Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આશા વર્કર્સને રૂ. 1500નો વધારો ન મળતા વિરોધ:પાલનપુરમાં આશા વર્કર્સે પડતર માંગણીઓ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

    1 day ago

    આશા અને ફેસિલિટેટર બહેનોએ આજે 'કાળો દિવસ' મનાવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. તેમની મુખ્ય માંગણી ગયા વર્ષે જાહેર કરાયેલા રૂ. 1500ના વધારાની તાત્કાલિક ચૂકવણીની છે. આ કાર્યક્રમ AWWAFI (ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ આશા એન્ડ ફેસિલિટેટર), જે સીટુ સાથે સંકળાયેલ છે, તેના આહ્વાન પર યોજાયો હતો. કાર્યકરોએ જણાવ્યું કે, ગયા વર્ષે માર્ચમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ આશા અને ફેસિલિટેટર બહેનો માટે રૂ. 1500ના વધારાની જાહેરાત કરી હતી. જોકે, એક વર્ષ વીતી ગયા છતાં આ અંગેનો કોઈ સરકારી ઠરાવ (GR) બહાર પાડવામાં આવ્યો નથી. આશા વર્કર્સની માંગ છે કે, આ વધારાની રકમ તાત્કાલિક ચૂકવવામાં આવે. તેમણે જણાવ્યું કે, સરકાર દ્વારા તાત્કાલિક GR બહાર પાડવામાં આવે જેથી દરેક રાજ્યોમાં આ ચૂકવણી થઈ શકે. વર્કર્સે 2018 પછી કેન્દ્ર સરકાર તરફથી કોઈ વધારો ન મળ્યો હોવાનું પણ જણાવ્યું અને ગયા વર્ષના વધારાની રકમ એરિયર્સ સાથે ચૂકવવાની માંગ કરી હતી. વર્કર્સ પર ડિજિટલ કામ માટે દબાણ કરવામાં આવે છે, પરંતુ તેમને કામ કરવા માટે સક્ષમ સાધનો પૂરા પાડવામાં આવતા નથી. દરેક આશા બહેનને સિમકાર્ડ આપવામાં આવ્યા છે, પરંતુ મોબાઇલ ફોન નથી. તેથી, તેમને કામ કરવા માટે મોબાઇલ ફોન પૂરા પાડવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી. ગુજરાત સરકારે દર વર્ષે બે વાર ડ્રેસ આપવાની જાહેરાત કરી છે, તેથી નિયમિતપણે બે જોડી ડ્રેસ આપવામાં આવે તેવી માંગ છે. આ ઉપરાંત, તેમના કામની નિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને, તેમને પેન્શન, ગ્રેચ્યુઇટી અને નિશ્ચિત પગાર મળવો જોઈએ. ઇન્સેન્ટિવ પ્રથા દૂર કરવાની પણ માંગ કરવામાં આવી હતી. ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયન દ્વારા ગુજરાતના દરેક જિલ્લામાં આજે તેમની માંગણીઓ સાથે આવેદનપત્રો સુપરત કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ‘સૌની યોજનાના ડાયરામાં માયાભાઈએ 3.50 અને કિર્તીદાને 10 લાખ લીધા’:RTI કરનારે કહ્યું- 2017થી અત્યાર સુધીમાં કેટલા ખાનગી-સરકારી ડાયરા કર્યા, કમાણીમાંથી કેટલો ટેક્સ ચૂકવ્યો, માહિતી જાહેર કરો
    Next Article
    TRP ગેમઝોન અગ્નિકાંડમાં 5 અધિકારી કાયમી ઘરભેગા:ફાયર સ્ટેશન ઓફિસર વિગોરા અને TP વિભાગના 4 અધિકારી ડિસમિસ, મનસુખ સાગઠીયાના નિવૃત્તિના લાભો અટકાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment