Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી:જાગૃતિ માટે રેલી, જૂથ મીટિંગ અને ઘરે ઘરે પ્રચાર કરાયો

    4 days ago

    સાબરકાંઠા જિલ્લામાં ૨૫ એપ્રિલે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીનો મુખ્ય હેતુ મેલેરિયા રોગના અટકાયત વિશે જાગૃતિ ફેલાવવાનો અને તેમાં લોકભાગીદારી વધારવાનો હતો. જિલ્લા વિકાસ અધિકારી એચ.એમ. વોરા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજ સુતરીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના વિસ્તારોમાં આ દિવસની ઉજવણી થઈ. આરોગ્ય સ્ટાફ દ્વારા રેલીઓ, જૂથ મીટિંગો, સૂત્રોચ્ચાર, પ્રદર્શનો અને ઘરે ઘરે જઈને લોકોને મેલેરિયાના ફેલાવા, લક્ષણો, નિદાન, અટકાયતી પગલાં અને સરકાર દ્વારા અપાતી મફત સારવાર વિશે માહિતગાર કરાયા હતા. જિલ્લા મેલેરિયા અધિકારી ડો. પ્રવિણકુમાર અસારીએ જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં મેલેરિયાના કેસોમાં સતત ઘટાડો નોંધાયો છે. ચાલુ વર્ષે પણ કેસોમાં વધારો ન થાય તે માટે સઘન સર્વેલન્સ, પોરાનાશક કામગીરી અને જોખમી વિસ્તારોમાં દવા છંટકાવનું આયોજન કરવામાં આવ્યું છે. સાબરકાંઠા મેલેરિયા શાખા દ્વારા જિલ્લાના તમામ લોકોને મચ્છરની સંખ્યા ન વધે તે માટે ઘરમાં અને આસપાસ પાણીનો ભરાવો ન થવા દેવા અપીલ કરાઈ છે. લોકોને અઠવાડિયામાં એક દિવસ 'ડ્રાય ડે' તરીકે ઉજવવા, પાણી ભરવાના તમામ પાત્રો ઘસીને ધોઈને ઢાંકીને રાખવા અને બિનજરૂરી પાત્રો દૂર કરવા પણ જણાવાયું છે. તાવ જણાય તો નજીકના સરકારી દવાખાનામાં લેબોરેટરી કરાવ્યા બાદ જ સારવાર લેવા પણ અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર જિલ્લામાં EVM મતદાન મથકોએ રવાના:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે તંત્ર દ્વારા ફાળવણી કાર્ય પૂર્ણ
    Next Article
    UKમાં વર્ક પરમિટના નામે 33 લોકોને 3 કરોડમાં નવડાવ્યા:ગાંધીનગરમાં બે કબૂતરબાઝ એજન્ટો દ્વારા વિદેશમાં નોકરીની લાલચ આપી છેતરપિંડી, એકની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment