Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણામાં ચાર કલાકમાં મેઘરાજાની તોફાની બેટિંગ:વિજાપુરમાં સૌથી વધુ 3 ઇંચથી જળબંબાકાર, વિદ્યાર્થીઓ હેરાન થયાં

    6 hours ago

    મહેસાણા જિલ્લાભરમાં આજે સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધીના ચાર કલાકના સમયગાળામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો હતો. મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેના કારણે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મહેસાણામાં એક ઇંચથી વધુ વરસાદ ચાર કલાકના આ વરસાદી સ્પેલમાં સૌથી વધુ આફત વિજાપુર તાલુકામાં જોવા મળી હતી, જ્યાં ધોધમાર ત્રણ ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ સિવાય કડી તાલુકામાં 40 મિમી અને ખેરાલુમાં 39 મિમી વરસાદ નોંધાયો હતો. જિલ્લા મથક મહેસાણામાં પણ 27 મિમી વરસાદ પડતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. તાલુકાઓમાં નોંધાયેલો વરસાદ અન્ય તાલુકાઓની વાત કરીએ તો સતલાસણા અને વડનગરમાં એકસરખો 20-20 મિમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જોટાણામાં 17 મિમી, વિસનગરમાં 14 મિમી, ઊંઝામાં 11 મિમી અને બહુચરાજીમાં 5 મિમી વરસાદ વરસ્યો હતો. જિલ્લાના તમામ 10 તાલુકાઓમાં વરસાદી હાજરી પૂરાતા સમગ્ર મહેસાણા પંથક પાણી-પાણી થઈ ગયો હતો અને વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ હતી.
    Click here to Read More
    Previous Article
    ગિરનારી ગણેશ અને 'અપના ઘર'માં ગણેશ સ્થાપના:જૂનાગઢમાં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી: ઝાંસીની રાણી સર્કલ ખાતે ગિરનારી ગણેશજી સ્થાપિત અને 'અપના ઘર'માં 1111 મોદક યજ્ઞ યોજાયો
    Next Article
    વાપીમાં રેલવે બ્રિજ કામગીરીથી શીતલ એપાર્ટમેન્ટ સામે પાણી ભરાયા:સોનોરસ ટાવર અને સર્કિટ હાઉસ પાસે વરસાદી પાણીનો નિકાલ ખોરવાયો, રહીશો પરેશાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment