Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘સૌની યોજનાના ડાયરામાં માયાભાઈએ 3.50 અને કિર્તીદાને 10 લાખ લીધા’:RTI કરનારે કહ્યું- 2017થી અત્યાર સુધીમાં કેટલા ખાનગી-સરકારી ડાયરા કર્યા, કમાણીમાંથી કેટલો ટેક્સ ચૂકવ્યો, માહિતી જાહેર કરો

    1 day ago

    ગુજરાતના જાણીતા લોકકલાકારો માયા આહિર અને કિર્તીદાન ગઢવી દ્વારા એક ડાયરા દરમિયાન ટેક્સ ભરવા બાબતે આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન બાદ સોશિયલ મીડિયા સહિત સમગ્ર રાજ્યમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિવાદની વચ્ચે મોરબીના જાગૃત નાગરિક રમેશ ઝીલરીયાએ RTI હેઠળ મેળવેલા આંકડા જાહેર કર્યા છે. જેમાં સૌની યોજનાના એક કાર્યક્રમમાં માયાભાઈએ રૂ. 3.50 લાખ અને કિર્તીદાને બે ડાયરાનાં રૂ. 10 લાખ લીધાનો RTIમાં પર્દાફાશ થયો છે. વાઇરલ થયેલા વીડિયો અનુસાર, એક ડાયરાના કાર્યક્રમમાં સ્ટેજ પરથી સરકારી કર્મચારીઓનો પક્ષ લેતા માયાભાઈ આહિર એવું કહેતા જોવા મળ્યા હતા કે, સરકારી કર્મચારીઓને કોઈ કહે કે, 'તમે અમારો પગાર ખાવ છો, જેમ એના બાપુજી નો ટેક્સ ભરતા હોય એમ તમે અમારા ટેક્સના પૈસે પગાર લ્યો છો. આ જ વાતમાં સૂર પુરાવતા અને સામાન્ય જનતાની મજાક ઉડાવતા કિર્તીદાન ગઢવીએ સ્ટેજ પરથી હસતા હસતા કહ્યું હતું કે, એ પાછા ટેક્સ ભરતા નથી અને રેશનિંગના ઘઉં ખાતા હોય છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે આ RTIના ખુલાસાથી એ સ્પષ્ટ થાય છે કે જનતાના ટેક્સ પર જીવતા કલાકારો જ પ્રજાની ઠેકડી ઉડાવે છે. મોરબીના નાગરિકે RTI કરી માહિતી મેળવી કલાકારોના આ અહંકારી નિવેદનથી ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગની લાગણી દુભાઈ છે, કારણ કે દેશનો ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ નાની-મોટી ચીજવસ્તુઓ પર GST ચૂકવે જ છે. આ વિવાદાસ્પદ નિવેદન સામે આવતા જ મોરબીના નાગરિક રમેશ ઝીલરીયાએ વર્ષ 2005ના RTI એક્ટ હેઠળ સરકારી વિભાગોમાંથી સત્તાવાર માહિતી મેળવી હતી. આ માહિતીના હવાલા ટાંકીને તેમણે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે રાજકોટ ખાતે 22 જૂન, 2017થી 25 જૂન, 2017 દરમિયાન યોજાયેલા સરકારી સૌની યોજનાના એક લોકાર્પણ કાર્યક્રમમાં આ બંને કલાકારોએ ભાગ લીધો હતો. માયા આહિરે એક ડાયરાના 3.50 લાખ અને કીર્તિદાને બે ડાયરાના 10 લાખ લીધા આ દરમિયાન કુલ 4 ડાયરા થયા હતા. જેમાં માત્ર એક સરકારી કાર્યક્રમમાં માયા આહિરે એક ડાયરાના રૂ. 3.50 લાખ સરકારી તિજોરીમાંથી લીધા હતા. જ્યારે કિર્તીદાન ગઢવીએ 2 ડાયરાના કુલ રૂ. 10 લાખ (રૂ. 5-5 લાખ લેખે બે વાર) ફી પેટે પ્રજાના ટેક્સના પૈસામાંથી વસૂલ્યા હતા. આમ, જે કલાકારો પ્રજાના ટેક્સ પર સવાલ ઉઠાવે છે, તેઓ પોતે જ પ્રજાના ટેક્સના લાખો રૂપિયા સરકારી કાર્યક્રમોમાંથી મેળવે છે. ‘જનતાના પરસેવાના ટેક્સના પૈસા કલાકારોના ઘરમાં પણ પહોંચ્યા છે’ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં RTI કરનારા રમેશ ઝીલરીયાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, દેશનો ગરીબમાં ગરીબ નાગરિક પણ જીએસટી અને પેટ્રોલ-ડીઝલ જેવા માધ્યમોથી સરકારને ટેક્સ ચૂકવે છે. જનતાના પરસેવાના આ જ ટેક્સના પૈસાથી સરકારી અધિકારીઓના પગાર થાય છે, નેતાઓ સુવિધાઓ ભોગવે છે અને આ જ કલાકારોના ઘરમાં પણ તે પૈસા પહોંચ્યા છે. કલાકારોએ જાહેરમાં જનતાનું અપમાન કરીને તેમની લાગણી દુભાવી છે. ‘કેટલા ખાનગી-સરકારી ડાયરા કર્યા, કમાણીમાંથી કેટલો ટેક્સ ચૂકવ્યો’ વર્ષ 2017માં સૌની યોજના અંતર્ગત રાજકોટ શહેરમાં યોજાયેલા ચાર સરકારી ડાયરાઓની આરટીઆઇ માહિતીનો હવાલો આપતા તેમણે જણાવ્યું કે, તે સમયે કીર્તિદાન ગઢવીને બે ડાયરાના 5-5 લાખ લેખે રૂ. 10 લાખ અને માયા આહિરને એક ડાયરાના રૂ. 3.50 લાખ ચૂકવવામાં આવ્યા હતા. તેમણે કલાકારોને સવાલ કર્યો છે કે, વર્ષ 2017થી અત્યાર સુધીમાં તેમણે કેટલા ખાનગી અને સરકારી ડાયરા કર્યા, કેટલી ફી લીધી, કેટલી કમાણી કરી અને તેમાંથી સરકારને કેટલો ટેક્સ ચૂકવ્યો તેની માહિતી તેઓ જાહેર કરે. કલાકારોએ સરકારને યોગ્ય શાસન કરવા, ટેક્સનું ભારણ ઘટાડવા અને મફત આરોગ્ય અને શિક્ષણ આપવાની સલાહ આપવી જોઈએ. ભગવાન દ્વારકાધીશ કલાકારોને સદબુદ્ધિ આપે અને જનતા વિશે આવું બોલતા પહેલાં તેઓ 100 વખત વિચારે તે જરૂરી છે. આ પણ વાંચો: ‘હા માયા ભાઈ, એના બાપુજી ટેક્સ ભરે છે, એ ભરે છે અને એનો છોકરો પણ ભરશે’ સરકારી કાર્યક્રમોમાંથી કરેલી કમાણી પર ઉઠ્યા સવાલ ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટનાએ લોકકલાકારોની નૈતિકતા અને તેમણે સરકારી કાર્યક્રમોમાંથી કરેલી કમાણી પર મોટા સવાલો ઉભા કર્યા છે. સામાન્ય જનતામાં એવી ચર્ચા ચાલી રહી છે કે જે કલાકારો ગરીબ અને મધ્યમ વર્ગના પૈસે જ મોટા કલાકાર બન્યા છે, તેઓ આજે પ્રજાના ટેક્સની મજાક ઉડાવી રહ્યા છે. RTI એક્ટ દ્વારા બહાર આવેલા રૂ.3.50 લાખ અને રૂ.10 લાખના આંકડાએ કલાકારોના બેવડા વલણને ખુલ્લું પાડી દીધું છે. ત્યારે હવે આગામી દિવસોમાં આ મામલો વધુ ગરમાય તેવી શક્યતા છે. આ પણ વાંચો: સુરતમાં પોલીસ વિભાગના એક અધિકારીના નિવૃત્તિ કાર્યક્રમ નિમિત્તે ડાયરો ડાયરામાં માયા આહિરનું સંપૂર્ણ નિવેદન શું હતું? સુરતના ડાયરા દરમિયાન માયાભાઈ આહિરે સોશિયલ મીડિયા પર પોલીસના વીડિયો ઉતારતા સામાન્ય યુવાનો પર કટાક્ષ કરતા મંચ પરથી કહ્યું હતું કે, "અને એમાંય હવે તો વાત જ કરવાની નથી, જ્યાં હોય ત્યાં વીડિયા ઉતરે છે. 'તમે અમારો પગાર ખાઓ છો...' જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય એ બધા! આવી જ રીત છે. આજે ઈ ત્યાં દેવા જાય છે ને 'તમે અહીંયા અમારા ટેક્સ ઉપર પગાર લ્યો છો...' ઈ રેશનિંગના ઘઉં ખાતા હોય ઈ બધા... અને એણે જિંદગીમાંય ટેક્સ નો ભર્યો હોય સાહેબ." આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં જ સામાન્ય જનતામાં આક્રોશ ફેલાયો હતો.
    Click here to Read More
    Previous Article
    કપાસ ઉગાડતા ખેડૂતોને હેક્ટર દીઠ 14 હજાર સુધીની સહાય મળશે:આધુનિક ખેતી પદ્ધતિ અપનાવવા માટે ‘મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી’ શરૂ, ગુજરાતના 21 જિલ્લાનાં ખેડૂતોને લાભ મળશે
    Next Article
    આશા વર્કર્સને રૂ. 1500નો વધારો ન મળતા વિરોધ:પાલનપુરમાં આશા વર્કર્સે પડતર માંગણીઓ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment