Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    UG-NEETમાં ગેરરીતિ અટકાવવા વિદ્યાર્થીઓને રજા ન આપવા NTAનો નિર્ણય:મેડિકલ વિંગના રાષ્ટ્રીય સંયોજકે કહ્યું, વિદ્યાર્થીઓને કોલેજમાં બંધ કરવાના બદલે સિસ્ટમમાં સુધાર કરવાની જરૂર

    2 days ago

    દેશભરમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ધો. 12 સાયન્સ બાદ મેડિકલમાં પ્રવેશ માટેની આગામી 3 મેના રોજ UG NEETની પરીક્ષા લેવામાં આવશે. જેથી નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ UG NEET પરીક્ષાને લઈને મેડિકલના વિદ્યાર્થીઓની રજા નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરીક્ષામાં થતી ગેરરીતિ અને સુરક્ષા કારણોસર 2 અને 3 મેના રોજ વિદ્યાર્થીઓની રજા રદ કરવામાં આવી છે. અગાઉ મેડિકલના વિદ્યાર્થીઓની ગેરરીતિમાં સંડોવણી આવતા NMC દ્વાર પરપિત્ર જાહેર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની રદ કરવાના આદેશથી ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 2-3મેના રોજ વિદ્યાર્થીઓને રજા ન આપવા પરિપત્ર કરાયો રાષ્ટ્રીય તબીબી આયોગ દ્વારા તમામ મેડિકલ કોલેજના ડીન અને સંસ્થાઓના આચાર્યને પરિપત્ર કરવામાં આવ્યો છે. 3મેના રોજ યોજાનારી NEET UGની પરીક્ષાના સંચાલનની પવિત્રતા સુનિશ્ચિત કરવા મેડિકલ કોલેજને સૂચના આપવામાં આવી છે. તેમજ 2 અને 3મેના રોજ વિદ્યાર્થીઓને રજા ન આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે. ભૂતકાળમાં થયેલા કિસ્સાઓમાં કેટલાક વિદ્યાર્થીઓએ પરીક્ષા પ્રક્રિયાની પવિત્રતા અને અખંડિતતાને જોખમમાં મૂકે તેવી પ્રવૃતિઓમાં જોડાયેલા હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેથી 2 અને 3મેના મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને રજા ન આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓમાં રોષ, સોસાયટીને નેગેટિવ સંદેશ આપતા હોવાનો દાવો જેથી મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય તબીબી આયોગ લેવામાં આવેલો નિર્ણય સોસાયટીને નેગેટિવ સંદેશ આપતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સિસ્ટમને મજબૂત કરવાના બદલે વિદ્યાર્થીઓને કોલેજની બહાર ન નીકળવા અને રજા ન આપવાના નિર્ણયથી કોપી થતી અટકાવી શકાશે તો તે નેગેટિવ સંદેશ આપવામાં આવતો હોવાનો પણ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે. ભૂતકાળમાં પેપર લીક થયા ત્યારે કોઈ વિદ્યાર્થી નહીં પરંતુ એજ્યુકેશનના દલાલોનું નામ સામે આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આવા નિર્ણય લેવાના બદલે સિસ્ટમ સુધારવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. 'ધાંધિયા થયા અને પેપર લીક થયું હતું' ABVP મેડિકલ વિંગના રાષ્ટ્રીય સંયોજક મૌલિક ઠક્કરે જણાવ્યું હતું કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET UGની પરીક્ષાનું આયોજન કરતી હોય છે. જે ધોરણ 12 પછી MBBSમાં એડમિશન લેવા માટે વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે. જેને લઈને સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે. એક વર્ષ પહેલા NEET UGની પરીક્ષા ધાંધિયા થયા હતા જેના લીધે પેપર લીક થયું હતું. જેને લઈને સરકાર દ્વારા અમુક પગલાં લેવામાં આવ્યા છે. જેથી કોપી થવાના ચાન્સ ઘટી શકે. જેમાં પેરેગ્રાફમાં પોઇન્ટ નંબર ત્રણમાં સરકારે એવું કહેવા માંગે છે કે જે મેડિકલ સ્ટુડન્ટ છે જે અત્યારે MBBSના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે, તેમને રજા આપવામાં ના આવે જે સમયે NEET UGની પરીક્ષા લેવામાં આવતી હોય. 'વિદ્યાર્થીઓને કોલેજમાં બંધ કરવાના બદલે સિસ્ટમમાં સુધાર કરવાની જરૂર' વધુમાં મૌલિક ઠક્કરે જણાવ્યું હતું કે, કારણ કે તે લોકો NEET પરીક્ષા પાસ કરીને આવ્યા છે અને તેવા લોકો વિદ્યાર્થીઓને કોપી કરવામાં મદદ કરી શકે તેવું સરકારનું કહેવું છે. સરકારનો જે ઉદ્દેશ છે કે કોપી થતા અટકવી જોઈએ તે સાચો છે પરંતુ આ પગલું લેવું શું ફાયદાકારક બનશે તે વિચારવા જેવું છે. તેને વધુમાં કહ્યુ કે, ગયા વર્ષે જ્યારે પેપર લીક થયું હતું ત્યારે મેડિકલ સ્ટુડન્ટ દ્વારા કોપી કરાવવામાં આવી હોય તેવો કેસ સામે આવ્યો નહોતો. પરંતુ જે દલાલ સંડોવાયેલા છે તેમને પેપર લીક કરાવ્યું હતું. પરંતુ તે દલાલોને અટકાવવા, પેપર લીક થતુ અટકાવવું અને પોતાની સ્ટ્રેન્થ મજબૂત કરવી તેનાથી ગ્રાઉન્ડ પર વધારે અસર જોવા મળશે. ખાલી વિદ્યાર્થીઓને રજા નહીં આપવી કે તે લોકોને ઘરમાં કે કોલેજમાં બંધ રાખવા તેનાથી કોઈ અસર થવાની નથી.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં હીટવેવ સામે સ્માર્ટ પ્લાન:મનપાનાં આરોગ્ય વિભાગે 1.5 લાખ લોકોને મેસેજ કરી ગરમીથી બચવાનાં ઉપાયો જણાવ્યા, LED ડિસ્પ્લે દ્વારા જાગૃતિ અભિયાન, ટૂંક સમયમાં ORS વાન કાર્યરત થશે
    Next Article
    દિનેશ ખટારિયાએ જવાહર ચાવડાની 'શિખંડી' સાથે સરખામણી કરી:પડકાર ફેકતા કહ્યું- 'તાકાત હોય તો પીઠ પાછળ ખંજર ભોંકવાના બદલે ખુલ્લીને સામે આવે'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment