Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઊંચા વ્યાજની લાલચ આપી રોકાણકારો સાથે 97.11 લાખની છેતરપિંડી:યુનિક મર્કેન્ટાઇલ સહિતની કંપનીઓના સંચાલકો સામે ફરિયાદ નોંધાઈ

    10 hours ago

    વડોદરામાં પાકતી મુદતે ઊંચા વ્યાજ સાથે નાણાં પરત આપવાની લાલચ આપી રોકાણકારો સાથે ₹97.11 લાખથી વધુની છેતરપિંડી આચરવાનો મામલો સામે આવ્યો છે. યુનિક મર્કેન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ સહિતની કંપનીઓના સંચાલકોએ રોકાણકારોનો વિશ્વાસ કેળવી લાખો રૂપિયાનું રોકાણ કરાવ્યા બાદ મુદ્દલ કે વ્યાજ ચૂકવ્યા વિના ઓફિસો બંધ કરી દેતાં વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગે ગુનો નોંધાયો છે. કંપનીએ રકમ ના ચૂકવીને છેતરપિંડી કરી ફરિયાદીના 84.66 લાખ અને તેની સાથેના સુરેશચંદ્ર સીતારામ ચૌહાણના 12.45 લાખ મળી કુલ 97.11 લાખનું રોકાણ તારીખ 15 ફેબ્રુઆરી 2017થી 20 એપ્રિલ 2021 દરમિયાન કરવામાં આવ્યું હતું. રોકાણકારોએ યુનિક મર્કેન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ, યુનિક સંવય મલ્ટી પર્પઝ કો.ઓ. સોસાયટી તેમજ વિક્ટ્રી સ્કાય ઇન્ટરપ્રાઇઝ એન્ડ ઓપરેટર એલ.એલ.પી. કંપનીમાં નાણાં જમા કરાવ્યા હતા. પાકતી મુદતે નાણાં મેળવવા ફરિયાદીએ કારેલીબાગ સ્થિત હીરાવતી ચેમ્બર્સની ઓફિસમાં અસલ એફ.ડી. પાવતીઓ જમા કરાવી તેની પહોંચ પણ મેળવી હતી, છતાં કંપની દ્વારા રકમ ચૂકવવામાં આવી નહોતી. કંપનીની ઓફિસો બંધ હાલતમાં નાણાં પરત ન મળતાં ફરિયાદી અવારનવાર નાણાંની ઉઘરાણી માટે કારેલીબાગ સ્થિત હીરાવતી ચેમ્બર્સ તેમજ અમદાવાદ આશ્રમ રોડ પર દિનેશ હોલ નજીક આવેલા વિશાલ કોમર્શિયલ સેન્ટર અને યુનિયન બેન્ક સામેના યુનિક હાઉસ સ્થિત ઓફિસો પર ગયા હતા. જોકે, તમામ સ્થળોએ કંપનીની ઓફિસો બંધ હાલતમાં મળી આવી હતી અને સંચાલકો દ્વારા નાણાંની ચૂકવણી કરવામાં આવી નહોતી. કંપનીઓના જવાબદાર વ્યક્તિઓ સામે ગુનો દાખલ આ મામલે યુનિક મર્કેન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડના ડાયરેક્ટર રાજકુમાર કૈલાશરાય, રાહુલ રાજકુમાર રાય, ઉત્કર્ષ રાજકુમાર રાય, ઉષા રાજકુમાર રાય (તમામ રહે. મકાન નં. 9, પાર્ક એવન્યુ, ગુલાબ ટાવર, થલતેજ, અમદાવાદ) તેમજ અનુભવ મહેન્દ્ર તિવારી સહિત સંબંધિત કંપનીઓના જવાબદાર વ્યક્તિઓ સામે રોકાણકારોના નાણાં ઓળવી જઈ વિશ્વાસઘાત કરવા બદલ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પૌરાણિક ભીમનાથ અને નીલકંઠ મહાદેવ ધામમાં ભક્તોનું ઘોડાપૂર:લાખા વણજારાના સમયકાળ સાથે જોડાયેલા ઐતિહાસિક શિવધામમાં જળાભિષેક માટે લાઈનો, આઠમે મેળો યોજાશે
    Next Article
    શ્રાવણના પ્રથમ સોમવારે સિદ્ધનાથ મહાદેવ મંદિરે:ભક્તોએ વહેલી સવારથી જળાભિષેક અને પૂજા-અર્ચના કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment