Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૌરાણિક ભીમનાથ અને નીલકંઠ મહાદેવ ધામમાં ભક્તોનું ઘોડાપૂર:લાખા વણજારાના સમયકાળ સાથે જોડાયેલા ઐતિહાસિક શિવધામમાં જળાભિષેક માટે લાઈનો, આઠમે મેળો યોજાશે

    11 hours ago

    પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે મહેસાણાના પરા વિસ્તારમાં આવેલા ઐતિહાસિક ભીમનાથ અને નીલકંઠ મહાદેવ મંદિર સંકુલમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આસ્થાના પ્રતીક સમા આ ધામમાં સવારથી જ શ્રદ્ધાળુઓએ શિવલિંગ પર જળ, દૂધ અને બિલિપત્ર ચડાવી મહાદેવની પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. લાખા વણજારાના સમયનો પૌરાણિક ઇતિહાસ સાત કોઠાની વાવ પાસે આવેલું આ અતિ પ્રાચીન મંદિર લાખા વણજારાના સમયકાળ સાથે જોડાયેલું હોવાની માન્યતા છે. વર્ષ 1982માં આ પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર કરીને નૂતન મંદિરમાં મહાદેવજીની વિધિવત પુનઃપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ શિવધામ હરિદ્વારના નિરંજની પંચાયતી અખાડાની શાખા તરીકે કાર્યરત છે, જ્યાં પરંપરાગત રીતે સંતો-મહંતો રોકાણ કરે છે. ધાર્મિક આયોજનો અને પરંપરાગત મેળો ભીમનાથ મહાદેવ સંકુલમાં નીલકંઠ મહાદેવ અને નર્મદેશ્વર મહાદેવની પણ સ્થાપના કરાતાં આ સમગ્ર વિસ્તાર શિવભક્તિનું મુખ્ય કેન્દ્ર બન્યો છે. શ્રાવણ માસ દરમિયાન અહીં દરરોજ વિધિવત પૂજા-અર્ચના અને હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત આગામી શ્રાવણી આઠમના દિવસે અહીં પરંપરાગત મેળો ધામધૂમથી યોજાશે, જેને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    80 હજારથી વધુ CCTV કેમેરા એક જ નેટવર્ક પર જોડાશે:ગુજરાત પોલીસની દેશની સૌથી મોટી AI હેકાથોન, રૂ.37 લાખના ઇનામો; સ્પર્ધકો લાઇવ રિયલ-ટાઇમ સોલ્યુશન્સનું કરશે ટેસ્ટિંગ
    Next Article
    ઊંચા વ્યાજની લાલચ આપી રોકાણકારો સાથે 97.11 લાખની છેતરપિંડી:યુનિક મર્કેન્ટાઇલ સહિતની કંપનીઓના સંચાલકો સામે ફરિયાદ નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment