Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં UDYAM-2026નો પ્રારંભ:CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 500થી વધુ પ્રદર્શકો એક મંચ પર, 1 લાખથી વધુ મુલાકાતીઓ આવવાની અપેક્ષા

    3 days ago

    ગુજરાતમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME)ને નવી તકો પૂરી પાડવા, ઉદ્યોગસાહસિકોને એક મંચ પર લાવવા અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર (HEC) ખાતે 15મા ઇન્ડિયા ઇન્ડસ્ટ્રિયલ ફેર 'UDYAM-2026'નો પ્રારંભ થયો છે. લઘુ ઉદ્યોગ ભારતી, ગુજરાત પ્રદેશ દ્વારા 23થી 26 ઓક્ટોબર દરમિયાન યોજાયેલા આ ચાર દિવસીય ઔદ્યોગિક પ્રદર્શનમાં 500થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે, જ્યારે એક લાખથી વધુ મુલાકાતીઓ આવવાની અપેક્ષા છે. 23 ઓક્ટોબરે યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શન MSME ક્ષેત્રના ઉત્પાદકો, ઉદ્યોગસાહસિકો, સપ્લાયર્સ અને ખરીદદારો વચ્ચે વ્યાપારી સંબંધો વિકસાવવા માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત UDYAM-2026ના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી પ્રકાશચંદ, RSSના ગુજરાત પ્રાંતના પ્રાંત સહ સંચાલક ડૉ. ભરત પટેલ, ગુજરાત પ્રભારી ઘનશ્યામ ઓઝા અને સૌરાષ્ટ્ર પ્રાંતના સાહસંચાલકજી મુકેશ મલકાન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે લઘુ ઉદ્યોગ ભારતી, ગુજરાત પ્રદેશના પ્રમુખ ઈશ્વર પટેલ, મંત્રી હંસરાજ ગજેરા, ક્ષેત્રીય પ્રભારી વજુભાઈ વઘાસિયા, સૌરાષ્ટ્ર સંભાગ પ્રમુખ દિનેશ ડાંગરિયા, મંત્રી જય માવાણી, કર્ણાવતી સંભાગ પ્રમુખ અરવિંદ પટેલ, મંત્રી અશોક પટેલ તેમજ જયકલ્પ પટેલ અને મેહુલ યાદવ સહિતના હોદ્દેદારો અને એક્ઝિબિશન કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. એન્જિનિયરિંગથી લઈને સંરક્ષણ ક્ષેત્ર સુધીના ઉદ્યોગોને તક આ ઔદ્યોગિક પ્રદર્શનમાં એન્જિનિયરિંગ, મશીનરી, મેન્યુફેક્ચરિંગ, ઓટોમેશન, ટૂલિંગ, કાસ્ટિંગ અને સંરક્ષણ ક્ષેત્ર સહિતના વિવિધ ઉદ્યોગો ભાગ લઈ રહ્યા છે. પ્રદર્શનના માધ્યમથી ઉદ્યોગોને નવા ખરીદદારો અને સપ્લાયર્સ સાથે સંપર્ક સ્થાપિત કરવાની, પોતાના ઉત્પાદનો રજૂ કરવાની અને B2B બિઝનેસ સંબંધો વિકસાવવાની તક મળશે. આયોજકોના જણાવ્યા મુજબ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) ઉપરાંત ઓઢવ, કઠવાડા, નરોડા, સાંતેજ, સાણંદ અને વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનું પણ આ પ્રદર્શનને સમર્થન મળ્યું છે. 24મીએ ‘ગુજરાતની લાર્જેસ્ટ ઇન્ફ્લુએન્સર મીટ’ પ્રદર્શનના બીજા દિવસે એટલે કે 24 ઓક્ટોબરે બપોરે 3 વાગ્યે હેલિપેડ ગ્રાઉન્ડના કન્વિક્શન હોલ ખાતે 'ગુજરાતની લાર્જેસ્ટ ઇન્ફ્લુએન્સર મીટ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં નવા વિચારો, નેટવર્કિંગ અને વ્યવસાયિક તકો અંગે ચર્ચા થશે. ડિજિટલ માધ્યમો દ્વારા વ્યવસાય અને બ્રાન્ડને નવી ઓળખ અપાવવા ઇચ્છતા લોકો માટે આ કાર્યક્રમ મહત્વપૂર્ણ બની રહેશે. 26મીએ રોજગાર મેળો યોજાશે UDYAM-2026ના અંતિમ દિવસે, 26 ઓક્ટોબરે વિશાળ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે. ઉદ્યોગોને જરૂરી કુશળ માનવબળ ઉપલબ્ધ કરાવવું અને યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવી એ આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ છે. આ રીતે પ્રદર્શન ઉદ્યોગોના વિકાસની સાથે રોજગાર સર્જનને પણ પ્રોત્સાહન આપશે. MSME ક્ષેત્ર માટે નેટવર્કિંગનું મોટું પ્લેટફોર્મ દેશના MSME ક્ષેત્રને વધુ સક્ષમ બનાવવા અને નવા વ્યવસાયિક સંબંધો વિકસાવવાના ઉદ્દેશથી યોજાયેલું UDYAM-2026 ઉદ્યોગસાહસિકો માટે મહત્વપૂર્ણ તક બની રહ્યું છે. એક જ સ્થળે વિવિધ ક્ષેત્રના 500થી વધુ પ્રદર્શકોની હાજરી અને એક લાખથી વધુ મુલાકાતીઓની અપેક્ષા સાથે આ મેળો ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રમાં નવા વેપારી સંપર્કો, સહયોગ અને રોજગારની તકો ઊભી કરવામાં મદદરૂપ બનશે.
    Click here to Read More
    Previous Article
    NRI પતિએ દોઢ કરોડ દહેજ માગી પરિણીતાને કાઢી મૂકી:અમેરિકા લઈ જવા પતિ સહિત સાસરિયાઓનો ત્રાસ, 33 તોલા સોનું અને ₹ 3 લાખ સાસુએ પડાવી લીધા; અંતે ફરિયાદ નોંધાવી
    Next Article
    અપહરણ-લૂંટના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડ્યો:બહુચરાજી પોલીસે કોલેજ નજીકથી દબોચીને હાંસલપુર પોલીસને સોંપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment