Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારી યુનિવર્સિટીમાં UG-PG પ્રવેશનો અંતિમ રાઉન્ડ:પૂરક પરીક્ષા પાસ વિદ્યાર્થીઓ 23 ઓગસ્ટ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે, પ્રેફરન્સ ચેન્જ કરવાની તક

    13 hours ago

    સરકારી યુનિવર્સિટીમાં સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે GCASએ આજથી ખાસ અંતિમ રાઉન્ડ શરૂ કર્યો છે. CBSE બોર્ડ તેમજ વિવિધ યુનિવર્સિટીઓની પૂરક પરીક્ષાના પરિણામોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓના હિતમાં આ વિશેષ રાઉન્ડ શરૂ કરાયો છે. ખાલી બેઠક આધારિત કાઉન્સેલિંગ એટલે કે VSBC હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશની વધુ એક તક આપવામાં આવી છે. આગામી 23 ઓગસ્ટ 2026 સુધી સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે, તેમજ અરજી એડિટ અને પ્રેફરન્સ ચેન્જ કરી શકાશે. આ રીતે પ્રેફરન્સ ચેન્જ કરી શકશો આ રાઉન્ડમાં પૂરક પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓ પણ પ્રવેશ માટે અરજી કરી શકશે. જેમાં વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરીને ફી ભરવી પડશે. ત્યારબાદ પ્રોફાઇલ, શૈક્ષણિક માહિતી અને જરૂરી પ્રેફરન્સ ભરી દસ્તાવેજો અપલોડ કરી ફોર્મ સબમિટ કરવું પડશે. જો અગાઉ પ્રવેશ કન્ફર્મ કર્યો હોય તો અરજી એડિટ અથવા પ્રેફરન્સ ચેન્જ કરતા પહેલા તેને કેન્સલ કરવી પડશે અને દરેક એડિટ બાદ ફોર્મ ફરી સબમિટ ફરજિયાત કરવું પડશે. ફી ભરી OTP મારફતે પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે જે બાદ આગામી 25 ઓગસ્ટ સુધી કોલેજો દ્વારા પ્રવેશ ઓફર અને કન્ફર્મેશનની પ્રક્રિયા ચાલશે. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી-કોલેજ દ્વારા મળેલી ઓફર સ્વીકારી, અસલ દસ્તાવેજો સાથે કોલેજમાં રિપોર્ટિંગ કરી ફી ભરી OTP મારફતે પ્રવેશ કન્ફર્મ કરવવો પડશે. આ અંતિમ રાઉન્ડમાં M.A., M.Com., M.Sc., B.Ed., LL.B., પીજી ડિપ્લોમા સહિત વિવિધ યુજી અને પીજી પ્રોગ્રામ્સમાં પ્રવેશ આપવામાં આવશે. એક વખત પ્રોગ્રામ પસંદ કર્યા બાદ કોઈ ફેરફાર થશે નહીં GCASએ વિદ્યાર્થીઓને ખાસ સૂચના આપી છે કે, દરરોજ પોર્ટલ પર લોગ-ઇન કરીને મળેલી પ્રવેશ ઓફર ચેક કરવી. તેમજ ઓફર મળ્યા બાદ નિશ્ચિત સમય મર્યાદામાં વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવવો પડશે. તેમજ મેજર અને સ્પોર્ટ્સ કોટા જેવા વિકલ્પો માટે વિદ્યાર્થીઓ કોલેજનો સંપર્ક કરીને ફોર્મ સબમિટ કરાવી શકશે. એક વખત પ્રોગ્રામ પસંદ કર્યા બાદ તેમાં પાછળથી કોઈ ફેરફાર થઈ શકશે નહીં. GCASનું આ અંતિમ રાઉન્ડ પૂરક પરીક્ષાના પરિણામ બાદ પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વની તક બની રહેશે.
    Click here to Read More
    Previous Article
    નિતિન નબીન આજે પોતાની ટીમની જાહેરાત કરી શકે છે:અનુરાગ ઠાકુર અને સ્મૃતિ ઈરાનીની વાપસીની શક્યતા; 7 મહિના પહેલા પાર્ટીની કમાન સંભાળી હતી
    Next Article
    80 હજારથી વધુ CCTV કેમેરા એક જ નેટવર્ક પર જોડાશે:ગુજરાત પોલીસની દેશની સૌથી મોટી AI હેકાથોન, રૂ.37 લાખના ઇનામો; સ્પર્ધકો લાઇવ રિયલ-ટાઇમ સોલ્યુશન્સનું કરશે ટેસ્ટિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment