કણજડી ગામે પિયુષ નામના એક આશાસ્પદ યુવાનને બેફામ દોડતા ડમ્પરચાલકે અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે ગ્રામજનોનો વર્ષોથી દબાયેલો આક્રોશ ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ અકસ્માત સર્જનાર ડમ્પરને આગ ચાંપી દીધી હતી, જ્યારે અન્ય ત્રણ ડમ્પરોના કાચ ફોડી નાખી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. અધિકારીઓની ખનીજ માફિયાઓ સાથે ભાગેદારીના આક્ષેપ આ સમગ્ર મામલે ગ્રામજનોએ તંત્રની પોલ ખોલતા ગંભીર આક્ષેપો કર્યા છે. કણજડી ગામના રહીશ વિજય મૈતરરે જણાવ્યું હતું કે, જ્યારે પણ કોઈ જાગૃત નાગરિક વંથલીના પ્રાંત અધિકારી કે અન્ય જવાબદાર અધિકારીઓ પાસે ગેરકાયદેસર ખનીજ ચોરી કે ઓવરલોડ વાહનો બાબતે રજૂઆત કરવા જાય, ત્યારે અધિકારીઓ પ્રજાના સેવક બનવાને બદલે ભૂમાફિયાઓના ભાગીદાર હોય તેમ વર્તે છે. વધુમાં તેમણે આક્ષેપ કર્યો કે, અધિકારીઓ ફરિયાદ કરનાર અરજદારના મોબાઈલ નંબર અને વિગતો ગેરકાયદેસર ખનન કરતા લીઝધારકોને આપી દે છે. ત્યારબાદ આ ભૂમાફિયાઓ સીધો અરજદારને ફોન કરી 'તમને શું તકલીફ છે?' તેમ કહી ધમકીઓ આપે છે. આવી સ્થિતિમાં હવે સામાન્ય જનતા માટે ન્યાય માંગવો પણ જીવનું જોખમ બની ગયું છે. સરપંચની રજૂઆતને પણ તંત્રએ ગણકારી નહીં સ્થાનિક અગ્રણી ભીમાભાઈ ઝાલાએ તંત્ર પર પ્રહાર કરતા કહ્યું કે, "ખનીજ વિભાગ અને પોલીસની હપ્તાખોરીને કારણે આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ રહ્યું નથી. 50 ટનની ક્ષમતા ધરાવતા વાહનોમાં 90 ટન સુધીનો માલ ભરીને દોડાવવામાં આવે છે, જેના કારણે કરોડોના ખર્ચે બનેલા રસ્તાઓ ગણતરીના દિવસોમાં જ બિસ્માર બની જાય છે." તેમણે ઉમેર્યું કે, જો સરપંચ પણ રજૂઆત કરે તો અધિકારીઓ તેમને જ 'ગાડીઓ પકડી રાખવા' કહી પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે. ચક્કાજામ થતા જ તંત્ર દોડતું થયું અકસ્માતની ઘટના બાદ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ગ્રામજનોએ રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. ઘટનાની જાણ થતા જ જૂનાગઢ ડીવાયએસપી રવિરાજસિંહ પરમાર સહિતનો પોલીસ કાફલો અને ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. જોકે, ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે, જો હવે પછી આ રસ્તા પરથી ગેરકાયદેસર કે ઓવરલોડ વાહનો પસાર થશે, તો આખું ગામ કાયમી ધોરણે રસ્તા પર ઉતરી આવશે અને ઉગ્ર આંદોલન કરશે. હાલ પોલીસે મામલો થાળે પાડ્યો છે, પરંતુ અધિકારીઓ અને ભૂમાફિયાઓના ગઠબંધને વહીવટી તંત્રની વિશ્વસનીયતા પર મોટા સવાલો ઊભા કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    UKમાં વર્ક પરમિટના નામે 33 લોકોને 3 કરોડમાં નવડાવ્યા:ગાંધીનગરમાં બે કબૂતરબાઝ એજન્ટો દ્વારા વિદેશમાં નોકરીની લાલચ આપી છેતરપિંડી, એકની ધરપકડ
    Next Article
    Surat Crime News | સુરતમાં પોલીસે છેડતીના આરોપીનું કાઢ્યું સરઘસ | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment