Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નંબર પ્લેટ વગરના ડિટેઇન કરાયેલા 3 વાહનો ચોરાઉ હોવાનું ખુલ્યું:રાજકોટમાં મિત્રને મળવા જતા સમયે બાઈક સ્લીપ થતાં ત્રણ બહેનોના એકના એક ભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું

    9 hours ago

    મોરબી રોડ પર આવેલ ફાટક પાસે રાધિકા પાર્કમાં રહેતા અને કડિયાકામની મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા દિપેશભાઈ મનહરભાઈ અજાગીયા નામના પ્રૌઢ પોતાનું બાઈક લઈ કોઠારીયા રોડ પર રહેતા મિત્રને મળવા જઈ રહ્યા હતા દરમિયાન મોરબી રોડ પર વેલનાથપરાના પુલ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેના કારણે તેઓ બાઈક પરથી પટકાતા માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી ઈજાગ્રસ્ત પ્રૌઢને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં મોડી રાત્રે ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના અંગે બી-ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મૃતક દિપેશભાઈ પરિવારનો મુખ્ય આધારસ્તંભ હતા અને તેઓ ત્રણ બહેનોના એકમાત્ર ભાઈ હતા ભાઇ-બહેનના પવિત્ર તહેવાર પૂર્વે ભાઈનું મોત થતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. અંજારમાંથી બાઈક ચોરી કરનાર રાજકોટનો યુવાન ઝડપાયો અંજારમાં થયેલ બાઇક ચોરીનો ભેદ ઉકેલી LCB ઝોન 2 ટિમ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ શહેર ઝોન 2 LCB ટિમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન તેઓને ચોક્કસ બાતમી મળી હતી કે હનુમાન મઢી ચોકમાં એક શખ્સ ચોરાઉ બાઈક સાથે ઉભો છે જેથી સ્થળ પર પહોંચી પોલીસે શખ્સને તેનું નામ પૂછતાં દિનેશ ઉર્ફે નીતિન જમણપરીયા (ઉ.વ.20) જણાવ્યું હતું જેની પાસે રહેલ હોન સ્પ્લેન્ડર અંગે જરૂરી કાગળો માંગતા પોટ ગલ્લાંતલ્લાં કરવા લાગતા તેને પોલીસ સ્ટેશન લાવી પૂછતાછ કરતા આ વાહન અંજાર ખાતેથી વર્ષ 2025માં ચોરી કર્યા અંગે કબૂલાત આપી હતી. હાલ પોલીસે આરોપી દિનેશ ઉર્ફે નીતિનની ધરપકડ કરી 20,000 કિંમતનું ચોરાઉ બાઈક કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. નંબર પ્લેટ વગરના ડિટેઇન કરાયેલા 3 વાહનો ચોરાઉ હોવાનું આવ્યું સામે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સતત છેલ્લા એક મહિનાથી નંબર પ્લેટ વગરના વાહનો ડિટેઇન કરવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેમાં તાજેતરમાં 3 એક્ટિવા મોટર સાયકલ ડિટેઇન કર્યા હતા જે કોઈ માલિક પરત લેવા ન આવતા તપાસ દરમિયાન આ ત્રણેય વાહનો ચોરાઉ હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં જીજે.03.પીઈ.7273 નંબરનું એક્ટિવા 03.08.2026ના રોજ ડિટેઇન કરવામાં આવ્યું હતું જે 06.11.2025ના રોજ ચોરી થયું હતું જયારે બીજું એક્ટિવા જીજે.37.પી.0582 06.08.2026ના રોજ ડિટેઇન કરવામાં આવ્યું હતું જે 10.07.2025ના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયું હતું તેમજ જીજે.03.એનજે.0857 28.07.2026ના રોજ ડિટેઇન કરવામાં આવ્યું હતું જે 12.05.2024ના રોજ આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયાનું સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    'Kabir Khan Said Break A Leg': Kartik Aaryan Shares First Update After Knee Surgery
    Next Article
    સુરેન્દ્રનગર ક્રાઈમ અપડેટ:પાટડીમાં 1.76 લાખના મુદ્દામાલ સાથે 1157 બોટલ વિદેશી દારૂ જપ્ત, લીંબડીમાં 6 જુગારી ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment