Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફ્રોડ કેસમાં UCO બેંકના પૂર્વ મેનેજરો સહિત 6 આરોપીઓને સજા:અમદાવાદ CBI કોર્ટનો ચુકાદો, 5 વર્ષની સખત કેદ અને 1.33 કરોડનો દંડ ફટકાર્યો

    2 days ago

    CBI કોર્ટ અમદાવાદ દ્વારા ચિલોડા ખાતે આવેલી યુકો બેંકના તત્કાલીન સિનિયર મેનેજર અને તત્કાલીન આસિસ્ટન્ટ મેનેજર સહિત ચાર આરોપીઓ અને બે ખાનગી વ્યક્તિઓને બે અલગ-અલગ બેંક ફ્રોડ કેસમાં 5 વર્ષની સખત કેદ અને દંડની સજા ફટકારવામાં આવી છે. બે અલગ અલગ કેસમાં CBI કોર્ટનો ચુકાદો પ્રથમ કેસમાં CBI કોર્ટ અમદાવાદે યુકો બેંક, ચિલોડા શાખાના તત્કાલીન સિનિયર મેનેજર મેદમ ભગવતી પ્રસાદ, તત્કાલીન આસિસ્ટન્ટ મેનેજર ભાસ્કર રમેશચંદ્ર સોની અને મેસર્સ હેવન ફાઈવ એન્ટરપ્રાઈઝ, સાબરકાંઠાના પ્રોપ્રાઈટર જયેન્દ્રસિંહ મકવાણાને બેંક ફ્રોડ કેસમાં 5 વર્ષની સખત કેદ અને કુલ 1.33 કરોડ રૂપિયાના દંડની સજા સંભળાવી છે. સીબીઆઈએ 27 એપ્રિલ, 2016ના રોજ આ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આરોપ હતો કે, મેદમ ભગવતી પ્રસાદે બ્રાન્ચ મેનેજર તરીકેના પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને ખોટા દસ્તાવેજોના આધારે વિવિધ વ્યક્તિઓ અને પેઢીઓને કુલ 6.43 કરોડ રૂપિયાની કેશ ક્રેડિટ લિમિટ મંજૂર કરી હતી. ડિસેમ્બર-2015 સુધીમાં 17 ખાતાઓમાં કુલ બાકી રકમ 3.63 કરોડ રૂપિયા હતી. મોટાભાગના લોન ખાતા NPA થઈ ગયા હતા, જેનાથી બેંકને મોટું નુકસાન થયું હતું. સીબીઆઈએ તપાસ બાદ 11 નવેમ્બર, 2017 ના રોજ આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. બીજા કેસમાં CBI કોર્ટે ચાર આરોપીઓ મેદમ ભગવતી પ્રસાદ, તત્કાલીન આસિસ્ટન્ટ મેનેજર ભાસ્કર રમેશચંદ્ર સોની અને ખાનગી વ્યક્તિ વનરાજજી સોલંકી ગાંધીનગરને 5 વર્ષની સખત કેદ અને કુલ 72 લાખ રૂપિયાના દંડની સજા ફટકારી છે. આ કેસમાં પણ સીબીઆઈએ 27 એપ્રિલ, 2016 ના રોજ ગુનો નોંધ્યો હતો. તેમાં પણ એવો જ આરોપ હતો કે તત્કાલીન મેનેજરે મેસર્સ વનરાજ એન્ટરપ્રાઈઝ અને અન્યને ખોટા દસ્તાવેજોના આધારે લોન આપી બેંકને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. આ કેસમાં પણ 17 નવેમ્બર, 2017 ના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. અદાલતે ટ્રાયલ બાદ તમામ પુરાવાઓને ધ્યાનમાં રાખીને આરોપીઓને દોષિત ઠેરવી સજા ફટકારી છે.
    Click here to Read More
    Previous Article
    મધ્યાહન ભોજનનું મેનુ બદલાઈ ગયું:38.50 લાખ વિદ્યાર્થીઓને પ્રોટીન, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર આહાર મળશે; જુઓ નવું સાપ્તાહિક મેનુ
    Next Article
    ધાર્મિક આસ્થાને માન આપવા પાલિકાનો આદેશ:રામનવમી અને મહાવીર જયંતિએ માંસ-મચ્છીના વેચાણ પર પ્રતિબંધ; નિયમનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહીની સૂચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment