Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    80 હજારથી વધુ CCTV કેમેરા એક જ નેટવર્ક પર જોડાશે:ગુજરાત પોલીસની દેશની સૌથી મોટી AI હેકાથોન, રૂ.37 લાખના ઇનામો; સ્પર્ધકો લાઇવ રિયલ-ટાઇમ સોલ્યુશન્સનું કરશે ટેસ્ટિંગ

    12 hours ago

    ગુજરાત પોલીસ દ્વારા સ્માર્ટ અને પ્રો-એક્ટિવ પોલિસિંગ તરફ મહત્વનું કદમ ભરતા ‘ગુજરાત પોલીસ ઇનોવેશન ચેલેન્જ 2026’ અંતર્ગત દેશની સૌથી મોટી CCTV ઇન્ટિગ્રેશન અને AI આધારિત હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિકના માર્ગદર્શન હેઠળ યોજાનારી આ હેકાથોનમાં દેશભરમાંથી ઇનોવેટર્સ, સ્ટાર્ટઅપ્સ, ટેકનોલોજી કંપનીઓ, ડેવલપર્સ અને સંશોધકો ભાગ લઈ શકશે. હેકાથોનનો મુખ્ય હેતુ અલગ-અલગ વેન્ડર્સ, VMS પ્લેટફોર્મ અને નેટવર્ક પર કાર્યરત CCTV કેમેરાઓને એકસાથે ઇન્ટિગ્રેટ કરીને રાજ્યના 80 હજારથી વધુ કેમેરા સાથે કામ કરી શકે તેવી સ્કેલેબલ અને સુરક્ષિત પબ્લિક સેફ્ટી ઇકોસિસ્ટમ તૈયાર કરવાનો છે. દેશમાં પ્રથમ વખત લાઇવ CCTV ફીડ પર AI સોલ્યુશન્સનું પરીક્ષણ આ હેકાથોનની સૌથી મોટી ખાસિયત એ છે કે દેશમાં પ્રથમ વખત સ્પર્ધકોને લાઇવ CCTV કેમેરા ફીડ્સ પર વાસ્તવિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સોલ્યુશન વિકસાવવાની અને તેનું પરીક્ષણ કરવાની તક મળશે. તેમાં શંકાસ્પદ વ્યક્તિઓ, વાહનો અને અસામાન્ય ગતિવિધિઓની રિયલ-ટાઇમ ઓળખ, તાત્કાલિક એલર્ટ, ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન, વ્હીકલ ટ્રેકિંગ, વોચલિસ્ટ મેચિંગ અને ક્રોસ-કેમેરા સર્ચ જેવી AI આધારિત ક્ષમતાઓનું ટેસ્ટિંગ કરવામાં આવશે. વિજેતા ટીમોને કુલ રૂ.37 લાખના રોકડ પુરસ્કારો અપાશે. બે તબક્કામાં યોજાશે સ્પર્ધા, ₹37 લાખના રોકડ પુરસ્કારો સ્પર્ધા બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાના ‘ઓપન ઇનોવેશન ચેલેન્જ’માં બે કેટેગરી રહેશે. કેટેગરી-1માં વિદ્યાર્થીઓ તથા નાના-મધ્યમ સ્ટાર્ટઅપ્સ અને કેટેગરી-2માં મોટા સ્ટાર્ટઅપ્સ તથા સ્થાપિત ટેકનોલોજી કંપનીઓ ભાગ લઈ શકશે. પ્રથમ તબક્કામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ટોચની 6 ટીમો ફાઇનલ રાઉન્ડમાં પહોંચશે. ફાઇનલમાં આ ટીમોને લાઇવ પ્રોડક્શન એન્વાયર્નમેન્ટમાં વાસ્તવિક પોલીસિંગ સિનારિયો પર પોતાના સોલ્યુશનનું ડેમોન્સ્ટ્રેશન કરવાનું રહેશે. મહત્વની વિગતો અને ભાગીદારી હેકાથોન સંભવિત રીતે સપ્ટેમ્બર 2026માં શરૂ થશે. સ્પર્ધામાં ભાગ લેવા માટેની પાત્રતા, નિયમો અને માર્ગદર્શિકા સત્તાવાર પોર્ટલ sentinel.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. આ પહેલ ગુજરાતના i-Hubના ટેકનોલોજી પાર્ટનરશિપ તેમજ DA-IICT અને નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ના નોલેજ પાર્ટનરશિપ સહયોગથી હાથ ધરાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    સરકારી યુનિવર્સિટીમાં UG-PG પ્રવેશનો અંતિમ રાઉન્ડ:પૂરક પરીક્ષા પાસ વિદ્યાર્થીઓ 23 ઓગસ્ટ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે, પ્રેફરન્સ ચેન્જ કરવાની તક
    Next Article
    પૌરાણિક ભીમનાથ અને નીલકંઠ મહાદેવ ધામમાં ભક્તોનું ઘોડાપૂર:લાખા વણજારાના સમયકાળ સાથે જોડાયેલા ઐતિહાસિક શિવધામમાં જળાભિષેક માટે લાઈનો, આઠમે મેળો યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment