Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અપહરણ-લૂંટના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડ્યો:બહુચરાજી પોલીસે કોલેજ નજીકથી દબોચીને હાંસલપુર પોલીસને સોંપ્યો

    3 days ago

    અમદાવાદ જિલ્લાના હાંસલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા અપહરણ અને લૂંટના ગંભીર ગુનામાં લાંબા સમયથી નાસતા-ફરતા આરોપીને બહુચરાજી પોલીસે ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે હાંસલપુર પોલીસને સોંપ્યો છે. આરોપી બહુચરાજી ટાઉનમાં કોલેજ નજીક ઉભો હતો જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી.આ સૂચનાના અનુસંધાને બહુચરાજી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર આર. જે. ચૌહાણના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી. પેટ્રોલીંગ દરમિયાન એ.એસ.આઇ. વિષ્ણુભાઇ દલસંગભાઇ તથા આર્મડ પોલીસ કોન્સ્ટેબલ અભીજીતસિંહ કેશરીસિંહને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, હાંસલપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 ની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા અપહરણ અને લૂંટના ગુનાનો આરોપી બહુચરાજી ટાઉનમાં કોલેજ નજીક ઉભો છે. શખસની અટકાયત કરીને ઓળખ કરતીં રીઢો ગુનેગાર નીકળ્યો બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને શંકાસ્પદ ઇસમની અટકાયત કરી હતી. પકડાયેલા ઇસમની ઓળખ સોલંકી શ્રવણસિંહ ઉર્ફ સાવન ભાવુભા ગલાબસંગ (રહે. પ્રાર્થના સોસાયટી, એદલા રોડ, બહુચરાજી) તરીકે થઈ હતી. કારમાં અપહરણ કરીને લૂંટ કરી હતી પોલીસ દ્વારા હાથ ધરાયેલી પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે, ગત તારીખ 17 ઓક્ટોમ્બર 2026 ના રોજ તેણે તથા અન્ય બે ઇસમોએ ભેગા મળીને વિંછણ ગામના રહીશ ભરતભાઇ પદમસી વોરાનું તેમની જ કારમાં અપહરણ કર્યું હતું. અપહરણ બાદ તેમણે ભરતભાઇએ પહેરેલી સોના-ચાંદીની વીંટીઓની લૂંટ ચલાવી હતી. આ ગુનાના બદલામાં નીતિનજી ઠાકોર નામના શખ્સે તેને રૂપિયા 20,000 આપ્યા હોવાનું પણ તેણે જણાવ્યું હતું. બહુચરાજી પોલીસે કોલેજ નજીકથી દબોચીને હાંસલપુર પોલીસને સોંપ્યો આમ, બહુચરાજી પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 35(1)(જે) મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને હાંસલપુર પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર આર. જે. ચૌહાણના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. વિષ્ણુભાઇ, આર્મડ હેડ કોન્સ્ટેબલ રમેશભાઇ તથા આર્મડ પોલીસ કોન્સ્ટેબલ અભીજીતસિંહે મહત્વની ભૂમિકા ભજવી હતી.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં UDYAM-2026નો પ્રારંભ:CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 500થી વધુ પ્રદર્શકો એક મંચ પર, 1 લાખથી વધુ મુલાકાતીઓ આવવાની અપેક્ષા
    Next Article
    વેરાવળના સોહીલ ઉર્ફે ચક્કી સહિત 5 સામે GUJCTOC હેઠળ ગુનો:ગીર સોમનાથ પોલીસે કાર્યવાહી કરી, 4 આરોપીઓની ધરપકડ, 1 ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment