Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    UGCની નવી ગાઈડલાઈન:હવે 12 મિનિટની દોડ, પુશ-અપ જેવી શારીરિક કસોટીના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે

    5 days ago

    યુજીસીએ કોલેજો કે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિક્ષણની સાથે શારીરિક શિક્ષણને અનિવાર્ય બનાવવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. એનઈપી-2020ને ધ્યાનમાં રાખીને લાગુ કરાયેલી માર્ગદર્શિકા મુજબ દરેક યુનિવર્સિટી-કોલેજોમાં.હવે 12 મિનિટની દોડ, પુશ-અપ્સ, સિટ અપ્સ જેવી શારીરિક કસોટીમાં દેખાવના આધારે જ વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક સત્રથી પ્રવેશ અપાશે. યુજીસીના જણાવ્યાં પ્રમાણે શારીરિક પ્રવૃત્તિને મૂલ્યાંકન પદ્ધતિ સાથે જોડી દેવાશે. સહન શક્તિ અને સંકલન ક્ષમતાના આધારે વિદ્યાર્થીની લાયકાત ગણાશે. વિદ્યાર્થીઓને શારીરિક પ્રવૃત્તિઓ કરવી જ પડશે ‘અત્યાર સુધી કોલેજોમાં રમતવીર વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સ સુધી સીમિત હતા. યુજીસીની ગાઈડલાઈનના પગલે સૌ પ્રથમવાર કોલેજોમાં સ્વાસ્થ્ય વર્ધક રમતો રમાડાશે. પરિણામે દરેક વિદ્યાર્થીઓને શારીરિક પ્રવૃત્તિઓ કરવી પડશે. શું છે ‘કૂપર ટેસ્ટ’ અને શિક્ષણમાં તેનું મહત્ત્વ? 12 મિનિટની દોડ પાછળ વૈજ્ઞાનિક અભિગમ છે. ડો. કેનેથ કૂપરે 1968માં અમેરિકન આર્મી માટે આ ટેસ્ટ તૈયાર કરી હતી. તે ફેફસાં દ્વારા ઓક્સિજન લેવાની મહત્તમ ક્ષમતા માપે છે. એન્ડોર્ફિન હોર્મોન્સ મુક્ત થતા યાદશક્તિ વધારે છે. આદેશને પગલે સંતુલિત વ્યક્તિત્વનું નિર્માણ થશે હાલમાં વિવિધ કોલેજોમાં અભ્યા કરતા વિદ્યાર્થીઓની ફિઝિકલ એક્ટિવિટિસનુ પ્રમાણ ઓછુ છે, મોટાભાગે બાળકો એસી રુમમાં બેસીને અભ્યાસ કરે છે.આવી પરિસ્થિતિમાં યુજીસીની ગાઈડ લાઈન મુજબ જો કોલેજોમાં વિવિઝ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટિસ થશે તો સ્વભાવિક રીતે તેમના સંતુલિત વ્યક્તિત્વનુ નિર્માણ થશે. સર્વાંગીણ વિકાસ થશે. યુજીસીની ગાઈડ લાઈનનો નિયત ધારાધોરણ મુજબ અમલ કરાશે.’> ડો નીરજા ગુપ્તા, કુલપતિ, ગુજરાત યુનિવર્સિટી 12 મિનિટની ફિટનેસ ફોર્મ્યુલા શું છે?
    Click here to Read More
    Previous Article
    મંડે પોઝિટીવ:રાંચરડાના હનુમાનજી મંદિરમાં 3 રામરોટી સેવારથ, રોજ 500 લોકોને પ્રસાદ વિતરણ
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:ઈન્ફેક્શનને રોકવા માટે જીટીયુના 3 પ્રોફેસર સ્માર્ટ ડિવાઈસ તૈયાર કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment