Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લીવઈન પાર્ટનરની હત્યા મામલે સુરજ ભુવાજીના જામીન રદ:યુવતીની હત્યા કરી પેટ્રોલ છાંટી લાશને સળગાવી નાખી'તી, હાઈકોર્ટે જામીન આપતા મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો

    15 hours ago

    વર્ષ 2023માં જૂનાગઢની યુવતીની હત્યા કરી લાશ સળગાવી નાખવાના કેસમાં સુરજ ભુવાજી સહિતના ચાર આરોપીઓને હાઈકોર્ટે જામીન આપ્યા હતા. જેની સામે ફરિયાદી અને સરકાર પક્ષે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરતા સુપ્રીમ કોર્ટે સુરજ ભુવાજી સહિત ચાર આરોપીઓના જામીન રદ કરી ટ્રાયલ કોર્ટ સમક્ષ સરેન્ડર કરવા આદેશ કર્યો છે. સાથે લીવઈનમાં રહેતી યુવતીની સુરજ ભુવાજી સહિતના આરોપીઓએ મળી હત્યા કરી લાશને સળગાવી નાખી હતી. સમગ્ર કેસને અમદાવાદ પોલીસે ઉકેલ્યો હતો. લીવઈનમાં રહેતી યુવતીની હત્યા કરી લાશ સળગાવી દેવાઈ હતી જુનાગઢ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ સુરજ ભુવાજીએ અમદાવાદની કોર્ટમાં ફરિયાદીની બહેનને લઈ જવાનું કહીને પોતાના ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં સહઆરોપી મિત શાહે તેનું ગળું દાબીને હત્યા કરી હતી. બાદમાં તેની બોડી ઉપર પેટ્રોલ છાંટીને તેની લાશ સળગાવી દીધી હતી. મૃતકના ભાઈ એવા ફરિયાદીને આરોપીએ જણાવ્યું હતું કે તેની બહેન અમદાવાદથી ક્યાંક જતી રહી છે. પહેલેથી જ પરિણીત સુરજ ભુવાજી ફરિયાદીની 22 વર્ષીય બહેન સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતો હતો. પરંતુ બંને વચ્ચે ખટરાગ સર્જાતા ફરિયાદીની બહેને સુરજ ભુવાજી સામે દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સૂરજ ભુવાજીએ ફરિયાદીની બહેનનો કાંટો કાઢી નાખવા માટે સહ આરોપીઓ સાથે મળીને કાવતરું રચ્યું હતું. જે મુજબ ફરિયાદીની બહેને કરેલા કેસ સંદર્ભે તેને અમદાવાદ જવાનું કહ્યું હતું. આરોપીઓ યુવતીને લઈને ગાડીમાં ગયા હતા. જ્યાં રસ્તામાં સુરજ ભુવાજીના ખેતરમાં ગાડીને ઉભી રાખી હતી. સીટની પાછળ બેસેલા મિત શાહે યુવતીનું દુપટ્ટાથી ગળું દબાવી દીધું હતું. તેનું મૃત્યુ નીપજતા તેને ખેતરમાં જ સળગાવી દેવામાં આવી હતી. તેના ભાઈને કહેવામાં આવ્યું હતું કે યુવતી અમદાવાદથી ક્યાંક ચાલી ગઈ છે. જ્યારે યુવતીની તો રસ્તા વચ્ચે જ હત્યા કરી દેવામાં આવી હતી. તપાસ મુજબ પોલીસની પકડથી દૂર રહેવા સહ આરોપીને મૃતક યુવતીનો દુપટ્ટો ઓઢાડીને આરોપીઓ અમદાવાદ આવ્યા હતા. વળી યુવતીને શોધવાનું નાટક અમદાવાદના રોડ ઉપરના CCTV કેમેરા સામે કરવામાં આવ્યું હતું. જ્યારે યુવતીના મોબાઈલથી સુરત ભુવાજીને વોટ્સએપ મેસેજ પણ કરવામાં આવ્યા હતા, બાદમાં મોબાઈલનો નાશ કરવામાં આવ્યો હતો. આ તમામ બાબતો પોલીસને ગેરમાર્ગે દોરવા કરવામાં આવી હતી. સહઆરોપી પકડાતા પોલીસ સમક્ષ વટાણા વેરી દીધા હતા સુરજ ભુવાજીએ યુવતીના ભાઈને ફોન કરીને જણાવ્યું હતું કે યુવતી અમદાવાદથી ક્યાંક જતી રહી છે. જે અંગે તેને ગુમ થયાની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. જો કે મિત શાહની પોલીસે કડક પૂછપરછ કરતા તેને વટાણા વેરી દીધા હતા. યુવતીના ભાઈ એવા ફરિયાદીને તપાસ અધિકારીએ સઘળી હકીકત જણાવતા આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. ગુજરાત હાઈકોર્ટે જામીન આપતા ફરિયાદી પક્ષ સુપ્રીમમાં ગયો હતો ઉલ્લેખનીય છે કે આરોપીઓએ તપાસ એજન્સીને ખોટા નિવેદનો આપીને ચકરાવે ચઢાવી હતી. વળી યુવતીના કપડા, દુપટ્ટો અને પાકીટને અમદાવાદમાં બાળી નાખ્યા હતા. આ કેસમાં 70 જેટલા સાહેદો છે. ગુજરાત હાઇકોર્ટે આરોપીઓને તપાસ પૂર્ણ થતા અને ચાર્જશીટ ફાઇલ થતાં ટ્રાયલમાં વિલંબ થવાના કારણોસર શરતી જામીન આપ્યા હતા. જો કે સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે ગુનાની ગંભીરતાને જોતા તેમને જામીન આપી શકાય નહીં. જો ટ્રાયલ કોર્ટમાં ટ્રાયલ ચાલવામાં વધુ વિલંબ થાય તેઓ ન્યાયિક માર્ગ અપનાવી શકશે. ચારેય આરોપીઓએ 4 અઠવાડિયામાં ટ્રાયલ કોર્ટ સમક્ષ સરેન્ડર કરવું પડશે ફરિયાદીએ એડવોકેટ કુલદીપસિંહ જાડેજા દ્વારા અને રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરતાં સુરજ ભુવાજીની સાથે સહઆરોપી મુકેશ સોલંકી, ગુંજન જોશી અને મીત શાહના જામીન રદ કરવામાં આવ્યા છે. તેઓએ 4 અઠવાડિયાની અંદર ટ્રાયલ કોર્ટ સમક્ષ સરેન્ડર કરવું પડશે.
    Click here to Read More
    Previous Article
    હું ડિવોર્સી છું, મારો કોન્ટેક્ટ કરી દોઢ વર્ષ સંબંધ બાંધ્યા:મને વાઈફની જેમ ટ્રીટ કરતો, ત્રણ ટાઈમ ઘરે આવતો; થાઈલેન્ડ લઈ ગયો, શિક્ષિકાની પૂર્વ વિદ્યાર્થી સામે દુષ્કર્મની ફરિયાદ
    Next Article
    અશાંતધારાની મંજૂરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કલેક્ટરને રજૂઆત:"લાંચ લેનારાનો વરઘોડો કાઢો", અશાંત ધારાની 1500 ફાઈલોમાં 'વહીવટ' થયો હોવાનો ગંભીર આક્ષેપ, અશાંત ધારાના વિવાદમાં હિન્દુ સંગઠનોની ઉગ્ર માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment