Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડે પોઝિટીવ:રાંચરડાના હનુમાનજી મંદિરમાં 3 રામરોટી સેવારથ, રોજ 500 લોકોને પ્રસાદ વિતરણ

    5 days ago

    જમણા હાથે દાન આપીએ તો ડાબા હાથને પણ ખબર ન પડવી જોઈએ. દાન આપવાની આ યોગ્ય પદ્ધતિ છે અને આ જ રીતને રાંચરડામાં આવેલું સંકટમોચન મહાવીર હનુમાન મંદિરે આત્મસાત્ કરી છે. મંદિર દ્વારા સેવાકાર્યો કરાય છે પરંતુ તેમાં ક્યાંય દાતા તરીકે મંદિરના સંચાલકો પોતાનું નામ સુધ્ધાં આપતા નથી. એટલું જ નહીં, નામનો આગ્રહ રાખનારા દાતાઓનું દાન પણ સ્વીકારાતું નથી. મંદિરના સંચાલક ડૉ. પ્રવીણ ગર્ગનું કહેવું છે કે મહાબલિ હનુમાનજીના પ્રગટ અવતાર સમા નીમ કરોલી બાબાની પ્રેરણાથી આ મંદિરની સ્થાપના કરાઈ છે એટલે તેમના જ આદર્શોને ધ્યાનમાં રાખીને દાન અને સેવાાર્યોની સરવાણી વહાવાઈ રહી છે. સંકટમોચન મહાવીર હનુમાન મંદિર દ્વારા દૈનિક 500 પરિવારને સવારે અને સાંજે ભોજનપ્રસાદનું વિતરણ કરાય છે. આ માટે 3 રામરોટી સેવારથ શહેરમાં ફેરવવામાં આવે છે. ભોજનપ્રસાદના વિતરણમાં પણ કોઈ શ્રમિક કે ગરીબ પરિવારો પરવશ ન થઈ જાય તેનું ધ્યાન રખાય છે. આ માટે ત્રણેય રથ વિવિધ વિસ્તારોમાં ફેરવવામાં આવે છે. ભોજનની સાથેસાથે ગરીબ બાળકોને કપડાં, સ્ટેશનરી, રમકડાં અને જીવનોપયોગી વસ્તુઓ અપાય છે અને વયસ્કોને વાસણ, કરિયાણાનું પણ વિતરણ કરાય છે. અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. 1 વર્ષથી દર રવિવારે સુંદરકાંડના પાઠ થાય છે મંદિરમાં 1 વર્ષથી દર રવિવારે સુંદરકાંડના પાઠ કરવામાં આવે છે. ઉપરાંત નિયમિત રીતે હનુમાન ચાલીસાના પાઠ થાય છે. સાથેસાથે વિવિધ ધાર્મિક તથા રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી પણ કરવામાં આવે છે. આ સિવાય પ્રક્ષાચક્ષુ વિદ્યાર્થીઓ પણ મંદિરમાં આવીને ભજન-કીર્તન કરે છે. વૃદ્ધાશ્રમના વડીલોને પણ મંદિરમાં બોલાવીને સેવા કરવામાં આવે છે. મંદિરમાં દર બુધવાર અને રવિવારે મેડિકલ ચેક-અપ કરવા સાથે ઉપયોગી દવાનું વિતરણ પણ થાય છે. હનુમાનજીની વિશ્રામ મુદ્રામાં પ્રતિમા 2024ની 25 ઑગસ્ટે રાંચરડામાં આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરાઈ હતી. મંદિરની વિશેષતા એ છે કે અહીં હનુમાન દાદાની 6 ફૂટ લાંબી અને 4 ફૂટ પહોળી 1.5 ટન વજનની વિશ્રામ મુદ્રામાં પ્રતિમા છે. પાતાળલોકમાં હનુમાનજીએ રાવણના ભાઈ અહીરાવણનો વધ કરીને પ્રભુ શ્રીરામ અને લક્ષ્મણજીને બંધનમાંથી મુક્ત કરાવ્યા પછી વિશ્રામ કર્યો હતો. સાથે હનુમાનજીના પુત્ર મકરધ્વજની પ્રતિમા પણ મૂકવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ:કચ્છમાં બેન્કોની તિજોરી છલકાઈ છતાં પણ ધિરાણમાં કંજૂસી
    Next Article
    UGCની નવી ગાઈડલાઈન:હવે 12 મિનિટની દોડ, પુશ-અપ જેવી શારીરિક કસોટીના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment