Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં ચૂંટણી કમિશનર સામે વિરોધ પ્રદર્શન પૂર્વે જ પોલીસ એક્શનમાં:પૂર્વ સાંસદ વિક્રમ માડમ સહિત 100થી વધુ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત

    8 hours ago

    જામનગરમાં ચૂંટણી કમિશનર સામે વિરોધ પ્રદર્શન યોજાય તે પહેલાં જ પોલીસ હરકતમાં આવી. સીટી ‘બી’ ડિવિઝન પોલીસે પૂર્વ સાંસદ વિક્રમ માડમ સહિત 100થી વધુ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી લીધી. કોંગ્રેસે ચૂંટણી કમિશનર સામેના આક્ષેપોને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપવાનું આયોજન કર્યું હતું. ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરીને વિરોધ નોંધાવવાનો પણ કાર્યક્રમ હતો. જોકે, કાર્યકરો એકઠા થાય તે પહેલાં જ પોલીસે તેમને રોકી દીધા. અટકાયત બાદ પૂર્વ સાંસદ વિક્રમ માડમે સરકાર અને વહીવટી તંત્ર પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, પોલીસની મંજૂરી છતાં આવેદનપત્ર આપવા અને બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરવા ન દીધા, કાર્યકરોની અટકાયત કરાઈ. તેમણે ભાજપ સરકાર પર 'હિટલરશાહી' ચલાવવાનો આરોપ લગાવ્યો. માડમે ચીમકી આપી કે, “અમારે જામીન નથી જોઈતા કે કોઈની મોહતાજી કરવી નથી. અમારા પર કાયદેસરની કલમો લગાવી દો અને કોંગ્રેસના કાર્યકરોને સીધા જેલમાં પૂરી દો.”
    Click here to Read More
    Previous Article
    67 કિલો મેફેડ્રોન સાથે શખ્સ ઝડપાયો:મોરબીમાં NDPSના ગુનામાં 2 માસથી નાસતો ફરતો આરોપી માદક પદાર્થની ડિલિવરી કરવા આવ્યો ને' પકડાયો
    Next Article
    પાટણમાં વિશ્વ એન્ટી રેબિઝ ડે પર પશુ રસીકરણ કેમ્પ યોજાયો:70 શ્વાનને અપાઈ નિઃશુલ્ક રસી, શાળાઓમાં જાગૃતિ શિબિરો યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment