Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રથયાત્રાની એક માસ અગાઉ તૈયારી નો શુભારંભ:ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાને લઈને પરિમલ ચોક ખાતે રથયાત્રા કાર્યાલયનો ઉદ્ઘાટન સંતો-મહંતોના હસ્તે કરાયું

    1 week ago

    ભાવનગરમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાય છે આ વર્ષે પણ ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 41 મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે શહેરના પરિમલ ચોક ખાતે રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા આજરોજ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું, ધાર્મિક વિધિ સાથે પૂજા આરતી તેમજ ધ્વજારોહણ કરી રથયાત્રા કાર્યાલયને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું, આ પ્રસંગે ભાવનગરના સંતો મહંતો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો અને ભાવનગરના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગરમાં દર વર્ષની પરંપરા મુજબ યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે પણ અષાઢીબીજના રોજ નીકળશે. સમગ્ર દેશમાં ત્રીજા નંબરની અને અમદાવાદ પછી ગુજરાતમાં બીજા નંબરની રથયાત્રા ભાવનગરમાંથી નીકળે છે છેલ્લા 40 વર્ષથી ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાય છે. અને આ વર્ષે 16 જુલાઈને ગુરુવારના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી કાઢવામાં આવશે. 41 મી રથયાત્રાને લઈને રથયાત્રા સમિતિ દ્વારા તૈયારીઓનો પ્રારંભ કરાયો હતો. સ્વ.ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત ભગવાન જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા પરંપરા મુજબ રથયાત્રાને એક માસ પહેલા કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવે છે. ત્યારે આજ રોજ ભાવનગર શહેર પરિમલ ચોક ખાતે રથયાત્રા કાર્યાલયનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરુભાઈ ગોંડલીયા, કાર્યકારી અધ્યક્ષ પાર્થ હરુભાઈ પ્રાસંગીક ઉધબોધન કર્યું હતું, આ ઉદઘાટન સમારંભમાં કૃષિમંત્રી જીતુભાઇ, પ્રભારી મંત્રી કૌશિક વેકરિયા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મેયર ઉષા તલરેજા, સ્ટેન્ડિંગ ચેરમેન કિશન મહેતા, શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહ, જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ, પૂર્વ સાંસદ રાજુભાઇ રાણા, સંતો-મહંતો, રાજકીય અને સામાજિક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં 14 જૂને વિશ્વ રક્તદાતા દિને રક્તદાન કેમ્પ:કેન્સર, થેલેસેમિયા દર્દીઓ માટે રેડ ક્રોસ દ્વારા વિવિધ સ્થળોએ આયોજન
    Next Article
    અરવલ્લી LCBએ બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યો:₹40,000ની કિંમતની બાઇક ગણતરીના કલાકોમાં રિકવર કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment