Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલાના 10 વર્ષ પૂર્વે છૂટાછેડા થઇ ગયા હતા:પ્રેમીએ લગ્નના વાયદા કરી અન્ય મહિલા સાથે સંબંધ બાંધતાં 2 સંતાનોની માતાનો આપઘાત

    1 day ago

    ખારીવાવ રોડ પર રહેતી 44 વર્ષીય મહિલાએ તેના ઘરમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. રાવપુરા પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને તપાસ શરૂ કરી હતી. પોલીસને મહિલા પાસેથી એક અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં તેણે પોતાના પ્રેમી વિશે લખ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, મહિલાના પ્રેમીએ તેને દગો આપ્યો હોવાને કારણે આઘાતમાં આ પગલું ભર્યું છે. ખારીવાવ રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા 44 વર્ષીય જ્યોતિબેનના 10 વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા હતા. તેઓ પોતાના દીકરા-દીકરી સાથે રહેતા હતા. હાલમાં તેમની દીકરી તેના મામાના ઘરે ગઈ હતી. મંગળવારે સવારે જ્યોતિબેનના પાડોશીને શંકા જતા તેઓએ પોલીસ કંટ્રોલને અને તેમના નોકરીએ ગયેલા પુત્રને જાણ કરી હતી. ઘરનો દરવાજો અંદરથી બંધ હોવાને કારણે પોલીસ દરવાજો તોડીને ઘરમાં પ્રવેશી હતી. જ્યાં જ્યાતિબેને પંખાના હુક પર ઓઢણી બાંધીને આપઘાત કરી લીધો હતો. પોલીસે મહિલાના મૃતદેહનો કબજે લઈને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. ઘટના સ્થળની તપાસ કરતા મહિલાના પર્સમાંથી એક નાની અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં તેણે તેના પ્રેમીને લઈને કેટલીક વાત કરી હતી. આ ચીઠ્ઠીના આધારે જ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહિલાએ અગાઉ ગર્ભપાત પણ કરાવ્યો હતો તપાસ અધિકારી પીએસઆઈ આર.સી.તડવીએ જણાવ્યું હતું કે, મહિલાના 10 વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા હતા. તે 8 વર્ષથી વિશાલ નામના એક વ્યક્તિ સાથે પ્રેમ સંબંધમાં હતા. તેઓ ઘરે આવતા-જતા હોવાને કારણે મહિલાના પરિવારને વિશાલ વિશે જાણ હતી. વિશાલે મહિલાને લગ્ન કરવાનો વાયદો આપ્યો હતો. જોકે થોડા સમય પહેલા મહિલાને જાણ થઈ હતી કે, તેના કોઈ અન્ય મહિલા સાથે સંબંધ છે. જેથી મહિલાએ તે અન્ય મહિલાને ફોન કરીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, મારો અને વિશાલનો પ્રેમ સંબંધ છે. મહિલાએ 1થી વધુ વાર ગર્ભપાત પણ કરાવ્યો છે. હાલમાં મહિલા પાસેથી મળેલી ચિઠ્ઠી, તેનો ફોન કબજે લઈને તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    તેરા તુજકો અર્પણ:419 લોકોને 2.30 કરોડની ચોરાયેલી-પડાવી લેવાયેલી મતા પરત અપાઇ
    Next Article
    જૂનમાં જ પ્રવેશ પ્રક્રિયા પૂરી થવાના આરે:મ.સ.યુનિ.માં ત્રીજા રાઉન્ડમાં જ 90% બેઠકો ભરાઇ ગઈ, આર્ટ્સ-સાયન્સમાં પ્રવેશ વધ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment