Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ:કચ્છમાં બેન્કોની તિજોરી છલકાઈ છતાં પણ ધિરાણમાં કંજૂસી

    5 days ago

    તાજેતરમાં રાજ્યની વિધાનસભામાં રજૂ થયેલા સામાજિક-આર્થિક સમીક્ષા રિપોર્ટ અને ‘સ્ટેટ લેવલ બેન્કિંગ કમિટી’ (એસએલબીસી) ના સપ્ટેમ્બર 2025 સુધીના આંકડાઓએ કચ્છ જિલ્લાની બેન્કિંગ વ્યવસ્થાનું એક અત્યંત રોચક અને આશ્ચર્યજનક ચિત્ર રજૂ કર્યું છે. ગુજરાતના તમામ 33 જિલ્લાઓની કોમર્શિયલ બેન્કોની કામગીરીનું વિશ્લેષણ કરતા સ્પષ્ટ થાય છે કે, કચ્છના લોકોએ બેંકોમાં બચત અને થાપણોના ઢગલા કરી દીધા છે, પરંતુ તેની સામે સ્થાનિક સ્તરે વેપાર-ઉદ્યોગ કે વ્યક્તિગત જરૂરિયાતો માટે લોન (ધિરાણ) આપવામાં બેંકો ઘણી જ ઉદાસીન અને કંજૂસ સાબિત થઈ રહી છે. 432 બેન્ક શાખાઓ સાથે કચ્છ ગુજરાતમાં 6ઠ્ઠા ક્રમે છે. જિલ્લાની આર્થિક સદ્ધરતાનો સૌથી મોટો પુરાવો એ છે કે 63,569 કરોડ રૂપિયાની માતબર થાપણો સાથે કચ્છ રાજ્યમાં 5મા ક્રમે આવે છે (અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ પછી). NRI ભંડોળ અને સ્થાનિક બચતના કારણે કચ્છના લોકોની બેંકોમાં બચત કરવાની ક્ષમતા અત્યંત મજબૂત છે. 35,191 કરોડ રૂપિયાના ધિરાણ સાથે કચ્છ આ બાબતમાં પણ રાજ્યમાં 5મા ક્રમે છે. 5 વર્ષના કચ્છના થાપણ-ધિરાણના લેખાં જોખાં થાપણ-ધિરાણના રેશિયાની ધીમી ગતિ સૌથી મોટી ચિંતા - નીચો ક્રેડિટ ડિપોઝિટ રેશિયો આ રિપોર્ટનું સૌથી આશ્ચર્યજનક પાસું ક્રેડિટ ડિપોઝિટ રેશિયો છે. ગુજરાત રાજ્યનો સરેરાશ ક્રેડિટ ડિપોઝિટ રેશિયો 90.36% છે, જેની સરખામણીમાં કચ્છનો રેશિયો માત્ર 55.36% છે. આનો સીધો અર્થ એ છે કે, કચ્છની બેંકોમાં જમા થતા દર 100 રૂપિયા સામે બેંકો માત્ર 55 રૂપિયા આસપાસ જ ધિરાણ (લોન) પેટે આપે છે. આ દર્શાવે છે કે બેંકો પાસે પુષ્કળ ભંડોળ જમા થાય છે, પરંતુ તે ભંડોળનો ઉપયોગ સ્થાનિક વિકાસ કે ધિરાણ માટે પૂરતા પ્રમાણમાં થઈ રહ્યો નથી. કચ્છ કરતાં માત્ર 7 જિલ્લાઓનો ખેડા, તાપી, ગાંધીનગર, આણંદ, નવસારી, પોરબંદર અને ડાંગ સીડી રેશિયો ઓછો છે. સૌથી વધુ સીડી રેશિયોથી લઈને સૌથી ઓછા રેશિયોની ગણતરી કરતા, કચ્છ રાજ્યના કુલ ૩૩ જિલ્લાઓમાં 26th ક્રમે આવે છે.
    Click here to Read More
    Previous Article
    ઉનાળુ વેકેશનને લઈને રેલવે તંત્રનો નિર્ણય:અમદાવાદ માટે 20 ટ્રેનમાં એક થર્ડ એસી કોચ ઉમેરાશે; 11 સ્પેશિયલ ટ્રેનના ફેરા પણ લંબાવ્યા
    Next Article
    મંડે પોઝિટીવ:રાંચરડાના હનુમાનજી મંદિરમાં 3 રામરોટી સેવારથ, રોજ 500 લોકોને પ્રસાદ વિતરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment