Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    DGVCLએ 8 કલાકનો વીજકાપ રદ કર્યો:સાંજના 4થી રાત્રે 12 વાગ્યા સુધીનો પાવરકાપ રદ, ફીડર રાબેતા મુજબ શરૂ રહેશે

    3 days ago

    રાજ્યમાં 18 વર્ષમાં પહેલીવાર ગંભીર વીજ સંકટ ઉભું થયું છે. જેની મોટી અસર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો પર પડી રહી હતી. ત્યારે અગાઉ જાહેર કરવામાં આવેલા સ્ટેગર ડે મુજબ વીજ કાપની વ્યવસ્થા આજથી DGVCL દ્વારા રદ કરવામાં આવે છે. આજથી ઔદ્યોગિક ફીડરો પર વીજ પુરવઠો સતત ચાલુ રહેશે. હાયર ઓથોરિટીની સૂચના મુજબ આજથી કોઈ પણ ઔદ્યોગિક ફિડરમાં સાંજના 4થી રાત્રે 12 વાગ્યા સુધીનો પાવરકાપ રદ કરવામાં આવે છે. ફીડર રાબેતા મુજબ શરૂ રહેશે. જનરેટરના કારણે 40 કરોડનો વધારાનો આર્થિક બોજ વીજ કાપના કારણે ઉદ્યોગોને લાખો અને કરોડો રૂપિયાનું સીધું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. પ્રોસેસિંગ મિલોમાં કામ ચાલુ રાખવા જનરેટરનો સહારો લેવો પડે છે, જેના કારણે 400 થી 450 મિલોને 4 અઠવાડિયામાં અંદાજિત 40થી 50 કરોડ રૂપિયાનો માત્ર જનરેટર પાછળ વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે. આ ગણતરી મુજબ દરેક મિલને સરેરાશ 10 લાખ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ વીવિંગ સેક્ટરમાં પણ સાપ્તાહિક રજાના કારણે એક જ દિવસમાં 15થી 20 કરોડ રૂપિયાનું માતબર નુકસાન ટેક્સટાઈલ ચેઈનને થઈ રહ્યું છે. કાચા માલના ભાવમાં થયેલા વધારા વચ્ચે આ પાવર કટ પડ્યા પર પાટું સમાન છે. '50 વર્ષના ઈતિહાસમાં આટલો કપરો સમય જોયો નથી' દક્ષિણ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ જીતુભાઈ વખારિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 12-13 દિવસમાં અચાનક મીટિંગ કરીને વીજ કાપ લાદી દેવાયો છે. ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે ક્રૂડ, કોલસો અને ડાઈસ કેમિકલના ભાવ ઓલમોસ્ટ ડબલ થઈ ગયા છે. આવા સંજોગોમાં પાવરનો વધારાનો 8થી 10 લાખનો મહિને ખર્ચ આવે તો પ્રોફિટ કમાવવાની કોઈ શક્યતા નથી. મારા 50 વર્ષના ઈતિહાસમાં આટલો કપરો સમય મેં જોયો નથી. કોરોના એક કુદરતી આફત હતી, પણ આ માનવ સર્જિત છે. વીજ કાપના સમયમાં ફેરફારની માંગ દિવાળી પહેલા ઉદ્યોગોમાં ડિસ્પેચિંગ અને પેમેન્ટનું ભારે ભારણ હોય છે ત્યારે વીજ કાપનો સમય બદલવાની માંગ ઉઠી છે. ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિયેશનના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, "વીવિંગ ઈન્ડસ્ટ્રીમાં 45 થી 48 હજાર યુનિટ કાર્યરત છે. દિવાળીના સોદા પૂરા કરવાના હોય, ઓર્ડર ડિસ્પેચ કરવાના હોય અને કારીગરોના પગાર-બોનસ આપવાના હોય ત્યારે આ કાપ નુકસાનકારક છે. અચાનક કટથી ઇલેક્ટ્રોનિક કાર્ડ બળ્યા આધુનિક ટેકનોલોજી વાપરતા એકમો માટે અચાનક વીજ પુરવઠો ખોરવાઈ જવો ભારે નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે. મશીનો અચાનક બંધ થઈ જતા તેમાં લાગેલા 5000થી લઈને 50000 રૂપિયા સુધીની કિંમતના ઈલેક્ટ્રોનિક કાર્ડ ઉડી જવાના કિસ્સાઓ બન્યા છે. અશોકભાઈએ વધુમાં જણાવ્યું કે, મશીન બંધ કરવું સરળ છે પણ તેને ફરીથી શરૂ કરવામાં 2 કલાક જેટલો સમય લાગી જાય છે. અગાઉથી જાણ કર્યા વિના થતા પાવર કટથી બહુ મોટી ખાનાખરાબી થાય છે. જો અગમચેતીના ભાગરૂપે 15 મિનિટ પહેલા જાણ કરવામાં આવે તો વ્યવસ્થિત રીતે મશીનો બંધ કરી શકાય અને આર્થિક નુકસાન અટકાવી શકાય. નિકાસ અને માર્કેટ ડિમાન્ડ પર અસર નિકાસ અને સ્થાનિક ડિમાન્ડ પર પણ આ સંકટની ગંભીર અસર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવવધારાના કારણે ગ્રે કાપડ અને પ્રોસેસિંગ ચાર્જ વધતા માર્કેટમાં દિવાળી હોવા છતાં અડધી જ ડિમાન્ડ છે. અશોકભાઈના મતે સારી ક્વોલિટીનું કપડું બનાવવા અવિરત વીજળી જરૂરી છે. પાવર વચ્ચે કટ થાય તો કાપડમાં ડિફેક્ટ આવે છે, જે વિદેશી માર્કેટમાં ચાલતું નથી. ઉદ્યોગો માટે અસ્તિત્વનો જંગ દિવાળીના તહેવારો સમયે જ સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો ચારે બાજુથી ભીંસમાં મુકાયા છે. એક તરફ આંતરરાષ્ટ્રીય પરિબળોના કારણે વધેલી મોંઘવારી તથા ઘટેલી ડિમાન્ડ અને બીજી તરફ સરકારનો 8 કલાકનો આકરો વીજ કાપ. આ પરિસ્થિતિમાં ઉદ્યોગકારો અને MSME એકમો માંડ માંડ પોતાનું અસ્તિત્વ ટકાવી રહ્યા છે. જો તાત્કાલિક ધોરણે વીજ કાપના સમયમાં વ્યવહારુ ફેરફાર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સુરતના અનેક કારખાનાઓને ફરજિયાતપણે તાળા મારવાની નોબત આવી શકે છે, જેની સીધી અસર દિવાળી ટાણે લાખો કારીગરોની રોજગારી પર પડશે. વીજ સંકટના કારણો
    Click here to Read More
    Previous Article
    મનપામાં વોટર રીચાર્જિંગના કામોમાં ભ્રષ્ટાચાર:ભ્રષ્ટાચારી એજન્સી અને અધિકારીઓ સામે FIR દાખલ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી, કોર્પોરેટર કિશન મેરના ગંભીર આક્ષેપો
    Next Article
    ચાંદી 10 મહિના બાદ ₹2 લાખથી નીચે આવી:4 દિવસમાં ચાંદી ₹15,891 સસ્તી થઈ, સોનું પણ ₹4,978 ઘટ્યું; જાણો આજના ભાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment