Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાગેશ્વર જ્યોતિર્લિંગમાં શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તિમય માહોલ:સમગ્ર માસ દરમિયાન ભંડારાનું આયોજન

    2 days ago

    શ્રાવણ માસના પ્રથમ સોમવારે દ્વાદશ જ્યોતિર્લિંગ શ્રી નાગેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તિમય માહોલ છવાયો હતો. મંદિર ટ્રસ્ટ દ્વારા સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. નાગેશ્વર મંદિરના મહંત શ્રી ગિરધર ભારતી ગોસ્વામી બાપુ અને નાગેશ્વર મંદિર ટ્રસ્ટ દ્વારા આ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓને પ્રસાદી મળી રહે તે માટે મંદિર પરિસરમાં વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. શ્રાવણ માસ દરમિયાન નાગેશ્વર મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. ભક્તો દ્વારા નાગપૂજા, અભિષેક અને ધ્વજારોહણ સહિતની વિવિધ ધાર્મિક વિધિઓ કરવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે અને ધાર્મિક વિધિઓ સુવ્યવસ્થિત રીતે કરી શકાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા જરૂરી વ્યવસ્થાપન પણ કરવામાં આવ્યું છે. દર્શન અને પૂજા-અર્ચનાથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની રહ્યું છે. 'હર હર મહાદેવ'ના જયઘોષથી નાગેશ્વર ધામ ગુંજી ઉઠ્યું છે. ભક્તિ, સેવા અને શ્રદ્ધાના સંગમ સાથે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અહીં વિશેષ ધાર્મિક માહોલ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાની દહેશત:મોટી દેવતી ગામ પાસે પગલાં મળતા વનવિભાગે પાંજરા ગોઠવ્યા, ગામલોકોને અફવા ન ફેલાવવા અપીલ
    Next Article
    માંડવીમાં નારી વંદન સપ્તાહ અંતર્ગત 'બેટી બચાવો' દિવસ ઉજવાયો:વ્હાલી દીકરી યોજના હેઠળ રૂ. 38.50 લાખના મંજૂરી હુકમો અપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment