Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NRI પતિએ દોઢ કરોડ દહેજ માગી પરિણીતાને કાઢી મૂકી:અમેરિકા લઈ જવા પતિ સહિત સાસરિયાઓનો ત્રાસ, 33 તોલા સોનું અને ₹ 3 લાખ સાસુએ પડાવી લીધા; અંતે ફરિયાદ નોંધાવી

    3 days ago

    નિકોલમાં રહેતી 47 વર્ષીય પરિણીતાને અમેરિકા લઈ જવાના નામે NRI પતિ અને સાસરિયાએ દોઢ કરોડ દહેજની માગણી કરી ત્રાસ આપી ઘરમાંથી હાંકી કાઢી મૂકી હતી. તેમજ સાસુએ 33 તોલા સોનુ અને ₹ 3 લાખ પડાવી લીધા. ત્યારે કંટાળીને પરિણીતાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પિયરમાંથી મહિલાને મળેલું 33 તોલા સોનું સાસુએ રાખી લીધું ​નિકોલ ખાતે માતાના ઘરે રહેતી પરિણીતાના અગાઉ છૂટાછેડા થયા હતા. વર્ષ 2023માં બીજા લગ્ન મહેસાણાના NRI યુવક સાથે થયા હતા. પરિણીતા પોતાની 13 વર્ષની સગીર પુત્રી સાથે સાસરે રહેવા ગઈ ત્યારે પિયર અને સાસરી તરફથી મળેલું 33 તોલા સોનું તેમજ ₹ 3 લાખ રોકડા સાસુએ પોતાની પાસે રાખી લીધું હતું. લગ્ન બાદ પતિ માત્ર 70 દિવસ રોકાઈ અમેરિકા જતો રહ્યો હતો. ત્યાર બાદ સાસરિયાએ નાની-નાની બાબતોમાં મહેણા-ટોણા મારી ત્રાસ આપવાનું શરૂ થયું હતું. 'અમેરિકા જવું હોય તો 1.50 આપવા પડશે' પતિને આ બાબતે જાણ કરતાં તેણે સુધારો કરવાને બદલે પરિવારનો પક્ષ લઈ ફોન પર અપશબ્દો બોલી પિયરમાંથી દોઢ કરોડ રૂપિયા લઈ આવવા દબાણ કર્યું હતું. સાસરી પક્ષના અન્ય સભ્યો અને નણંદ-નણંદોઈએ પણ મેણું માર્યું હતું કે અમેરિકા જવું હોય તો ₹ 1.50 કરોડ આપવા પડશે. વર્ષ 2024માં પતિ ભારત આવ્યો ત્યારે પરિણીતાએ પોતાના અને સગીર પુત્રીના વિઝા બાબતે વાત કરતા પતિએ ફરી દોઢ કરોડની માગણી કરી મારઝૂડ કરી હતી અને આખરે ઘરમાંથી કાઢી મૂકી હતી. કંટાળીને પરિણીતાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    આસારામને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો:તબિયત લથડતા પંચકર્મ સારવાર અટકી, ઉજ્જૈનના અંકપાત સ્થિત આશ્રમમાં આયુર્વેદિક પદ્ધતિથી માથા-કમરના દુખાવાની સારવાર ચાલુ
    Next Article
    ગાંધીનગરમાં UDYAM-2026નો પ્રારંભ:CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 500થી વધુ પ્રદર્શકો એક મંચ પર, 1 લાખથી વધુ મુલાકાતીઓ આવવાની અપેક્ષા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment