Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાંદી 10 મહિના બાદ ₹2 લાખથી નીચે આવી:4 દિવસમાં ચાંદી ₹15,891 સસ્તી થઈ, સોનું પણ ₹4,978 ઘટ્યું; જાણો આજના ભાવ

    3 days ago

    ફેસ્ટિવ સીઝનમાં સોનું-ચાંદી ખરીદનારાઓ માટે સારા સમાચાર છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, એક કિલો ચાંદીના ભાવમાં 4,750 રૂપિયાનો ઘટાડો થતાં તે 1.95 લાખ રૂપિયા પર આવી ગઈ છે, જે ગુરુવારે 2 લાખ રૂપિયા હતી. લગભગ 10 મહિના બાદ ચાંદી ફરી 2 લાખ રૂપિયાથી નીચે આવી ગઈ છે. આ પહેલાં 17 ડિસેમ્બર 2025ના રોજ ચાંદીના ભાવ પહેલી વખત 2 લાખ રૂપિયાને પાર ગયા હતા. બીજી તરફ, 10 ગ્રામ 24 કેરેટ સોનું 1,246 રૂપિયા ઘટીને 1.41 લાખ રૂપિયા પર આવી ગયું છે. આ પહેલાં 22 ઓક્ટોબરે તેનો ભાવ 1.43 લાખ રૂપિયા હતો. છેલ્લા 4 દિવસથી સતત ઘટાડાને કારણે સોનું 4,978 રૂપિયા સસ્તું થઈ ગયું છે, જ્યારે ચાંદીના ભાવમાં 15,891 રૂપિયાનો ઘટાડો થયો છે. 16 ઓક્ટોબરે સોનાની કિંમત 1.46 લાખ રૂપિયા અને ચાંદીની કિંમત 2.10 લાખ રૂપિયા હતી. અલગ-અલગ શહેરોમાં સોનાના ભાવ અલગ હોવાના 4 કારણો ઑલ ટાઇમ હાઈથી ચાંદી 1.85 લાખ રૂપિયા ઘટી આ વર્ષે સોના-ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. 31 ડિસેમ્બર 2025ના રોજ ચાંદીનો ભાવ 2.30 લાખ રૂપિયા હતો, જે 29 જાન્યુઆરીએ વધીને 3.86 લાખ રૂપિયાની ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો હતો. ત્યારથી અત્યાર સુધીમાં ચાંદી 1.85 લાખ રૂપિયા સસ્તી થઈ ગઈ છે. બીજી તરફ, 31 ડિસેમ્બર 2025ના રોજ સોનાનો ભાવ 1.33 લાખ રૂપિયા હતો, જે 29 જાન્યુઆરીએ વધીને 1.76 લાખ રૂપિયા ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો હતો. ત્યારથી અત્યાર સુધીમાં સોનું 35 હજાર રૂપિયા સસ્તું થઈ ગયું છે. જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો અસલી ચાંદીની ઓળખ કરવાની 4 રીતો -------------------------------------- આ સમાચાર પણ વાંચો... ભારતીય ઘરોમાં દેશના GDP કરતાં વધુ સોનું: 34,600 ટન સોનાની કિંમત ₹450 લાખ કરોડ, દેશનું GDP ₹370 લાખ કરોડ ભારતીય પરિવારો પાસે રહેલા કુલ સોનાની કિંમત 5 ટ્રિલિયન ડૉલર (₹450 લાખ કરોડ)ને પાર થઈ ગઈ છે. આ આંકડો દેશની કુલ 4.1 ટ્રિલિયન ડૉલર એટલે કે 370 લાખ કરોડ રૂપિયાની GDP કરતાં પણ વધુ છે. સોનાની કિંમતો રેકોર્ડ ઊંચાઈએ પહોંચવાને કારણે આવું થયું છે. મોર્ગન સ્ટેનલીના એક અહેવાલ અનુસાર ભારતીય ઘરોમાં આશરે 34,600 ટન સોનું જમા છે.
    Click here to Read More
    Previous Article
    DGVCLએ 8 કલાકનો વીજકાપ રદ કર્યો:સાંજના 4થી રાત્રે 12 વાગ્યા સુધીનો પાવરકાપ રદ, ફીડર રાબેતા મુજબ શરૂ રહેશે
    Next Article
    આસારામને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો:તબિયત લથડતા પંચકર્મ સારવાર અટકી, ઉજ્જૈનના અંકપાત સ્થિત આશ્રમમાં આયુર્વેદિક પદ્ધતિથી માથા-કમરના દુખાવાની સારવાર ચાલુ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment