Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માંડવીમાં નારી વંદન સપ્તાહ અંતર્ગત 'બેટી બચાવો' દિવસ ઉજવાયો:વ્હાલી દીકરી યોજના હેઠળ રૂ. 38.50 લાખના મંજૂરી હુકમો અપાયા

    2 days ago

    માંડવીમાં નારી વંદન સપ્તાહ અંતર્ગત 'બેટી બચાવો, બેટી પઢાવો દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દીકરીઓના શિક્ષણ, સુરક્ષા અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો. આ સાથે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટેની સરકારી યોજનાઓની માહિતી પણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દીકરીઓ, વાલીઓ અને લાભાર્થી બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં 'વ્હાલી દીકરી યોજના'ના લાભાર્થીઓને કુલ રૂ. 38.50 લાખના મંજૂરી હુકમોનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત, 'ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના' હેઠળના લાભાર્થી બહેનોને પણ મંજૂરી હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં જણાવાયું હતું કે આ સરકારી યોજનાઓનો હેતુ માત્ર આર્થિક સહાય પૂરી પાડવાનો નથી. તેનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓ અને દીકરીઓને વિકાસની મુખ્યધારામાં જોડીને તેમના જીવનમાં આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતા લાવવાનો છે. શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર દીકરીઓનું પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું. ધોરણ 10 અને ધોરણ 12માં માંડવી તાલુકામાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનારી વિદ્યાર્થીનીઓને એજ્યુકેશન કીટ અર્પણ કરીને તેમની મહેનતને બિરદાવવામાં આવી હતી. તેમને ઉચ્ચ શિક્ષણ મેળવી પરિવાર, સમાજ અને કચ્છનું નામ રોશન કરવા પ્રેરણા અપાઈ હતી. ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ દીકરીઓ અને વાલીઓને સંબોધતા જણાવ્યું હતું કે, દીકરીને શિક્ષણ, સુરક્ષા અને સમાન તકો આપવી એ માત્ર પરિવારની નહીં, પરંતુ સમગ્ર સમાજની જવાબદારી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સરકારની મહિલા અને બાળ કલ્યાણલક્ષી યોજનાઓનો લાભ દરેક પાત્ર પરિવાર સુધી પહોંચવો જોઈએ. તેમણે દીકરીઓને ઉચ્ચ અભ્યાસ કરી આત્મનિર્ભર અને સશક્ત બનવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં માંડવીના મામલતદાર પ્રધ્યુમનશ્રી જેઠવા અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવે પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ કાર્યક્રમનો હેતુ સમજાવી મહિલા તથા બાળ કલ્યાણ યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ક્રિષ્નાબેન ભુડિયાએ કર્યું હતું, જ્યારે જાગૃતિબેન મહેશ્વરીએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય અને મહિલા સશક્તિકરણના સંકલ્પને વધુ મજબૂત બનાવનારો સાબિત થયો હતો.
    Click here to Read More
    Previous Article
    નાગેશ્વર જ્યોતિર્લિંગમાં શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તિમય માહોલ:સમગ્ર માસ દરમિયાન ભંડારાનું આયોજન
    Next Article
    બોટાદમાં રૂ.44.11 લાખના હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો:બોટાદ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસના સંયુક્ત ઓપરેશનમાં યુવતી સહિત ત્રણ આરોપીની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment