Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તેરા તુજકો અર્પણ:419 લોકોને 2.30 કરોડની ચોરાયેલી-પડાવી લેવાયેલી મતા પરત અપાઇ

    एक दिन पहले

    પોલીસ દ્વારા ગુનાખોરીનો ભોગ બનનારા નાગરિકોને આર્થિક અને માનસિક રાહત આપવા માટે એક વિશેષ જનહિત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરમાંથી સાયબર ફ્રોડ, વાહન ચોરી, સ્નેચિંગ અને ઘરફોડ ચોરી જેવા વિવિધ ગુનાઓમાં ચોરાયેલા તથા ગુમ થયેલ કુલ રૂ.2.30 કરોડની કિંમતનો મુદ્દામાલ તેના મુળ 419 માલિકને શોધીને પરત સોંપવામાં આવ્યો છે. તા. 23 જુને સાંજે અટલાદરા વિસ્તારમાં આવેલા લક્ષ્મીનારાયણ ક્લબ, ખાતે યોજાયેલા કાર્યક્રમ અંતર્ગત ‘તેરા તુજકો અર્પણ’ મિશન હેઠળ કિંમતી મુદ્દામાલને તેના મુળ માલિકોને પરત કરાયા હતા. પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, વિવિધ ગુનાના મુદ્દામાલ મુળ માલિકને પરત કરાય છે. પોલીસ ખૂબ મહેનત કરે છે અને આરોપી સુધી પહોંચી, મુદ્દામાલ પરત મેળવે છે, પરંતુ મુળ માલિકને તેમની વસ્તુ પરત ન મળે ત્યાં સુધી સંતોષ થતો નથી. વડોદરા પોલીસ નાગરિક કેન્દ્રિત અભિગમથી કામગીરી કરે છે. પોલીસને સાયબર ફ્રોડમાં મોટી સફળતા મળી હતી, રૂ. 2.30 કરોડની રિકવરીમાંથી રૂ.1,50,95,194 સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 173 લોકોને બેંક ખાતામાં પરત અપાવવામાં આવ્યા છે. ત્યારબાદ પોલીસે 211 ચોરાયેલા-ગુમ ફોન રૂ.38.45 લાખના મુળ માલિકને પરત કરાવ્યા હતા. ત્યારબાદ દાગીના પણ પરત કરવામાં આવ્યા હતા. ડિજિટલ એરેસ્ટનો ભોગ બનનાર વૃદ્ધને 25 દિવસમાં 100% રૂપિયા પરત કરાવ્યા કેસ-1 સાયબર ક્રાઈમ એસીપી એમ.એમ.રાજપુતે કહ્યું કે, વૃદ્ધને 538 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સંડોવણી છે કહી ડિજીટલ એરેસ્ટ કરી રૂ.20.61 લાખ પડાવાયા હતા. તેમણે હેલ્પલાઇનનો સંપર્ક કરતાં તપાસમાં શરૂ થઇ હતી. જે ખાતામાં રૂપિયા ગયા તેનું ટ્રેઇલ, બેંક ટ્રાન્ઝેક્શનનું એનાલિલસ કરી 4 ખાતા ફ્રિઝ કરાવા 25 દિવસમાં તમામ રૂપિયા કોર્ટ મારફતે પરત કરાવ્યા છે. ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ભોગ બનનાર મહિલાને એક જ મહિનામાં તમામ રૂપિયા પરત અપાવ્યા કેસ-2 મહિલાને રોકાણથી ઉંચા વળતરની લાલચે ઠગ્યા હતાં. સોશિયલ મીડિયા ગૃપમાં જોડી લાલચ આપી રૂ.8.7 લાખ પડાવી લેવાયા હતા. સાયબર ક્રાઈમમાં ફરિયાદ બાદ પોલીસે સોશિયલ મીડિયા ગૃપ, ફોન નંબર સહિતને રિપોર્ટ કરી એનાલિસિસ કરી રૂપિયા ટ્રાન્સફર થયા તેવા 5 ખાતા શોધી તમામ રકમ ફ્રિઝ કરાવી 30 દિવસમાં 100 ટકા રકમ પરત કરાવી હતી.
    Click here to Read More
    Previous Article
    પુત્રના ફોનથી સર્જાયેલી અપહરણની ગેરસમજે પોલીસ દોડાવી:પિતાનો પોલીસને પુત્રના અપહરણનો કોલ, 3 લેણદાર પોલીસ મથકે જ લઇ જતા મળ્યા
    Next Article
    મહિલાના 10 વર્ષ પૂર્વે છૂટાછેડા થઇ ગયા હતા:પ્રેમીએ લગ્નના વાયદા કરી અન્ય મહિલા સાથે સંબંધ બાંધતાં 2 સંતાનોની માતાનો આપઘાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment