Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આસારામને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો:તબિયત લથડતા પંચકર્મ સારવાર અટકી, ઉજ્જૈનના અંકપાત સ્થિત આશ્રમમાં આયુર્વેદિક પદ્ધતિથી માથા-કમરના દુખાવાની સારવાર ચાલુ

    3 days ago

    નાબાલિગ પર યૌન શોષણના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારમાં બાપુની શુક્રવારે તબિયત લથડી ગઈ. છાતીમાં દુખાવાની ફરિયાદને કારણે તેઓ પંચકર્મ કરાવવા માટે ધન્વંતરી આયુર્વેદિક ચિકિત્સાલય પહોંચ્યા નહોતા. હાઈકોર્ટ પાસેથી 6 મહિનાની પેરોલ મળ્યા બાદ તેઓ બુધવારથી ઉજ્જૈનમાં છે અને અહીં આયુર્વેદિક પદ્ધતિથી સારવાર કરાવી રહ્યા છે. આસારામ બે દિવસથી અંકપાત રોડ પર આવેલા પોતાના આશ્રમમાં રોકાયેલા છે. તેઓ બુધવાર અને ગુરુવારે પંચકર્મ કરાવવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા, પરંતુ શુક્રવારે ગયા નહોતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમણે આશ્રમમાં જ આરામ કર્યો. તબિયતમાં સુધારો થશે તો શનિવારે ફરીથી પંચકર્મ કરાવવા માટે હોસ્પિટલ પહોંચવાની સંભાવના છે. 14 દિવસ પંચકર્મ કરાવવાની સલાહ ધન્વંતરી આયુર્વેદિક ચિકિત્સાલયના સૂત્રો અનુસાર, આસારામ બે દિવસથી પંચકર્મ પદ્ધતિથી સારવાર કરાવી રહ્યા છે. ડૉ. નિપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કે આસારામને લાંબા સમયથી માથા અને કમરના દુખાવાની ફરિયાદ છે. આ જ સમસ્યાની સારવાર માટે તેઓ હોસ્પિટલ આવ્યા હતા. તેમને 14 દિવસ સુધી પંચકર્મ કરાવવાની સલાહ આપવામાં આવી છે. આશ્રમમાં અનુયાયીઓ એકત્ર થઈ રહ્યા છે આસારામ ઉજ્જૈન પહોંચ્યાના સમાચાર બાદ અંકપાત રોડ સ્થિત આશ્રમમાં તેમના અનુયાયીઓની ભીડ એકત્ર થવા લાગી છે. તેઓ શરદ પૂર્ણિમા સુધી ઉજ્જૈનમાં રહેશે. આ પહેલાં માર્ચ 2025માં પણ તેઓ સારવાર માટે શહેરમાં આવ્યા હતા. ……………………….. આ સમાચાર પણ વાંચો ગુજરાત હાઇકોર્ટે આસારામની હંગામી જામીન અરજી નકારી:આસારામે 20 દિવસના જામીન માંગ્યા, રાજસ્થાન હાઇકોર્ટ તરફથી 20 દિવસના પેરોલ મળ્યા હતા ગાંધીનગરની સેશન્સ કોર્ટે આસારામને વર્ષ 2023માં દુષ્કર્મના કેસ હેઠળ આજીવન કેદ અને દંડની સજા ફટકારી હતી. આ આદેશ સામે ગુજરાત હાઇકોર્ટમાં તેની અપીલ પેન્ડિંગ છે. આસારામે ગુજરાત હાઇકોર્ટમાં 20 દિવસના હંગામી જામીન માંગતા રજૂઆત કરી હતી કે, રાજસ્થાન હાઇકોર્ટે 3 ઓગસ્ટ, 2026 ના આદેશથી અરજદારને 20 દિવસની પ્રથમ પેરોલ મંજૂર કરી છે, પરંતુ ગુજરાતના જેલ તંત્ર દ્વારા NOC આપવામાં આવ્યું નથી. જો ગુજરાત હાઇકોર્ટ 20 દિવસના હંગામી જામીન નહીં આપે, તો રાજસ્થાન હાઇકોર્ટનો આદેશ માત્ર કાગળ પરનો આદેશ બની રહેશે. સંપૂર્ણ સમાચાર વાંચો
    Click here to Read More
    Previous Article
    ચાંદી 10 મહિના બાદ ₹2 લાખથી નીચે આવી:4 દિવસમાં ચાંદી ₹15,891 સસ્તી થઈ, સોનું પણ ₹4,978 ઘટ્યું; જાણો આજના ભાવ
    Next Article
    NRI પતિએ દોઢ કરોડ દહેજ માગી પરિણીતાને કાઢી મૂકી:અમેરિકા લઈ જવા પતિ સહિત સાસરિયાઓનો ત્રાસ, 33 તોલા સોનું અને ₹ 3 લાખ સાસુએ પડાવી લીધા; અંતે ફરિયાદ નોંધાવી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment