Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લઠ્ઠાકાંડમાં 14 મોત, ફરી નકલી રોયલ સ્ટેગ બનાવતી ફેક્ટરી ઝડપાઈ:રાજસ્થાનના એક શખસે મટીરીયલ પાર્સલ કર્યું, બીજાએ ભાવનગર આવી નકલી દારૂ બનાવ્યો; રેલવે કર્મી સાળા-બનેવીનું કારસ્તાન

    12 hours ago

    ભાવનગરમાં લઠ્ઠાકાંડને હજુ મહિનો પણ થયો નથી ત્યાં હાદાનગર વિસ્તારમાં રેલવે કોલોનીના એક સરકારી ક્વાર્ટરમાંથી નકલી રોયલ સ્ટેગ દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને બોરતળાવ પોલીસે સંયુક્ત દરોડો પાડીને ઘટનાસ્થળેથી રેલવે કર્મચારી અક્ષયરાજસિંહ ગોહિલ, તેના ભાગીદાર વિજય ઉર્ફે મયંક મકવાણા અને તેમના પગારદાર કર્મચારી જીતેન્દ્ર ખાવડીયાને ઝડપી લીધા હતા. સાથે જ ફેક્ટરીમાંથી નકલી દારૂ ભરેલી રોયલ સ્ટેગની 17 બોટલ, સ્ટીકરો, કેમિકલના કેરબા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રેલવે કર્મચારી અક્ષયરાજસિંહ ગોહિલને તેના બનેવીએ રાજસ્થાનના બે શખસ સાથે સંપર્ક કરાવ્યો હતો. જેમાં રાજસ્થાનના એક શખસે નકલી દારૂ બનાવવા માટે મટીરીયલ પાર્સલ કર્યું અને બીજાએ ભાવનગર આવી નકલી દારૂ બનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભાવનગર લઠ્ઠાકાંડમાં 14 લોકોના મોત બાદ પણ બુટલેગરો સુધરવાનું નામ નથી લેતા. નકલી દારૂ બનાવતી ફેક્ટરી, 3 તસવીરમાં જુઓ આ પણ વાંચો: પહેલાં પેગમાં જ સંજયને અજુગતુ લાગતા બુટલેગરને ફોન કર્યો હતો ગુપ્ત બાતમીના આધારે રેડ એલ.સી.બી. ભાવનગરના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે ભાવનગર પરા, રેલવે કોલોની સ્થિત ક્વાર્ટર્સ નંબર 70-એમાં બહારથી પાર્સલમાં બોગસ દારૂ બનાવવાની સામગ્રી મગાવી, કેમિકલ મિશ્રિત વિદેશી દારૂ બનાવી અને તેની બોટલો પર નામાંકિત બ્રાન્ડના બોગસ સ્ટીકરો લગાવી બોટલિંગનું કામ ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે રેડ કરતા સ્થળ પરથી દારૂ બનાવતા અને બોટલો સીલ કરતા 3 શખસો મળી આવ્યા હતા. આ પણ વાંચો: શું નકલી દારૂનું ઝેર ઉતારવા ઇથેનોલનો ઉપયોગ થાય છે? રાજસ્થાન અને મોરબી કનેક્શન ખુલ્યું પોલીસ પૂછપરછમાં ઝડપાયેલા આરોપી અક્ષયરાજસિંહે ખુલાસો કર્યો હતો કે, તેના બનેવી રામદેવસિંહ ઝાલા (રહે. મોરબી) મારફતે રાજસ્થાનના અર્જુનસિંહ સોઢા અને સૂર્યપ્રતાપસિંગ રાઠોડ (રહે. બ્યાવર, રાજસ્થાન) સાથે સંપર્ક થયો હતો. આ પણ વાંચો: દારૂબંધીવાળા ગુજરાતમાં પોલીસે કહ્યું- બારકોડ'8901522000665' નંબરની બોટલનો દારુ પીશો નહીં સૂર્યપ્રતાપસિંગે ભાવનગર આવીને બનાવટી દારૂ બનાવી બોટલિંગ કરી આપ્યું રાજસ્થાનના અજીતસિંગ ઉર્ફે બન્ના રાઠોડે પાર્સલ મારફતે દારૂ બનાવવાની સામગ્રી મોકલી આપી હતી અને સૂર્યપ્રતાપસિંગે ભાવનગર આવીને બનાવટી દારૂ બનાવી બોટલિંગ કરી આપ્યું હતું. તૈયાર થયેલ દારૂનું વેચાણ વિજય ઉર્ફે મયંક મારફતે સ્થાનિક બુટલેગરોને કરવામાં આવતું હતું. આ પણ વાંચો: નકલી રોયલ સ્ટેગની બોટલ સંતાડી રાખી, બબાલ થતા મિત્રને પીવડાવી ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હાલ બોરતળાવ પોલીસ મથકમાં આ ત્રણેય શખ્સો સામે પ્રોહિબિશન સહિતની કલમો હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ દારૂ કેટલા સમયથી બનાવવામાં આવતો હતો અને બજારમાં કેટલો માલ વેચાયો છે તે અંગે ક્રાઇમ બ્રાન્ચે સઘન તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો: ભાવનગર લઠ્ઠાકાંડમાં 4 પોલીસકર્મી સસ્પેન્ડ
    Click here to Read More
    Previous Article
    4 કલાકમાં રાજ્યના 111 તાલુકામાં વરસાદ:સૌથી વધુ સુરતના અંબિકામાં સવા બે ઈંચ, 36 તાલુકામાં અડધા ઈંચથી વધુ; આજે 2 જિલ્લામાં રેડ અને 6માં ઓરેન્જ એલર્ટ
    Next Article
    વઢવાણના મેમકા પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત:મેમકા અકસ્માતમાં ઘાયલ 6 પૈકી 3 ની હાલત ગંભીર, C.U. શાહ મેડિકલ કોલેજમાં સારવાર હેઠળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment