Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિનેશ ખટારિયાએ જવાહર ચાવડાની 'શિખંડી' સાથે સરખામણી કરી:પડકાર ફેકતા કહ્યું- 'તાકાત હોય તો પીઠ પાછળ ખંજર ભોંકવાના બદલે ખુલ્લીને સામે આવે'

    8 hours ago

    જૂનાગઢ જિલ્લામાં સાવજ ડેરીના ચેરમેન અને પૂર્વ મંત્રી જવાહર ચાવડા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય લડાઈ વધુ તેજ બની છે. પાલિકા-પંચાયતની ચૂંટણી સમયે કણજા બેઠક પર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાના પુત્રવધૂની આપના ઉમેદવાર સામે હાર થતા રાજનીતિ ગરમાઈ છે. માણાવદર તાલુકામાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન ભાજપ નેતા અને સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખાટરીયાએ ખુલ્લીને પ્રહાર કરતા કહ્યું- મારી જવાહર ચાવડા સામે રાજકીય લડાઈ છે. જો તેમનામાં તાકાત હોય તો ખુલ્લીને સામે આવવું જોઈએ શિખંડીની જેમ પીઠ પાછળ ખંજર ભોંકવાનું બંધ કરવું જોઈએ. જવાહર ચાવડા મંત્રી હતા તેના કરતા આ વખતે વધુ બેઠકો જીત્યાનો દાવો ​દિનેશ ખટારીયાએ ભૂતકાળના આંકડાઓ ટાંકીને જવાહર ચાવડાના નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જ્યારે જવાહર ચાવડા માણાવદર વિધાનસભાના પ્રતિનિધિ હતા અને કેબિનેટ મંત્રી તરીકે સત્તા ભોગવતા હતા, ત્યારે 2021ની ચૂંટણીઓમાં ભાજપની હાલત અત્યંત દયનીય હતી. તે સમયે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ભાજપને માંડ 6 બેઠકો મળી હતી અને માણાવદર તેમજ વંથલી જેવા ગઢ ગણાતા વિસ્તારોમાં પણ પક્ષની પકડ નબળી પડી હતી.ખટારીયાએ વધુમાં ઉમેર્યું હતું કે તે સમયે પૂર્વ મંત્રીના શાસનમાં સંગઠન નબળું પડ્યું હતું. ​વર્તમાન પરિણામો પર ખુશી વ્યક્ત કરતા દિનેશ ખટારીયાએ કહ્યું હતું કે અત્યારે ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે અને કાર્યકરોની મહેનતને કારણે ભાજપે શાનદાર વાપસી કરી છે. માણાવદર વિધાનસભા હેઠળ આવતી 8 જિલ્લા પંચાયત બેઠકોમાંથી 7 બેઠકો પર ભાજપે ભગવો લહેરાવ્યો છે. એટલું જ નહીં, તાલુકા પંચાયતોમાં પણ ભાજપનો એકચક્રી શાસન જોવા મળી રહ્યું છે. માણાવદરમાં 13, વંથલીમાં 11 અને મેંદરડામાં 10 બેઠકો જીતીને ભાજપે પક્ષની મજબૂતીનો પરચો આપ્યો છે. બાટવા, માણાવદર અને વંથલી એમ ત્રણેય નગરપાલિકાઓમાં ભાજપનું શાસન સ્થાપિત થતા તેમણે ગર્વ અનુભવ્યો હતો. જવાહર ચાવડાની 'શિખંડી' સાથે સરખામણી કરી ​પોતાના સંબોધનમાં તેમણે જવાહર ચાવડા સામે સીધો મોરચો માંડતા કહ્યું હતું કે તેમની લડાઈ સામાજિક નથી પરંતુ નૈતિક અને રાજકીય છે. તેમણે પૂર્વ મંત્રી પર નિશાન સાધતા 'શિખંડી' અને 'પીઠ પાછળ ખંજર ભોંકનારા' જેવા આકરા વિશેષણો વાપર્યા હતા. ખટારીયાએ આક્ષેપ કર્યો હતો કે તેઓ પડદા પાછળ રહીને પક્ષના જ કાર્યકરોને હેરાન કરવાની અને તેમને નુકસાન પહોંચાડવાની રાજનીતિ કરી રહ્યા છે. તેમણે હિંમત હોય તો આગામી વિધાનસભા કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સામે ચાલીને મેદાનમાં આવવા માટે ખુલ્લો પડકાર ફેંક્યો હતો અને અંતમાં ઉમેર્યું હતું કે જનતા હવે આવા છળકપટને સમજી ગઈ છે અને ભવિષ્યમાં તેમને ચોક્કસ પાઠ ભણાવશે.
    Click here to Read More
    Previous Article
    UG-NEETમાં ગેરરીતિ અટકાવવા વિદ્યાર્થીઓને રજા ન આપવા NTAનો નિર્ણય:મેડિકલ વિંગના રાષ્ટ્રીય સંયોજકે કહ્યું, વિદ્યાર્થીઓને કોલેજમાં બંધ કરવાના બદલે સિસ્ટમમાં સુધાર કરવાની જરૂર
    Next Article
    Tamil Singer Accuses Composer Of Sexual Abuse, Calls Him 'Epstein Of Madras'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment