Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બરડા ડુંગરથી 90 કિમી દૂર જામનગરના હડમતીયામાં સિંહણે દેખા દીધી:વનવિભાગને લોકેશન પર સિંહણના પગલાંના નિશાન ન મળ્યાં, સર્ચ ઓપરેશન જારી, નાઈટ પેટ્રોલિંગ કરાશે

    13 hours ago

    જામનગરના હડમતીયાની સીમમાં સવારના સમયે એક સિંહણ દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. સાડા સાત વાગ્યે સિંહણ દેખાઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ગ્રામજનોએ તાત્કાલિક સરપંચ દિવ્યેશ સભાયાને જાણ કરી હતી, જેમણે વન વિભાગને માહિતી આપી. બરડા ડુંગરથી 90 કિમી દૂર સિંહણ દેખાઈ હતી. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ હડમતીયા ગામ પહોંચી હતી. ટીમે સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કરીને સિંહણની શોધખોળ અને તપાસ શરૂ કરી હતી. સિંહણ દેખાયાની જગ્યાની પુષ્ટિ કરી છે. પરંતુ પગલાંના નિશાન મળ્યાં નથી.સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જ્યારે નાઈટ પેટ્રોલિંગ પણ કરાશે. વન વિભાગે સિંહણ દેખાયાની પુષ્ટિ કરી વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે વાયરલ વીડિયોમાં સિંહણ જે લોકેશન પર દેખાઈ રહી છે, તે સ્થળ જામનગરના આ જ વિસ્તારનું છે. જોકે, હજુ સુધી ત્યાંથી સિંહણના પંજાના કે પગલાંના નિશાન (ફૂટમાર્ક) મળી આવ્યા નથી. વન વિભાગના ફોરેસ્ટર વિપુલકુમાર પી.બોપાલિયાએ પરિસ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે, 'વાયરલ વીડિયોમાં જે લોકેશન દર્શાવવામાં આવ્યું છે, ત્યાં વન વિભાગની ટીમે પહોંચીને પ્રાથમિક ચકાસણી કરી છે. વીડિયોમાં દેખાતું પ્રાણી સિંહણ (માદા સિંહ) જ છે તે બાબત સાચી છે. પરંતુ અત્યાર સુધી સ્થળ તપાસ દરમિયાન વન વિભાગને ત્યાંથી કોઈ ફૂટમાર્ક (પગલાંના નિશાન) મળ્યા નથી. હાલ વન વિભાગની ટીમ દ્વારા આસપાસના સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન અને નાઇટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે.' સિંહણ રસ્તો ક્રોસ કરતી હતી વનવિભાગે પણ સ્થળ પર જઈને સિંહણ દેખાયાની વાતને સમર્થન આપ્યું છે. જોકે, તેના ફૂટમાર્ક દેખાયા નથી. આ પહેલાં પણ લગભગ 2 વર્ષ અગાઉ જિલ્લાના જામજોધપુર, લાલપુર અને કાલાવડ તાલુકાના વિસ્તારોમાં સિંહણ જોવા મળી હતી. આજે (15 ઓગસ્ટ) હડમતીયા વિસ્તારમાં દેખાયેલી સિંહણની અંદાજીત ઉંમર 5 વર્ષ માનવામાં આવે છે. તે રસ્તો ક્રોસ કરી રહી હતી ત્યારે કામ પર જતાં લોકોની નજર તેના પર પડી હતી. ડરી ગયેલા લોકોમાંથી એક યુવકે તેનો ડરતાં ડરતાં વીડિયો મોબાઈલમાં કેદ કરી લીધો હતો. બે વિસ્તારમાંથી સિંહણ જામનગર તરફ આવ્યાની શક્યતા જૂનાગઢ અને પોરબંદરના બરડામાં સિંહ વસાવટ કરે છે. જામનગરથી આ બંને જિલ્લાઓનું અંતર 90થી 100 કિમીનું છે. જેથી જામનગર તાલુકાના હડમતીયા ગામ પાસે જે સિંહણે દેખા દીધી છે, તે આ બંનેમાંથી કોઈ એક વિસ્તારમાંથી અહીં પહોંચી હોવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો:LCBએ 2 આરોપીઓને ઝડપી રૂ. 2.63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
    Next Article
    ધંધમા ખોટું નુકસાન બતાવી નિવૃત્ત વૃદ્ધ પાસેથી 25 લાખ પડાવ્યા:રૂ. 3 કરોડ લેવાના નીકળે છે કહી જાનથી મારી નાખવાની ધમકી આપી, 6 શખસો સામે ગુનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment