Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેન્દ્ર સરકારની UDAN 2.0 યોજનાને મંજૂરી, 100 એરપોર્ટ બનશે:રાજનાથ સિંહની અધ્યક્ષતામાં પશ્ચિમ એશિયાની સ્થિતિ પર સર્વપક્ષીય બેઠક શરૂ

    1 day ago

    કેન્દ્ર સરકારે બુધવારે કેબિનેટ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લીધા છે. જેમાં 2030-35 માટે નવા પર્યાવરણીય લક્ષ્યો નક્કી કરવા, ₹28,840 કરોડની સુધારેલી UDAN યોજનાને મંજૂરી અને ઇમિગ્રેશન સિસ્ટમના આધુનિકીકરણ માટે IVFRT 3.0 નો સમાવેશ થાય છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ બ્રીફિંગમાં આ નિર્ણયોની માહિતી આપી. તેમણે જણાવ્યું કે કેબિનેટે સુધારેલી પ્રાદેશિક હવાઈ કનેક્ટિવિટી યોજના UDAN 2.0 ને મંજૂરી આપી છે. તેના પર 28,840 કરોડ રૂપિયા ખર્ચ થશે. આ યોજના હેઠળ 100 નવા એરપોર્ટ વિકસાવવામાં આવશે. કેબિનેટે ઇમિગ્રેશન, વિઝા અને વિદેશી નાગરિક ટ્રેકિંગ સંબંધિત IVFRT યોજનાને 31 માર્ચ 2031 સુધી લંબાવી છે. આ ઉપરાંત, ₹1,800 કરોડની IVFRT 3.0 યોજના હેઠળ AI, ફેસ રેકગ્નિશન અને આધાર આધારિત તકનીકોનો ઉપયોગ કરીને સિસ્ટમને વધુ આધુનિક બનાવવામાં આવશે. તો બીજી તરફ ઈરાન-ઇઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકની અધ્યક્ષતા રક્ષામંત્રી રાજનાથ સિંહ કરી રહ્યા છે. આ બેઠકમાં મધ્ય પૂર્વની પરિસ્થિતિઓ અને દેશમાં ગેસ-ઓઈલની ઉપલબ્ધતા પર ચર્ચા કરવામાં આવશે. બેઠક પહેલાં મમતા બેનર્જીની પાર્ટી TMC એ બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. જ્યારે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ બેઠકમાં હાજર રહેશે નહીં. બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકર તમામ પક્ષોને મધ્ય પૂર્વની પરિસ્થિતિઓ વિશે માહિતી આપશે. બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ, વિદેશ મંત્રી ડો.એસ. જયશંકર, પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી અને વિદેશ સચિવ વિક્રમ મિસરી હાજર છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું- ઉત્સર્જનની તીવ્રતામાં 36% ઘટાડો હાંસલ કર્યો અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ભારતે GDPની સરખામણીમાં ઉત્સર્જન તીવ્રતા (એમિશન ઇન્ટેન્સિટી)માં 36%નો ઘટાડો હાંસલ કર્યો છે. 2030નો એક લક્ષ્ય 2025માં જ હાંસલ કરી લેવાયો અને 2026માં તેને પાર પણ કરી લેવાયો. કેન્દ્રીય મંત્રીના મતે, પહેલા ક્યોટો પ્રોટોકોલ લાગુ હતો, પરંતુ પેરિસ સમિટ પછી એક નવું વૈશ્વિક માળખું બન્યું, જેમાં દરેક દેશને પોતાની પરિસ્થિતિઓ અનુસાર લક્ષ્યો નક્કી કરવા કહેવાયું. વર્તમાન લક્ષ્યો 2025-2030 માટે છે અને હવે કેબિનેટે 2030–2035ના લક્ષ્યોને પણ મંજૂરી આપી દીધી છે. 18 માર્ચ- 100 ઇન્ડસ્ટ્રિયલ પાર્ક માટે ભવ્ય યોજનાને મંજૂરી આ પહેલાં, કેન્દ્ર સરકારે 18 માર્ચે કેબિનેટ બેઠકમાં ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે ‘BHAVYA’ (ભારત ઔદ્યોગિક વિકાસ યોજના) ને મંજૂરી આપી હતી. 33,660 કરોડ રૂપિયાના ખર્ચે આ યોજના હેઠળ દેશભરમાં 100 ઔદ્યોગિક પાર્ક વિકસાવવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે યોજના હેઠળ બનનારા ઔદ્યોગિક પાર્કમાં ઉદ્યોગો માટે જમીન, વીજળી, પાણી અને અન્ય મૂળભૂત સુવિધાઓ અગાઉથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. સરકારનું માનવું છે કે આ યોજનાથી દેશમાં રોકાણ વધશે અને મોટા પાયે રોજગારીની તકો ઊભી થશે. કેબિનેટ બેઠકમાં ઉત્તર પ્રદેશના બારાબંકીથી બહરાઇચ વચ્ચે 4-લેન એક્સેસ-કંટ્રોલ્ડ નેશનલ હાઇવે-927 ના નિર્માણને પણ મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ પર લગભગ 6,969 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. ભારત સરકારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને પગલે 25 માર્ચ સાંજે 5 વાગ્યે ઓલ પાર્ટી મિટિંગ બોલાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભા અને લોકસભામાં બંને ગૃહમાં એવી વાત કરી હતી કે, યુદ્ધની અસરના કારણે ભારતમાં સંકટ સર્જાય તેવી સ્થિતિ થઈ રહી છે. ભારતના લોકોએ સંયમ રાખવો પડશે અને કોરોના વખતે જે સંકટ આવ્યું ત્યારે સૌએ સંયમથી કામ કર્યું હતું તેવી રીતે મન શાંત રાખીને સંકટનો સામનો કરવો પડશે. બે મહત્વની મિટિંગમાં મોદી યુદ્ધની અસરો પર ચર્ચા કરીને આગળની રણનીતિ ઘડશે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે ચોથા અઠવાડિયામાં પ્રવેશી ગયો છે. જેની અસર હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા થતા વેપાર માર્ગો પર પડી રહી છે. 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા સંયુક્ત લશ્કરી હુમલામાં 86 વર્ષીય ઈરાની સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનીની હત્યા કરવામાં આવતા તણાવ વધુ વધ્યો. જવાબમાં ઈરાને અનેક ખાડી દેશોમાં યુએસ અને ઇઝરાયલી ઠેકાણાઓને નિશાન બનાવ્યા, જેનાથી દરિયાઈ માર્ગો વધુ ખોરવાયા અને આંતરરાષ્ટ્રીય એનર્જી માર્કેટ અને ગ્લોબલ આર્થિક સ્થિરતા પણ જોખમાઈ. રાજનાથ સિંહે બોલાવેલી મિટિંગમાં શું થયું? પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મંગળવારે ભારતની સંરક્ષણ તૈયારીઓની સમીક્ષા કરી હતી. નવી દિલ્હીમાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં સીડીએસ જનરલ અનિલ ચૌહાણ, ત્રણેય સેનાના પ્રમુખ આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નૌકાદળના પ્રમુખ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી, અને વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહ ઉપરાંત ડીઆરડીના અધ્યક્ષ ડો. સમીર કામત અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. આ પહેલા હલ્દ્વાનીમાં રાજનાથ સિંહે કહ્યું હતું કે ભારતે આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે, અને ભારપૂર્વક જણાવ્યું છે કે તેનો ઉકેલ વાતચીત અને કૂટનીતિ દ્વારા જ લાવવો જોઈએ. એ જોતાં કે દુનિયા હાલમાં સંકટના સમયમાંથી પસાર થઈ રહી છે, અને ઘણા વિસ્તારોમાં સંઘર્ષ ચાલુ છે, તેમણે કહ્યું કે પશ્ચિમ એશિયામાં થઈ રહેલા સતત હુમલાઓ ફક્ત ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે. ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સમગ્ર પશ્ચિમ એશિયામાં તણાવપૂર્ણ સ્થિતિને જોતા, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ભારત સ્પષ્ટપણે માને છે કે આનો ઉકેલ ‘વાટાઘાટો અને રાજદ્વારી’ દ્વારા શોધવો જોઈએ. તેમણે કહ્યું કે આજે આખી દુનિયા સંકટના સમયગાળામાંથી પસાર થઈ રહી છે, જ્યાં પશ્ચિમ એશિયામાં સતત હુમલા થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે આ માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે. વડાપ્રધાન મોદીએ ચિંતા વ્યક્ત કરી વડાપ્રધાને એ પણ નિર્દેશ કર્યો કે ભારતના પશ્ચિમ એશિયાના યુદ્ધગ્રસ્ત દેશો સાથે વેપાર સંબંધો છે અને આ પ્રદેશ દેશની ક્રૂડ ઓઇલ અને ગેસની જરૂરિયાતોનો નોંધપાત્ર ભાગ પૂરો કરે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું, પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ ચિંતાજનક છે. આ સંઘર્ષ ત્રણ અઠવાડિયાથી વધુ સમયથી ચાલી રહ્યો છે. તેની વૈશ્વિક અર્થતંત્ર અને લોકોના જીવન પર ગંભીર અસર પડી રહી છે અને તેથી વિશ્વભરના તમામ દેશો આ સંઘર્ષના વહેલા ઉકેલ માટે અપીલ કરી રહ્યા છે. જો યુદ્ધ લાંબુ ચાલશે તો ભારતે પણ કોરોના સમયે જે સંકટો આવ્યા હતા તેવા સંકટ માટે તૈયાર રહેવું પડશે. દેશવાસીઓએ સંયમ જાળવીને રહેવું પડશે. અગાઉ પણ ઈમર્જન્સી જેવી સ્થિતિમાં મોદીએ સર્વપક્ષીય મિટિંગ બોલાવી છે 2014માં પહેલીવાર વડાપ્રધાન બન્યા પછી મોદી સામે હુડહુડ વાવાઝોડાંનો પડકાર આવ્યો હતો. તેમણે એ વખતે ઓલ પાર્ટી મિટિંગ બોલાવી હતી. એ પછી તો કોરોના, પહેલગામ હુમલો અને હવે યુદ્ધની સ્થિતિમાં ઓલ પાર્ટી મિટિંગ બોલાવવી પડી છે. ઓક્ટોબર 2014માં વડાપ્રધાને ચક્રવાત હુદહુદ માટે તૈયારીઓની સમીક્ષા કરવા માટે હાઈલેવલ ઈમરજન્સી મિટિંગ બોલાવી હતી. પાકિસ્તાન અથવા ચીન સાથે સરહદી તણાવ દરમિયાન વિવિધ પ્રસંગોએ સુરક્ષા પરની કેબિનેટ સમિતિની કટોકટીની બેઠકો બોલાવવામાં આવી છે. 2019માં પુલવામા એટેક પછી પણ ઈમરજન્સી મિટિંગ બોલાવાઈ હતી. COVID-19 કેસોમાં વધારા દરમિયાન પરિસ્થિતિની સમીક્ષા કરવા, રસીકરણ સુનિશ્ચિત કરવા અને ઓક્સિજન પુરવઠો સુનિશ્ચિત કરવા માટે ઘણી ઉચ્ચ સ્તરીય બેઠકો યોજાઈ હતી, અને હવે પશ્ચિમ એશિયામાં તણાવને કારણે ઊર્જા સુરક્ષા અને વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં વિક્ષેપોની સમીક્ષા કરવા માટે બેઠક બોલાવી છે. વડાપ્રધાન મોદીએ આવતીકાલ તા. 25 માર્ચે બપોરે 1 વાગ્યે કેન્દ્રીય કેબિનેટ મિટિંગ બોલાવી છે અને સાંજે 5 વાગ્યે ઓલ પાર્ટી મિટિંગ બોલાવી છે.
    Click here to Read More
    Previous Article
    ઘરની નજીક ગેસની લાઈન હશે તો કનેક્શન લેવું જ પડશે:કંપની 3 મહિનાની નોટિસ આપશે, જો કનેક્શન નહીં લો તો ગેસ સિલિન્ડર મળવાનું પણ બંધ થશે
    Next Article
    હું ડિવોર્સી છું, મારો કોન્ટેક્ટ કરી દોઢ વર્ષ સંબંધ બાંધ્યા:મને વાઈફની જેમ ટ્રીટ કરતો, ત્રણ ટાઈમ ઘરે આવતો; થાઈલેન્ડ લઈ ગયો, શિક્ષિકાની પૂર્વ વિદ્યાર્થી સામે દુષ્કર્મની ફરિયાદ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment