Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉનાળુ વેકેશનને લઈને રેલવે તંત્રનો નિર્ણય:અમદાવાદ માટે 20 ટ્રેનમાં એક થર્ડ એસી કોચ ઉમેરાશે; 11 સ્પેશિયલ ટ્રેનના ફેરા પણ લંબાવ્યા

    5 days ago

    રેલવેએ આગામી ઉનાળુ સિઝન અને મુસાફરોની સતત વધતી ભીડને ધ્યાનમાં રાખીને અમદાવાદ, સાબરમતી અને ગાંધીધામથી ઉપડતી 20 જેટલી મહત્વની ટ્રેનોમાં કાયમી ધોરણે એક-એક વધારાનો થર્ડ એસી કોચ જોડવાની જાહેરાત કરી છે. આ તમામ કોચ જોડાતા લગભગ 1500થી વધુ પેસેન્જરોને ફાયદો મળશે. વેકેશનમાં વતન જનારા મુસાફરોની સુવિધા માટે રેલવે દ્વારા 11 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા જુલાઈ સુધી લંબાવવામાં આવ્યા છે. રેલવે અધિકારીએ જણાવ્યું કે, સામાન્ય રીતે એક થર્ડ એસી કોચમાં 72થી 80 બેઠકો હોય છે. રેલવે દ્વારા 20 ટ્રેનોમાં એક વધારાનો કોચ જોડવામાં આવતા, દરેક ટ્રેનના ફેરા દીઠ 72થી 80 મુસાફરોનો વધારો થશે. જેથી હજારો મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળવાની શક્યતા વધી જશે. અમદાવાદથી પ્રયાગરાજ, વારાણસી, પટના અને કટરા લાંબા અંતરની ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટ લાંબુ હોવાથી વધારાના કોચ આશીર્વાદરૂપ સાબિત થશે. મેથી આ 20 ટ્રેનોમાં વધારાના થર્ડ એસી કોચ જોડાશે 11 જોડી સ્પેશિયલ ટ્રેનો હવે જુલાઈ સુધી દોડશે 11 જોડી સ્પેશિયલ ટ્રેનોના સમયમાં વધારો કરાયો છે. જેમાં બાંદ્રા-ભાવનગર, બાંદ્રા-ભુજ, બાંદ્રા-ગાંધીધામ, બાંદ્રા-વેરાવળ, ભાવનગર-ગાંધીગ્રામ અને ગાંધીગ્રામથી બોટાદ વચ્ચે દોડતી સ્પેશિયલ ટ્રેનોનો સમાવેશ થાય છે. આ ટ્રેનો હવે જુલાઈના અંત સુધી દોડાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ડ્રાઇવિગ ટેસ્ટનું પરિણામ:4 વર્ષમાં 51231 મહિલા અને 34142 પુરુષ ડ્રાઈવ ટેસ્ટમાં ફેલ
    Next Article
    ભાસ્કર વિશેષ:કચ્છમાં બેન્કોની તિજોરી છલકાઈ છતાં પણ ધિરાણમાં કંજૂસી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment