Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હું ડિવોર્સી છું, મારો કોન્ટેક્ટ કરી દોઢ વર્ષ સંબંધ બાંધ્યા:મને વાઈફની જેમ ટ્રીટ કરતો, ત્રણ ટાઈમ ઘરે આવતો; થાઈલેન્ડ લઈ ગયો, શિક્ષિકાની પૂર્વ વિદ્યાર્થી સામે દુષ્કર્મની ફરિયાદ

    13 hours ago

    રાજકોટમાં શિક્ષિકાએ તેના પૂર્વ વિદ્યાર્થી સામે લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. શિક્ષિકા વર્ષ 2012માં ધો.10ના જે વિદ્યાર્થીને ભણાવી રહી હતી, તે વિદ્યાર્થીએ 12 વર્ષ બાદ તે જ શિક્ષિકાનો સોશિયલ મીડિયામાં કોન્ટેક્ટ કર્યો અને ત્યારબાદ લગ્નની લાલચ આપી દોઢ વર્ષ સુધી અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન યુવક શિક્ષિકાને ચારધામ યાત્રા અને થાઈલેન્ડ પણ ફરવા લઈ ગયો હતો. આ ઉપરાંત યુવકે રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત 6 લાખ રૂપિયા શિક્ષિકા પાસેથી લીધા હતા. જોકે, બાદમાં યુવકે અન્ય યુવતી સાથે સગાઈ કરી લીધાનો ભાંડો ફૂટતા શિક્ષિકાએ લગ્ન કરવા કહ્યું હતું. પરંતુ યુવકે રૂપિયા પાછા આપવા અને લગ્નની ના પાડતા શિક્ષિકાએ ફરિયાદ નોંધાવી હતી. ગાંધીગ્રામ પોલીસે BNSની કલમ 64 (2)(M), 69, 316(2) સહિતની કલમ અંતર્ગત શિક્ષિકાના પૂર્વ પ્રેમી ધ્રુવીલ દેસાઈ વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ધ્રુવીલે દોઢ વર્ષ સુધી મારી સાથે શરીર સંબંધ બાંધ્યો દુષ્કર્મ પીડિતા શિક્ષિકાએ જણાવ્યું હતું કે, હું જે સ્કૂલમાં ભણાવું છું તે જ સ્કૂલના પૂર્વ સિનિયર વિદ્યાર્થી ધ્રુવીલ દેસાઈએ ફેસબુક મારફતે મારી સાથે કોન્ટેક્ટ કર્યો હતો. લગ્નની લાલચ આપી દોઢ વર્ષ સુધી મારી સાથે શરીર સંબંધ બાંધ્યો. જૂન 2024માં કોન્ટેક્ટ કરી ડિસેમ્બર 2025 સુધી દુષ્કર્મ ગુજાર્યું હું જ્યારે વર્ષ 2012માં સ્કૂલમાં શિક્ષિકા તરીકે જોડાઈ ત્યારે સિનિયર વિદ્યાર્થી તરીકે ધ્રુવીલ ધો. 10માં અભ્યાસ કરતો હતો. જે બાદ ધ્રુવીલને મારા સ્કૂલના સ્ટાફ તેમજ મિત્રો દ્વારા ખ્યાલ આવ્યો કે, હું ડિવોર્સી છું અને એકલી રહું છું જેથી ધ્રુવીલે જૂન 2024માં મારો કોન્ટેક્ટ કર્યો અને ડિસેમ્બર 2025 સુધી લગ્નની લાલચ આપી દોઢ વર્ષ સુધી મારી સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. ચારધામની યાત્રા અને થાઈલેન્ડ લઈ ગયો હતો જોકે, ધ્રુવીલે માર્ચ 2025માં તેની મહિલા મિત્ર સાથે સગાઈ કરી લીધી હતી. જોકે, તેની ખબર ધ્રુવીલે મને પડવા દીધી નહોતી અને મને એમ કહ્યું કે, હું તારી સાથે જ લગ્ન કરવા માંગું છું. ધ્રુવીલે દોઢ વર્ષમાં મને આખું ગુજરાત અને ચારધામની યાત્રા કરાવી હતી. મે મહિનામાં 10 દિવસ થાઈલેન્ડ લઈ ગયો હતો. દોઢ વર્ષમાં સાવર, બપોર અને સાંજ એમ ત્રણ ટાઇમ મારા ઘરે આવતો હતો. મને વાઈફની જેમ જ ટ્રીટ કરતો હતો. 'હું ગોંડલની ગુંડી છું' કહીં યુવકની માતાની ધમકી ધ્રુવીલે મને કહ્યું હતું કે આપણે વિદેશમાં સ્થાયી થવું છે જેથી મારી નોકરી પણ મુકાવી દીધી હતી. આ દરમિયાન મેં તેને રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત 6 લાખ રૂપિયા આપ્યા હતા. ધ્રુવીલ દેસાઈને અમૂલ પાર્લરની શોપ છે. ધ્રુવીલના માતા-પિતા મારા ઘરે આવ્યા હતા અને મને ધમકાવી હતી કે, મારા દીકરીને તે પૈસા લઈને ફસાવ્યો છે. તેની માતાએ મને કહ્યું હતું કે, તું મને ઓળખતી નથી, હું ગોંડલની ગુંડી છું. રયાણીની દીકરી છું. બાદમાં મને ખબર પડી કે ધુવલે સગાઈ કરી લીધી છે. 'હું તમને ઓળખતો નથી તમે કોણ છો? અહીંથી નીકળો' ધ્રુવીલની જેની સાથે સગાઈ થઈ હતી તે યુવતી મારા ઘરે આવી હતી અને તે વખતે ધ્રુવીલ મારા ઘરેથી પકડાયો હતો. ત્યાર બાદ મેં ધ્રુવીલને ફોન કર્યા પરંતુ મને તેણે બ્લોક કરી દીધી હતી અને મારા મેસેજના પણ જવાબ આપતો નહોતો. જે બાદ હું તેની શોપ પર ગઈ ત્યારે તેણે મને કહ્યું કે, હું તમને ઓળખતો નથી તમે કોણ છો? અહીંથી નીકળો. તે વખતે જ મેં જે પૈસા આપ્યા હતા તે માંગતા તેણે પરત આપવાની પણ ના પાડી દીધી હતી. શિક્ષિકાએ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ 25 જૂન 2024ના રોજ તેના ફેસબુક પર એક મેસેજ આવ્યો હતો અને તેમાં લખ્યું હતું કે, તે તેનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. ત્યારબાદ ફોન નંબરની આપ લે થઈ હતી. વિદ્યાર્થી 12 વર્ષ નાનો હતો આમ છતાં તેને શિક્ષિકા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. રાજકોટમાં સંસ્કાર સિટી બી વિંગ 404 મવડીમાં રહેતા ધ્રુવીલ પંકજભાઈ દેસાઈ નામના યુવાને જુલાઈ 2024માં શિક્ષિકાને ફોન કરીને સીધો જ તેના ઘેર પહોંચી ગયો હતો અને કહ્યું હતું કે, ‘હું જ્યારે ધો.10માં ભણતો હતો ત્યારથી જ તમે મને ગમો છો, હું સ્કૂલ ટાઈમથી જ તમને લાઈક કરું છું.’ ત્યારબાદ ફરી એક વખત લગ્નનો પ્રસ્તાવ મૂકીને શિક્ષિકા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જાન્યુઆરી 2025માં શિક્ષિકાના માતાને પણ મળીને ‘હું શિક્ષિકા સાથે લગ્ન કરવા માગું છું અને અમે લગ્ન બાદ ઓસ્ટ્રેલિયા સ્થાયી થઈ જશું’ તેવી વાત કરી હતી. ત્યારબાદ લગભગ દરરોજ રાત્રિના સમયે ધ્રુવીલ શિક્ષિકાના ઘેર આવતો જતો હતો અને લગ્ન કરી જ લેવાના છે તેથી શિક્ષિકા પણ તેમની સાથે પત્નીની જેમ રહેતા હતા. 2025માં બંને થાઈલેન્ડ પણ ફરવા ગયા હતા અને ચાર જ્યોતિર્લિંગની યાત્રા પણ કરી હતી. શિક્ષિકાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી 2025માં ધ્રુવીલના માતાનો ફોન આવ્યો હતો કે, તે મારા છોકરાને ફસાવ્યો છે, જોકે આ સમયે ધ્રુવીલ પોતાની પાસે જ હતો. ત્યારે ધ્રુવીલે એમ કહ્યું હતું કે, તમારે માત્ર હાએ હા જ કરવાની છે. બાકી બધું હું ટેકલ કરી લઈશ. જોકે ધ્રુવીલે માર્ચ 2025માં તેની સાથે જ ભણતી યુવતી સાથે સગાઈ કરી લીધી હતી. આ વાતની પોતાને જાણ થતાં તે શું કરવા માગે છે તેમ પૂછતા ધ્રુવીલે સ્પષ્ટ કહ્યું હતું કે, પરિવારના દબાણથી આ સગાઈ કરી છે, પરંતુ હું લગ્ન તો તમારી સાથે જ કરવાનો છું અને છેક 23 ડિસેમ્બર 2025 સુધી મળવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો અને આ સમય દરમિયાન અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. શિક્ષિકાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, અઢી વર્ષના સમયગાળા દરમિયાન ધ્રુવીલે જ્યારે સગાઈ કરી લીધી ત્યારબાદ ધ્રુવીલના માતા અને જેની સાથે સગાઈ થઈ હતી તે યુવતી પણ પોતાને મળવા આવ્યા હતા અને ધ્રુવીલની હવે સગાઈ થઈ ગઈ છે તેથી તેની સાથેનો સંબંધ પૂરો કરી નાખવા કહ્યું હતું. જોકે ધ્રુવીલ સ્પષ્ટ રીતે કહેતો હતો કે, તેની સાથે જ લગ્ન કરશે અને આથી જ ધ્રુવીલને ધંધામાં ખોટ જતા રોકડા 2 લાખ, 4 લાખ પીએફ જમા હતું તેમાંથી અઢી લાખ અને સોનાના દાગીના વેચીને કુલ 7 લાખ રૂપિયાની મદદ પણ કરી હતી. ડિસેમ્બર 2025માં ધ્રુવીલે લગ્ન કરવા માટે ના પાડી દેતા અને રૂપિયા પણ પરત દેવાની ના પાડી દેતા અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે માત્ર અરજી લઈ અઢી મહિને કાર્યવાહી કરી 20 જાન્યુઆરી 2026ના રોજ પોતે પોલીસને અરજી કરી હતી. પોલીસે નિવેદન લેવા માટે બોલાવી પણ હતી. જોકે તે સમયે ગુનો નોંધ્યો ન હતો. પીએસઆઈ જોશીએ એમ કહ્યું હતું કે, અત્યારે અરજી લઈ છીએ. તમને વિચારવાનો સમય આપીએ છીએ. અમારે સામેવાળાને પણ સમય આપવો પડે. આથી તમે વિચારીને આવો પછી આગળની કાર્યવાહી કરીશું. આ સમય દરમિયાન ધ્રુવીલના માતા-પિતા અને ધ્રુવીલે જેની સાથે સગાઈ કરી લીધી હતી તે યુવતી ગાંધીગ્રામ પોલીસ મથકે આવ્યા હતા અને પોતાને પણ ત્યાં બોલાવી હતી. આ સમયે ધ્રુવીલના પિતાએ બે હાથ જોડીને માફી આપી દેવા વિનંતી કરી હતી. જોકે પોતે પોલીસ ફરિયાદ કરવા મક્કમ હતી. આમ છતાં તપાસના નામે પોલીસે અઢી મહિના બાદ ગુનો નોંધ્યો હતો. અત્રે એ વાત નોંધનીય છે કે, રાજકોટ ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈએ થોડા સમય પહેલાં જ એવું કહ્યું હતું કે, જ્યારે દુષ્કર્મ જેવો ગંભીર ગુનો હોય ત્યારે તાકીદે ફરિયાદ નોંધી લેવી પરંતુ આ કેસમાં પણ અરજીના નામે પોલીસે દુષ્કર્મ પીડિતાને અઢી મહિના સુધી માત્ર ધક્કા ખવડાવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કેન્દ્ર સરકારની UDAN 2.0 યોજનાને મંજૂરી, 100 એરપોર્ટ બનશે:રાજનાથ સિંહની અધ્યક્ષતામાં પશ્ચિમ એશિયાની સ્થિતિ પર સર્વપક્ષીય બેઠક શરૂ
    Next Article
    લીવઈન પાર્ટનરની હત્યા મામલે સુરજ ભુવાજીના જામીન રદ:યુવતીની હત્યા કરી પેટ્રોલ છાંટી લાશને સળગાવી નાખી'તી, હાઈકોર્ટે જામીન આપતા મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment