Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલ-પ્રિયંકા સામે બે દિવસમાં બે FIR:જંતર-મંતર પર દિલ્હી પોલીસ સાથે મારપીટનો આરોપ; આજે સતત ત્રીજા દિવસે ઇન્ડિયા બ્લોકનું પ્રદર્શન

    2 days ago

    મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને SIRના વિરોધમાં વિપક્ષ ગુરુવારે સતત ત્રીજા દિવસે દિલ્હીમાં પ્રદર્શન કરશે. આ દરમિયાન, જંતર-મંતર પર પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે મારામારીના મામલે રાહુલ અને પ્રિયંકા ગાંધી સામે FIR નોંધવામાં આવી છે. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, ત્રણ FIR નોંધાઈ છે, જેમાં બંનેનાં નામ છે. આ પહેલાં 6 સપ્ટેમ્બરે માર્ચ દરમિયાન આકાશવાણી ભવનમાં ઘુસવાના મામલે FIR નોંધાઈ હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું, ‘હું FIRથી ડરતો નથી. મારા વિરુદ્ધ 45 FIR થઈ ચૂકી છે. હું ઈચ્છું છું કે 100 FIR થાય.’ આજના પ્રદર્શનમાં રાહુલ અને ઇન્ડિયા બ્લોકના અન્ય નેતાઓ સાથે મમતા બેનર્જી પણ જંતર-મંતર પહોંચી શકે છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને મળતી હાલની 'Z+' સુરક્ષામાં વધુ વધારો કર્યો છે. તેમના ઘર, કાર્યાલય અને તેમની વ્યક્તિગત સુરક્ષામાં વધારાના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગને લઈને રાહુલ અને પ્રિયંકા ગાંધીએ બુધવારે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. બંને જંતર-મંતરથી 200 મીટર પહેલાં રસ્તા પર બેસી ગયા હતા. બીજી તરફ, 6 ઓક્ટોબરે ઇન્ડિયા બ્લોકના 200થી વધુ સાંસદોએ સંસદથી ચૂંટણી પંચની કચેરી સુધી માર્ચ કાઢ્યો હતો. રાહુલ અને પ્રિયંકાએ આકાશવાણી પરિસરમાં 8 કલાક સુધી ધરણાં આપ્યાં હતાં.
    Click here to Read More
    Previous Article
    'મને નોબેલ નહીં મળે તો ખૂબ બદનામી થશે':મેં 8 યુદ્ધ બંધ કરાવ્યા, દુનિયાને વિનાશથી બચાવી; ટ્રમ્પે ફરી નોબેલ શાંતિ પુરસ્કારની માંગણી કરી
    Next Article
    પાટણમાં ક્ષય મુક્ત ભારત અભિયાનની જનજાગૃતિ રેલી:શેઠ એમ.એન. કોલેજથી નીકળી, શહેરના મુખ્ય માર્ગો પર ફરી, નાગરિકોએ શપથ લીધા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment